News of Wednesday, 8th April 2026
પતિએ પત્નીના જૂતામાં લોકેશન-ટ્રેકર લગાવીને તેની બેવફાઈ રંગેહાથ પકડી
પત્નીના પ્રેમીનું ઘર હતું. જ્યારે તેના બોયફ્રેન્ડે ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે બન્નેના હોશ ઊડી ગયા

પટના,તા.૦૮: બિહારની રાજધાની પટનામાં એક પતિને શંકા હતી કે તેની પત્ની તેને વફાદાર નથી, તે બીજા કોઈકના પ્રેમમાં છે અને ચોરીછૂપીથી મળતી હોય એવું લાગે છે. આ વાતનો પાક્કો પુરાવો એકઠો કરવા માટે તેણે પોતાની પત્નીના ચંપલમાં ગ્લોબલ પોઝિશનિગ સિસ્ટમ (GPS) ટ્રેકર લગાવી દીધું. ગયા અઠવાડિયે શનિવારે સાંજે પતિએ એકદમ ફિલ્મી અંદાજમાં GPSની મદદથી પત્નીને ટ્રેક કરી. પત્ની ઘરની બહાર નીકળી એટલે તેણે ટ્રેકરની મદદથી પત્નીનું પગેરું ફોલો કર્યું.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
