<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

અમેરિકા - ઇરાન યુધ્‍ધ વિરામ પાછળ પાકિસ્‍તાન નહિ... અસલી ખેલાડી નિકળ્‍યું ચીનઃ ટ્રમ્‍પ હા - ના કરતા છેલ્લે માની ગયા

નવી દિલ્‍હી : પશ્ચિમ એશિયામાં છેડાયેલા સંઘર્ષને યુધ્‍ધ વિરામ સુધી લાવવામાં ભલે પાકિસ્‍તાન શ્રેય લેતુ હોય પરંતુ તેમાં મહત્‍વની ભૂમિકા ચીને ભજવી છે. ઇરાનને વાતચીત માટે ચીને જ તૈયાર કર્યું હતું. એટલું જ નહિ પાકિસ્‍તાન, ઇજીપ્‍ત અને તુર્કીની મધ્‍યસ્‍થતામાં પણ ચીનની ભૂમિકા સામે આવી છે. અમેરિકાએ શ્રેય પાકિસ્‍તાનને આપ્‍યો હોય પરંતુ ચીનની ભૂમિકા જ મહત્‍વની હતી. યુધ્‍ધ વિરામ માટે ઇરાનને મનાવવા પાછળ ચીન જ જવાબદાર હતું. ચીન ઇરાનનું સૌથી મોટું વ્‍યાપારીક ભાગીદાર છે અને ચીને જ તેને પ્રોત્‍સાહિત કર્યું હતું. ટ્રમ્‍પે પણ આખરે સ્‍વીકાર્યું હતું કે ચીને જ ઇરાનને વાતચીતના ટેબલ ઉપર લાવવા માટે મદદ કરી હતી. એક મહિના યુધ્‍ધ બાદ ચીન ખુલ્લેઆમ ઇરાનની સમર્થનમાં ઉતર્યું હતું. ચીન નિવેદન બાજીને બદલે કુટનીક રણનીતિ પર કામ કરતું હતું. ચીને જ યુધ્‍ધને સમાપ્‍ત કરવાની રણનીતિ બનાવી હતી.

(3:28 PM IST)