હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈરાન-અમેરિકા વચ્ચે સર્જાયેલી અનિશ્ચિતતા: સાઉદીમાં Apple, Microsoft જેવી દિગ્ગજ કંપનીઓએ કર્મચારીઓને કહ્યું - 'ઓફિસે આવવાનું ટાળો, ઘરેથી જ કામ કરો'
રિયાધના બિઝનેસ હબમાં સન્નાટો, સંભવિત મિસાઈલ હુમલાના ડરે કંપનીઓએ વર્ક-ફ્રોમ-હોમ લંબાવ્યું

રિયાધ, તા. 8: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે એક અત્યંત ખતરનાક તબક્કે પહોંચ્યો છે. ઈરાન માટે અમેરિકા દ્વારા આપવામાં આવેલી સમયમર્યાદા (Deadline) પૂર્ણ થવા જઈ રહી છે, જેના કારણે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં આવેલી અનેક પશ્ચિમી અને સ્થાનિક કંપનીઓએ તેમના કર્મચારીઓને સુરક્ષાના કારણોસર 'વર્ક-ફ્રોમ-હોમ' કરવાની સલાહ આપી છે. હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા બાબતે અમેરિકાએ ઈરાનને "નરક" નો સામનો કરવાની ચેતવણી આપતા સમગ્ર અખાતી દેશોમાં ફાળ પડી છે.
ટેક જાયન્ટ્સ અને બેંકોએ લીધો સાવચેતીનો નિર્ણય
સૂત્રોના જણાવ્યા અનુસાર, રિયાધના પ્રખ્યાત 'કિંગ અબ્દુલ્લા ફાઇનાન્શિયલ ડિસ્ટ્રિક્ટ' અને 'ફૈઝલીયા ટાવર' જેવા વ્યવસાયિક કેન્દ્રોમાં આવેલી ઓફિસો અત્યારે ખાલી ભાસી રહી છે. માઈક્રોસોફ્ટ, એપલ અને અમેરિકાની ટોચની બેંકોએ તેમના સ્ટાફને ઈમેલ અને ટેક્સ્ટ મેસેજ દ્વારા ઓફિસે ન આવવાની સૂચના આપી છે. આ પગલું ઈરાન દ્વારા અમેરિકી ટેક કંપનીઓને નિશાન બનાવવાની અપાયેલી ધમકી બાદ લેવામાં આવ્યું છે.
મિસાઈલ હુમલાનો વધતો ખતરો
ગઈકાલે જ સાઉદી અરેબિયાએ તેના પૂર્વીય ક્ષેત્ર તરફ છોડવામાં આવેલી 7 બેલિસ્ટિક મિસાઇલોને આકાશમાં જ તોડી પાડી હતી. આ મિસાઇલોનો કાટમાળ સાઉદીની મહત્વની ઊર્જા સુવિધાઓ નજીક પડ્યો હતો. ઈરાની મીડિયાએ દાવો કર્યો છે કે તેમણે સાઉદીના જુબેલ ઔદ્યોગિક શહેરમાં આવેલા પેટ્રોકેમિકલ સંકુલને નિશાન બનાવ્યું હતું. આ સ્થિતિને જોતા સાઉદીની સરકારી સંસ્થાઓ અને સાર્વભૌમ સંપત્તિ ભંડોળ (Sovereign Wealth Fund) ના કર્મચારીઓ પણ હાલ સાવચેતીના ભાગરૂપે ઘરેથી જ ફરજ બજાવી રહ્યા છે.
ગલ્ફ દેશોમાં ડરનો માહોલ
28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધમાં સાઉદી અરેબિયાએ અત્યાર સુધી સેંકડો ડ્રોન અને રોકેટ હુમલાઓનો સામનો કર્યો છે. જોકે સાઉદીની ડિફેન્સ સિસ્ટમે મોટાભાગના હુમલાઓ અટકાવ્યા છે, પરંતુ યુએઈ અને કુવૈત જેવા પાડોશી દેશોની સરખામણીએ અહીં જોખમ સતત વધી રહ્યું છે.
અમેરિકા અને ઈરાન વચ્ચેની આ 'ડેડલાઈન' પૂરી થતા પહેલા સર્જાયેલી આ અનિશ્ચિતતાએ રિયાધના ધમધમતા બિઝનેસ ગેટ અને લેસેન વેલી જેવા વિસ્તારોની રોનક છીનવી લીધી છે. મુસાફરો અને કામદારો માટે અત્યારે સુરક્ષા જ પ્રથમ પ્રાથમિકતા બની ગઈ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
