<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

CBSEમાં ભાષાઓના નિયમોમાં મોટો ફેરફાર :હવે શાળાઓમાં 3 ભાષા ભણવી ફરજીયાત: અંગ્રેજી ‘વિદેશી ભાષા’ તરીકે ગણાશે

બે ભારતીય ભાષા ભણવી ફરજીયાત:મૈથ્સ અને સાયન્સમાં ‘એડવાન્સ’ વિકલ્પ ઉમેરાયો

નવી દિલ્હી : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ( CBSE) એ નેશનલ એજ્યુકેશન પોલિસી-2020 (NEP) હેઠળ શિક્ષણ વ્યવસ્થામાં મહત્વપૂર્ણ બદલાવ કર્યો છે. નવા નિયમો મુજબ હવે શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ‘3 લેગ્વેજ ફોર્મ્યુલા’ ફરજીયાત બનાવવામાં આવ્યો છે. આ નિર્ણય દેશભરના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓ માટે મહત્વપૂર્ણ ગણાય છે 

BSEએ નવી ભાષા વ્યવસ્થા R1, R2 અને R3 તરીકે નક્કી કરી છે:

  • R1 (Language 1):
    વિદ્યાર્થી જે ભાષામાં સૌથી વધુ પારંગત હોય (જેમ કે ગુજરાતી), તે ભાષા ઉચ્ચ સ્તરે ભણાવવામાં આવશે
  • R2 (Language 2):
    બીજી ભાષા મધ્યમ સ્તરે ભણાવવામાં આવશે
  • R3 (Language 3):
    નવી ફરજીયાત ભાષા, જેની શરૂઆત ધોરણ-6થી થશે

 

નવા નિયમોમાં સૌથી મોટો ફેરફાર એ છે કે:અંગ્રેજીને હવે ‘વિદેશી ભાષા’ તરીકે ગણવામાં આવશેવિદ્યાર્થીઓએ બે ભારતીય ભાષા પસંદ કરવી ફરજીયાત રહેશે (જેમ કે હિન્દી-ગુજરાતી અથવા હિન્દી-મરાઠી) માત્ર ‘હિન્દી + અંગ્રેજી’થી ધોરણ-10 પાસ શક્ય નહીં રહે

આ બદલાવથી ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે।

આ નવી નીતિ અમલમાં મૂકવામાં શાળાઓને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે:

દક્ષિણ અને પૂર્વ ભારતીય ભાષાઓના શિક્ષકોની અછત,ઓડિયા, તમિલ જેવી ભાષાઓ માટે યોગ્ય સ્ટાફ ઉપલબ્ધ નથી, શાળાઓને નવી ભરતી અને વ્યવસ્થા કરવી પડશે

 

વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સારા સમાચાર એ છે કે:ધોરણ-9થી મૈથ્સ અને સાયન્સમાં ‘એડવાન્સ્ડ’ લેવલ ઉમેરાયું,25 ગુણનું અલગ એડવાન્સ પેપર હશે, એડવાન્સ માર્ક્સ કુલ ટકાવારીમાં નહીં જોડાય,માર્કશીટમાં ‘Advanced Level Pass’નો ઉલ્લેખ થશે

આ વિકલ્પ એન્જિનિયરિંગ અને ટેક્નિકલ ક્ષેત્રમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે ખાસ ફાયદાકારક છે.

(7:07 PM IST)