હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
તેલ સંકટનો કાયમી તોડ: અરુણાચલ પ્રદેશ બનશે ભારતનું નવું 'એનર્જી હબ', મોદી સરકારે ₹40,000 કરોડના બે મેગા પ્રોજેક્ટ્સને આપી લીલી ઝંડી
ગલ્ફ દેશો પરની નિર્ભરતા ઘટશે: ચીનની સરહદ પાસે જળવિદ્યુતનું પાવરહાઉસ ઉભું કરી દેખાડી ભારતની તાકાત, હજારો યુવાનોને રોજગારી અને મફત વીજળીથી ચમકશે પૂર્વોત્તરનું ભાગ્ય

ઈટાનગર : વૈશ્વિક સ્તરે ઈરાન-યુદ્ધને કારણે સર્જાયેલા તેલ અને ગેસના સંકટ વચ્ચે ભારત સરકારે ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવા તરફ એક મોટું ડગલું ભર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં અરુણાચલ પ્રદેશમાં ₹40,175 કરોડના ખર્ચે બે વિશાળ હાઇડ્રોપાવર (જળવિદ્યુત) પ્લાન્ટના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સ માત્ર વીજળી જ નહીં, પરંતુ ભારતની ભવિષ્યની ઉર્જા સુરક્ષાનો મજબૂત પાયો સાબિત થશે.
બે મોટા પ્રોજેક્ટ્સ અને તેની ક્ષમતા
સરકારે ૧,૨૦૦ મેગાવોટના 'કલાઈ-II' અને ૧,૭૨૦ મેગાવોટના 'કમલા' પ્રોજેક્ટને મંજૂરી આપી છે. અંજાવ જિલ્લામાં લોહિત નદીના બેસિનમાં બનનાર કલાઈ-II પ્રોજેક્ટ વાર્ષિક અંદાજે ૪,૮૫૨ મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કરશે. જ્યારે કમલા પ્રોજેક્ટ પૂર્વોત્તરના રાજ્યોને પ્રકાશિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ બંને પ્રોજેક્ટ્સ કાર્યરત થતા જ અરુણાચલ પ્રદેશ ભારતનું 'પાવરહાઉસ' બની જશે, જેનાથી ગલ્ફ દેશોના તેલ પરની આપણી નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડો થશે.
ચીનની આંખમાં આંખ મિલાવીને વિકાસ
ભૂ-રાજકીય દ્રષ્ટિએ આ પ્રોજેક્ટ્સ અત્યંત મહત્વના છે. જે વિસ્તારમાં ચીન વારંવાર પોતાની દાવેદારી કરતું આવ્યું છે, ત્યાં ₹40,000 કરોડનું જંગી રોકાણ કરીને ભારતે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે અને ત્યાં વિકાસની ગતિ કોઈ રોકી શકશે નહીં. આ પ્રોજેક્ટ્સ દ્વારા ભારત સરહદી વિસ્તારોમાં જળ સંસાધનો પર પોતાનું નિયંત્રણ પણ મજબૂત કરશે.
સ્થાનિક જનતાને ડબલ ફાયદો
આ પ્રોજેક્ટ્સ માત્ર રાષ્ટ્રીય ગ્રીડને જ ફાયદો નહીં કરાવે, પરંતુ અરુણાચલના લોકોને પણ માલામાલ કરશે. પ્રોજેક્ટ શરૂ થતા જ રાજ્યને ૧૨% વીજળી મફત મળશે. આ ઉપરાંત, આસપાસના વિસ્તારોમાં ૨૯ કિલોમીટરના નવા રસ્તા અને પુલોનું નિર્માણ થશે, જે પરિવહનને વેગ આપશે. હજારો સ્થાનિક યુવાનોને રોજગારીની તકો મળશે અને પ્રોજેક્ટના નફાનો ૧% હિસ્સો સ્થાનિક શાળાઓ અને હોસ્પિટલોના વિકાસ માટે વાપરવામાં આવશે.
મોદી સરકારની 'એક્ટ ઇસ્ટ પોલિસી' અંતર્ગત લેવાયેલો આ નિર્ણય ભારતને ગ્રીન એનર્જી તરફ લઈ જવાની સાથે સાથે સરહદી સુરક્ષા અને આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખોલશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
