હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધના ભણકારા: ઈઝરાયેલના લેબનોન પર ભીષણ હુમલા બાદ ઈરાને હોર્મુઝની સામુદ્રધુની કરી સીલ
અમેરિકા અને ઈરાન વચ્ચેના ટૂંકા ગાળાના યુદ્ધવિરામનો ફિયાસ્કો: લેબનોનમાં ઈઝરાયેલી સૈન્યની આક્રમક કાર્યવાહીને પગલે તેહરાને વૈશ્વિક તેલ પુરવઠાની જીવાદોરી સમાન દરિયાઈ માર્ગને ફરીથી બંધ કરતા દુનિયાભરમાં તેલના ભાવ ભડકે બળવાની આશંકા

નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે માંડ ૨૪ કલાક પહેલા જાહેર થયેલા યુદ્ધવિરામનો અંત આવતા જ ઈરાને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વની એવી હોર્મુઝ ફરી એકવાર બંધ કરી દીધી છે. ફાર્સ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ઈરાને આ કડક નિર્ણય લેબનોન પર ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા તાજેતરના ભીષણ હવાઈ અને જમીની હુમલાઓના વિરોધમાં લીધો છે. ઈરાનનું માનવું છે કે ઈઝરાયેલ દ્વારા હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર જે રીતે હુમલા કરવામાં આવી રહ્યા છે, તે પ્રાદેશિક શાંતિના ભંગ સમાન છે અને તેથી જ તેણે આર્થિક નાકાબંધીનો સહારો લીધો છે.
હોર્મુઝની સામુદ્રધુની એ દુનિયાના તેલ વેપાર માટે સૌથી સંવેદનશીલ ગણાતો માર્ગ છે, જ્યાંથી દરરોજ લાખો બેરલ ક્રૂડ ઓઈલ પસાર થાય છે. ઈરાની નૌકાદળ દ્વારા જારી કરવામાં આવેલા સંદેશામાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ પણ તેલ ટેન્કર આ માર્ગ પરથી પસાર થવાનો પ્રયાસ કરશે, તો તેને નિશાન બનાવીને નષ્ટ કરવામાં આવશે. નોંધનીય છે કે આજે વહેલી સવારે જ્યારે યુદ્ધવિરામ અમલમાં હતો, ત્યારે બે તેલ ટેન્કરોને સુરક્ષિત પસાર થવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ બપોર બાદ સ્થિતિ વણસી હતી અને ઈરાને તેના સૈન્યને 'હાઈ એલર્ટ' પર મૂકીને તમામ દરિયાઈ અવરજવર પર પ્રતિબંધ લાદી દીધો છે.
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ લેબનોન પર લાગુ થતો નથી, કારણ કે ઈઝરાયેલ હિઝબુલ્લાહના ખતરાને જડમૂળથી ઉખેડી નાખવા માંગે છે. બીજી તરફ, ઈરાનના આ નિર્ણયને કારણે વૈશ્વિક શેરબજારોમાં કડાકો બોલાયો છે અને ઉર્જા સંકટ વધુ ઘેરી બનવાની ભીતિ સેવાઈ રહી છે. સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય વૈશ્વિક નેતાઓ આ મામલે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ઈરાન તેની શરતો પર મક્કમ દેખાય છે. જો હોર્મુઝનો આ માર્ગ લાંબા સમય સુધી બંધ રહેશે, તો તેની અસર માત્ર મધ્ય પૂર્વ પૂરતી સીમિત નહીં રહે, પરંતુ ભારત સહિત સમગ્ર વિશ્વમાં મોંઘવારી અને ઈંધણની અછત સર્જી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
