હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 8th April 2026
DGGIની અમદાવાદ ટીમે કરોડો રૂપિયાના GST કૌભાંડમાં દિલ્હી/ગાઝિયાબાદની કંપનીના ડાયરેક્ટરની ધરપકડ કરી
આરોપીએ શેલ કંપનીઓ ઊભી કરી માલના વાસ્તવિક સપ્લાય વિના કરોડોનું ટર્નઓવર દર્શાવી મોટી કરચોરી કરી હોવાનું સામે આવ્યું

નવી દિલ્હી :DGGI ની અમદાવાદ ટીમે બોગસ બિલિંગ અને ખોટી ITC મેળવીને આચરેલા કરોડો રૂપિયાના GST કૌભાંડમાં દિલ્હી/ગાઝિયાબાદની કંપનીના ડાયરેક્ટરની ધરપકડ કરી છે. આરોપીએ શેલ કંપનીઓ ઊભી કરી માલના વાસ્તવિક સપ્લાય વિના કરોડોનું ટર્નઓવર દર્શાવી મોટી કરચોરી કરી હોવાનું સામે આવ્યું છે.
આરોપીએ ખોટા બિલો બનાવીને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હતી. તપાસ સંસ્થાએ અમદાવાદ ઝોનલ યુનિટ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં દિલ્હીની કંપનીના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે.
આ કૌભાંડમાં શેલ કંપનીઓનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાની સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.DGGI ની તપાસ હજુ ચાલુ છે અને અન્ય લોકોની પણ ધરપકડ થવાની શક્યતા છે. આ કૌભાંડ અગાઉ પકડાયેલા અનેક બોગસ GST કૌભાંડોની શ્રેણીનો ભાગ છે
(11:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
