<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

નિકાસકારો માટે ખુશ ખબરઃ ઈઓડીસી આપવા સ્‍પેશિયલ ઝુંબેશ યોજાશે

ઇઓડીસી મળવાના કારણે બેંક ગેરંટી છૂટી થતા રાહત મળવાની શક્‍યતા

મુંબઈ,તા.૦૯: નિકાસકારો દ્વારા નિકાસ કરવામાં આવ્‍યા બાદ ડીજીએફટીમાંથી ઈઓડીસી (ઈક્‍સપોર્ટ ઓબ્‍લિગેશન ડિસ્‍ચાર્જ સર્ટિફિકેટ) મેળવવાનું હોય છે. તે મેળવ્‍યા બાદ બેંકમાં રજૂ કરવામાં આવે તો બેંક ગેરંટી છૂટી થતી હોય છે. તેમજ આ સર્ટિફિકેટ મેળવવા માટે નિકાસકારોએ ભારે પરેશાની વેઠવી પડતી હોય છે. તેના બદલે આગામી ૩૧ મે સુધી ડીજીએફટી દ્વારા સ્‍પેશિયલ ઝુંબેશ આગામી ૩૧ મે સુધી હાથ ધરીને ઝડપથી ઈઓડીસી આપવામાં આવનાર છે.

નિકાસકારો દ્વારા મોકલવામાં આવતી વસ્‍તુના બદલમાં ત્‍યાંથી સમયસર નાણાં આવ્‍યા કે નહીં. શિપિગ બિલ સહિતની વિગતો યોગ્‍ય છે કે નહીં તેની ઓનલાઈન ચકાસણી કરવામાં આવતી હોય છે. ડીજીએફટીમાં તેની ચકાસણી કરવામાં આવે તો કેટલાક કિસ્‍સામાં શિપિગ બિલ અને બિલની એન્‍ટ્રી મિસમેચ આવવાની પણ સમસ્‍યા સર્જાતી હોય છે. તેના કારણે ડીજીએફટી દ્વારા તેઓને ઈઓડીસી આપવામાં આવતું નથી. ઈઓડીસી નહીં મળવાના કારણે નિકાસકારોની પરેશાનીમાં વધારો થતો હોય છે, કારણ કે સરકારી નિયમો પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી નહીં હોવાના લીધે તેઓને સર્ટિફિકેટ મળતું નથી. જે સર્ટિફિકેટ તેઓ રજૂ કરવામાં આવ્‍યા બાદ જ બેંક ગેરંટી છોડવામાં આવતી હોય છે. આ માટે નિકાસકારોએ બેંક ગેરંટી લેવા માટે લાખ્‍ખો રૂપિયાની દસ્‍તાવેજ આપ્‍યા હોય છે. અથવા તો તે પેટે રકમ જમા કરાવી હોય છે. તે રકમ છૂટી નહીં થવાના કારણે નિકાસકારોને ભારે તકલીફ પડતી હોય છે. તે માટેનું કારણ એવું પણ છે કે તેઓ દ્વારા મોકલવામાં આવેલી વસ્‍તુ અન્‍ય દેશમાં પહોંચી ગઈ છે. તે પેટેની રકમ પણ આવી ગઇ છે. જેથી તમામ પ્રક્રિયા તો પૂરી થઈ ગઈ છે. પરંતુ ડીજીએફટીની ચકાસણીમાં કેટલીક વિગતોમાં વિસંગતતા હોવાના કારણે ઈઓડીસી મળતું નથી. ઈઓડીસી નહીં મળવાના લીધે નિકાસકારોને જે તકલીફ પડી રહી છે તેના નિકાલ માટે આગામી ૩૧ મે સુધી સ્‍પેશિયલ ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે.

 ઇઓડીસી એટલે શું

જ્‍યારે કોઇ નિકાસકાર સરકારની વિશેષ સ્‍કીમ જેવી કે એડવાન્‍સ ઓથોરાઇઝેશન અથવા તો ઇ પીસીજી સ્‍કિમ હેઠળ ડયુટી ફ્રી માલની આયાત કરવામાં આવે છે. ત્‍યારે સરકાર દ્વારા તે પેટે કેટલીક રકમની નિકાસ કરવાની શરત રાખતી હોય છે. આ નિકાસની જવાબદારી પૂરી થયા બાદ ડીજીએફટી દ્વારા જે પ્રમાણપત્ર આપવામાં આવે તેને ઇઓડીસી કહેવામાં આવે છે.

(10:09 AM IST)