હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જીએસટી અપીલ માટે સુધારો કરવા માટે ઇન્સ્પેક્ટર રાજનો અનુભવ થવાનો મત
અધિકારીએ કરેલો ઓર્ડર પોતે જ સુધારે તેવી શક્યતા ઓછી હોવાના કારણે પરેશાની વધશે

મુંબઈ,તા.૦૯: જીએસટીનો કાયદો લાગુ કરવામાં આવ્યો ત્યારે સરળીકરણની વાતો કરવામાં આવી હતી. તેમજ તે સમયે વેપારીઓને એવી માન્યતા હતી કે હવે ઈન્સન્સ્પેક્ટર રાજ બંધ થઇ જશે. પરંતુ વેપારીઓની આશા ઠગારી નિવડી રહી હોવાનો અનુભવ સમયાંતરે થઈ રહ્યો છે, કારણ કે હમણાં જ જીએસટી પોર્ટલ પર અપીલ કરવા માટે અધિકારીએ કરેલા ઓર્ડરમાં સુધારો કરવા આવ્યા બાદ જ અપીલ કરવા માટેની છૂટ આપવામાં આવી છે. પરંતુ અધિકારીએ જે ઓર્ડર કર્યો હોય તેમાં સુધારો કરવામાં આવે તેવી શક્યતા બહુ ઓછી હોવાનું જાણકારો કહી રહ્યા છે. જેથી આ સુધારો કાગળ પર જ રહી જવાની શક્યતા છે. આ ઉપરાંત અધિકારી સુધારો નહીં કરે તો વેપારીઓની સમસ્યા ઠેરની ઠેર જ રહેવાની છે. જેથી તેમાં સુધારો યોગ્ય રીતે કરવામાં આવે તે ખૂબ જ જરૂરી હોવાનો મતવેપારીઓની સાથે સાથે ટેક્સના જાણકારો આપી રહ્યા છે.
ટેક્સ બાકી હોવાના મુદ્દે જીએસટી અધિકારી દ્વારા વેપારીને નોટિસ આપ્યા બાદ વેપારી દ્વારા તે રકમ ભરપાઈ કરી દેવામાં આવે અને ત્યારબાદ અપીલ કરવી હોય તો અધિકારી પાસે જવું પડે છે. તેમાં અધિકારી ઓર્ડરમાં સુધારો કરી આપે તો જ અપીલ કરી શકશે, પરંતુ અધિકારી દ્વારા પોતે જ કરેલા ઓર્ડરમાં સુધારો કરવો એટલે વેપારી માટે માથાના દુખાવા સમાન કામગીરી છે. જેથી તેમાં સુધારો કરીને અધિકારી પાસે જવાના બદલે અન્ય કોઈ રસ્તા અંગે વિચારણા કરવામાં આવે તે જરૂરી છે.
અધિકારી પાસે જવાના વિકલ્પ અંગે ફેરવિચારણા જરૂરી
૯૦ દિવસમાં અપીલ કરવાનો સમય વેપારીને મળતો હોય છે. ત્યારબાદ વધારાના ૧૦ ટકા ભરીને ૧૨૦ દિવસમાં અપીલ કરી શકાતી હોય છે, પરંતુ અધિકારી દ્વારા ઓર્ડરમાં સુધારો કરવા માટે તૈયાર જ નહીં થાય તેવા કિસ્સામાં અપીલ કરી શકાતી નથી. આ કારણોસર વેપારીને આપવામાં આવેલી જોગવાઇનો અમલ થવાનો નથી. જેથી સુધારો એવો લાવવો જોઇએ કે અધિકારી પાસે જવાના બદલે અન્ય કોઈ રસ્તો અપનાવવામાં આવે તો જ વેપારીને રાહત થઇ શકે તેમ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
