<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

યુદ્ધને કારણે ભારતમાં કારની ડિલિવરીમાં વિલંબની શક્‍યતા

આ મહિનામાં કારની કિંમતમાં વધારાની પણ શક્‍યતા : ૧૭ ટકા ડીલરોના મતે ત્રણથી ચાર વીકનો સમય લાગશે

નવી દિલ્‍હી,તા.૦૯: મિડલ ઈસ્‍ટમાં યુદ્ધને કારણે અને ઘટતી જતી માગણીના પગલે નાણાકીય વર્ષ ૨૦૨૭માં પેસેન્‍જર વાહનોના વેચાણમાં વૃદ્ધિ ધીમી પડવાની ધારણા છે. બ્રોકરેજ ફર્મ નોમુરાએ એનો અંદાજ ૮ ટકાની આસપાસ રાખ્‍યો છે, જ્‍યારે ક્રિસિલે ત્રણથી પાંચ ટકાના ઘટાડાનો અંદાજ વ્‍યક્‍ત કર્યો છે. વળી એપ્રિલ મહિનામાં કારની ડિલિવરીમાં પણ મોડું થવાની ધારણા છે. આ સિવાય કાચા માલના ભાવમાં થયેલા વધારાને પગલે કારની કિમતમાં પણ વધારાની શક્‍યતા છે.

ભારતના ઑટોમોબાઇલ ડીલરોએ ચેતવણી આપી છે કે પヘમિ એશિયાના સંઘર્ષને કારણે ઇનપુટ ખર્ચમાં વધારો થશે. યુદ્ધને કારણે તેલ, ગેસ અને ઍલ્‍યુમિનિયમ, તાંબું અને સ્‍ટીલ જેવી મુખ્‍ય ધાતુઓ મોંઘી થઈ ગઈ છે જેને કારણે ઉત્‍પાદન અને લોજિસ્‍ટિક્‍સના ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. એને કારણે ઑટો સપ્‍લાય ચેઇનમાં ઈંધણ અને લોજાિસ્‍ટિક્‍સ ખર્ચમાં વધારો થયો છે, જ્‍યારે વાહનના ઉત્‍પાદનમાં વપરાતી ઍલ્‍યુમિનિયમ, તાંબું અને સ્‍ટીલ જેવી મુખ્‍ય ધાતુઓના ભાવમાં પણ વધારો થયો છે.

અડધાથી વધુ ડીલરોએ સંઘર્ષ સાથે જોડાયેલા સપ્‍લાય અથવા ડિસ્‍પેચ વિક્ષેપનો અનુભવ કર્યો છે. ૧૭.૧ ટકા ડીલરોએ કારની ડિલિવરીમાં ત્રણથી ૪ અઠવાડિયાંના વિલંબની જાણકારી તેમના ગ્રાહકોને આપી છે.

માર્ચમાં પેસેન્‍જર વાહનોનું વેચાણ વાર્ષિક ધોરણે ૨૧.૪૮ ટકા વધ્‍યું, જ્‍યારે ટૂ-વ્‍હીલરનું વેચાણ ૨૬.૬૮ ટકા અને કમર્શિયલ વાહનોનું વેચાણ ૧૫.૧૨ ટકા વધ્‍યું હતું.

(10:11 AM IST)