હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મેચમાં પ્લેયરને રનઆઉટ આપનારા અમ્પાયરને દર્શકે ચાકુ હુલાવીને મોતને ઘાટ ઉતાર્યો

વિશાખાપટનમ,તા.૦૯: આંધ્ર પ્રદેશના વિશાખાપટનમમાં એક લોકલ ક્રિકેટમેચ દરમ્યાન એક નાનકડા રનઆઉટના વિવાદમાં એક વ્યક્તિનું ખૂન થઈ ગયું. ૨૧ વર્ષના અમ્પાયર અજિત બાબુની કિશોર નામના દર્શકે ચાકુ હુલાવીને હત્યા કરી દીધી. વાત એમ હતી કે રવિવારે સ્થાનિક ૩ ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ થઈ હતી. એમાં એક પ્લેયરને રનઆઉટ આપવાના મામલે ખેલાડીઓ અને બન્ને ટીમો વચ્ચે વિવાદ થઈ ગયો. બન્ને અમ્પાયરોએ મળીને આખરે વિવાદ સુલઝાવી લીધો, પરંતુ મેચ જોવા આવનારા અને એક ટીમને સપોર્ટ કરનારા કિશોર નામના ૨૬ વર્ષના યુવકને લાગતું હતું કે અમ્પાયરે ચીટિગ કરી છે. તેણે અમ્પાયરને ધમકી આપી કે મેચ પૂરી થયા પછી હિસાબ સેટલ કરી લઈશ. તેણે મેચ પત્યા પછી બન્ને અમ્પાયરો પર ચાકુથી હુમલો કર્યો હતો. અજિત બાબુને છાતીમાં ચાકુ વાગતાં તે ઘટનાસ્થળે જ ઢળી પડ્યો હતો. બીજા અમ્પાયરને પણ ઈજા થઈ હતી, પરંતુ તેનો જીવ બચી ગયો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
