હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ડોમેસ્ટિક એરલાઇન્સ માટે લેન્ડિંગ-પાર્કિંગ ચાર્જમાં ૨૫% ઘટાડો
વિમાનના ઇંધણના ભાવમાં વધારા વચ્ચે વિમાન ટિકિટના ભાવને અંકુશમાં રાખવા અને એરલાઇન્સ કંપનીઓને રાહત આપવા માટે નિર્ણય

નવી દિલ્હી,તા.૦૯: સરકારે દેશના એરપોર્ટો પર ડોમેસ્ટિક એરલાઇન્સ માટે લેન્ડિંગ અને પાર્કિગ ચાર્જિસમાં ૨૫ ટકા કાપ મૂકવાની બુધવારે જાહેરાત કરી હતી. વિમાનના ઇંધણના ભાવમાં વધારા વચ્ચે વિમાન ટિકિટના ભાવને અંકુશમાં રાખવા અને એરલાઇન્સ કંપનીઓને રાહત આપવા માટે આ નિર્ણય કરાયો છે.
નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે આ પગલાથી ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન મુખ્ય એરપોર્ટ પર એરલાઇન્સ દ્વારા ચૂકવવામાં આવતા લેન્ડિંગ અને પાર્કિગ ચાર્જમાં આશરે રૂ.૪૦૦ કરોડનો ઘટાડો થવાની અપેક્ષા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરપોર્ટ્સ ઇકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી (AERA)ને તેના કાર્યક્ષેત્ર હેઠળના તમામ મુખ્ય એરપોર્ટ પર લેન્ડિંગ અને પાર્કિગ ચાર્જમાં ૨૫ ટકાનો ઘટાડો કરવાનો નિર્દેશ જારી કર્યો છે.
આ ઘટાડો તમામ સ્થાનિક ફલાઇટ્સ માટે તાત્કાલિક અમલમાં મૂકવામાં આવ્યો છે અને ત્રણ મહિનાના સમયગાળા માટે લાગુ રહેશે. નાયડુએ જણાવ્યું હતું કે હાલના પડકારજનક સમયમાં પણ અમે સુનિヘતિ કર્યું છે કે ઇંધણના ભાવમાં વધારાને કારણે ડોમેસ્ટિક એરલાઇન્સની કામગીરી ખોરવાઈ ન જાય. વિશ્વમાં એવિયેશન ટર્બાઇન ફયુઅલ (એટીએફ)ના ભાવમાં ૧૦૦ ટકાથી વધુ વધારો થયો છે, પરંતુ સરકારે એરલાઇન્સ કંપનીઓ પર માત્ર ૨૫ ટકા બોજો નાંખ્યો છે. હવે એરલાઇન્સો અને તે મારફત મુસાફરોને મદદ કરવા માટે લેન્ડિંગ અને પાર્કિગ ચાર્જમાં ઘટાડો કરાયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
