હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને જાનથી મારી નાખવાની ધમકી
અતિક અહેમદ જેવા તમારા હાલ કરીશું

નવી દિલ્હી તા.૯: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી ફોન કોલ દ્વારા આપવામાં આવી છે. ધમકી આપનાર વ્યક્તિ ગાય સંરક્ષણ આંદોલન અને શંકરાચાર્યના વિવિધ નિવેદનોથી નારાજ હતો. ફોન પર ધમકી આપનાર યુવકે કહ્યું તમારા હાલ અતિક અહેમદ જેવા કરીશું.
આ ધમકી બાદ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ કાનૂની કાર્યવાહી કરવાની વાત કરી રહ્યા છે. દરમિયાન ધમકીભર્યા કોલથી શંકરાચાર્યના સમર્થકો અને સંત સમુદાય ગુસ્સે ભરાયા છે.
જ્યોતિર્પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદને ફોન કોલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ફોન કોલમાં અતિક અહેમદ જેમ શંકરાચાર્યને જાનથી મારી નાખવાની ધમકી આપતા નિવેદનથી ખળભળાટ મચી ગયો છે.
શંકરાચાર્યના સમર્થકોનું કહેવું છે કે શંકરાચાર્યના અંગત સહાયકને ફોન કોલ અને મેસેજ દ્વારા ધમકી આપવામાં આવી છે, જેમાં અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. જેનું ઓડિયો કોલ રેકોર્ડિગ પણ સામે આવ્યા છે.
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ માઘ મેળા વિવાદથી સતત ચર્ચામાં રહ્યા છે, તેઓ શાસન પ્રશાસન સામે તીવ્ર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. તેમણે તેમના દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર સરકાર અને આશુતોષ બ્રહ્મચારી પર પણ આકરા પ્રહારો કર્યા હતા.
આ દરમિયાન તેમણે ગાયોના રક્ષણના સંકલ્પ સાથે ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં યાત્રાનું પણ આયોજન કર્યું હતું. શંકરાચાર્ય આ મામલે આગળ શું કાર્યવાહી કરે છે તે જોવાનું બાકી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
