હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
એવો દેશ જ્યાં મહિલાઓ પર્સને બદલે ખભે બંદૂક લટકાવીને ફરે છે
કોઈ છેડતી કરવાની હિંમત કરતું નથી! : ઇઝરાયેલ દુનિયાનો એક એવો દેશ છે જ્યાં જાહેર સ્થળો પર ફરતી મહિલાઓ અને યુવતીઓના હાથમાં પર્સ દેખાય કે ન દેખાય પણ મોટી રાઇફલ્સ ચોક્કસ જોવા મળે છે

તેલઅવિવ તા.૯: ઇઝરાયેલ દુનિયાનો એક એવો દેશ છે જ્યાં સાર્વજાનિક સ્થળો પર ફરતી મહિલાઓ અને યુવતીઓના હાથમાં પર્સ દેખાય કે ન દેખાય, પણ મોટી રાઇફલ્સ ચોક્કસ જોવા મળે છે. તેલ અવીવની શેરીઓ હોય, બસ હોય કે શોપિગ મોલ, સામાન્ય કપડાંમાં સજ્જ મહિલાઓ ખભે બંદૂક લટકાવીને હરતી-ફરતી દેખાય તે ત્યાંની રોજબરોજની જિદગીનો હિસ્સો છે. આ દ્રશ્ય પ્રવાસીઓને ચોંકાવી દે છે, પરંતુ આ પાછળ ઇઝરાયેલની કડક સૈન્ય સેવા અને પોતાની સુરક્ષા માટેની કટિબદ્ધતાના ગંભીર કારણો જવાબદાર છે.
ઇઝરાયેલમાં મહિલાઓ પોતાની સાથે મોટી-મોટી ગન રાખે છે, તેનું કારણ ઇઝરાયેલની ફરજિયાત સૈન્ય સેવા છે. ઇઝરાયેલ દુનિયાના એવા જૂજ દેશોમાં છે જ્યાં મહિલાઓ માટે પણ સેનામાં જોડાવું ફરજિયાત છે. ૧૮ વર્ષની ઉંમર થતા જ યુવતીઓએ ૨ વર્ષ અને પુરુષોએ ૩ વર્ષ ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) માં સેવા આપવી પડે છે. સૈન્ય તાલીમ દરમિયાન તેમને હથિયાર ચલાવવાની સંપૂર્ણ ટ્રેનિગ આપવામાં આવે છે. સેનાના કડક નિયમ મુજબ, જ્યારે કોઈ સૈનિક રજા પર ઘરે જાય કે ઓફ-ડ્યુટી હોય, ત્યારે પણ તેને પોતાના હથિયારોને પોતાની પાસે રાખવું પડે છે.
અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે, સૈનિક ફરજ ખતમ થયા બાદ પણ ખાસ કરીને મહિલાઓમાં બંદૂક ખરીદવાનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. આંકડાઓ દર્શાવે છે કે છેલ્લા ૨ વર્ષમાં મહિલાઓ દ્વારા ૪૨,૦૦૦ થી વધુ ગન પરમિટ માટે અરજી કરવામાં આવી હતી, જેમાંથી ૧૮,૦૦૦ થી વધુ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. આજે ઇઝરાયેલ અને વેસ્ટ બેંકમાં ૧૫,૦૦૦ થી વધુ મહિલાઓ વ્યક્તિગત રીતે પોતાની સાથે હથિયાર રાખે છે. જોકે, ઇઝરાયેલમાં બંદૂક મેળવવી હજુ પણ સરળ નથી. ત્યાં ગન લાયસન્સ માટે સૈન્ય તાલીમ, યોગ્ય કારણ અને બેકગ્રાઉન્ડ ચેક જેવી સખત શરતો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
