હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આ નેપાળ છે તમારું ભારત નથીઃ ગુટખા ખાઈ રોડ પર થુંકતા સ્થાનિકે ઝાટકણી કાઢી, પાણીથી રોડ સાફ કરાવ્યો
નેપાળ ફરવા ગયેલા અમુક ભારતીય પર્યટકોને રસ્તા પર ગુટખાની પીક મારવાનું મોંઘું પડ્યું

કાઠમંડુ તા.૯: દેશ હોય કે વિદેશ, જાહેર જગ્યા પર ગંદકી ફેલાવવી અને પાન-ગુટખા ખાઈને થૂંકવું એક એવી આદત છે, જે હંમેશા ભારતીયો માટે શરમનું કારણ બની જાય છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો ચર્ચામાં છે. જેમાં નેપાળ ફરવા ગયેલા અમુક ભારતીય પર્યટકોને રસ્તા પર ગુટખાની પીક મારવાનું એટલું મોંઘું પડ્યું છે કે તેને જાહેરમાં પોતાની ભૂલ સુધારવા માટે મજબૂર થવું પડ્યું. સ્થાનિક નેપાળી નાગરિકો દ્વારા આ પર્યટકોને સિવિક સેન્સ શીખવાડવાની આ રીત ઈન્ટરનેટ પર ખૂબ વાહવાહી લૂંટી રહી છે.
આ વાયરલ વીડિયોને નિખિલ સૈની નામના એક્સ યુઝરે શેર કર્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રોડ પર ગુટખાના લાલ નિશાન પડ્યા છે. વીડિયો રેકોર્ડ કરી રહેલા એક નેપાળી નાગરિક આ ભારતીય પર્યટકોને રોકી કડકાઈથી કહે છે કે, આ ભારત નથી, આ નેપાળ છે.
આવું ન કરો. સ્થાનિક નાગરિક આટલેથી નથી અટકતો, પર્યટકને પોતાની જવાબદારીનું ભાન કરાવતા કહે છે કે તમે લોકો આટલા મોટા દેશમાંથી આવો છો, તમે આવું કઈ રીતે કરી શકો છો? આ એક એવું વાક્ય હતું, જેના પર સૌનું ધ્યાન ગયું. કેમ કે આ ડાયરેક્ટ દેશની છબી સાથે જોડાયેલું છે.
નેપાળી નાગરિકે કડક વિરોધ કરતા ભારતીય પર્યટકને વીડિયોમાં સ્પષ્ટપણે પોતાની ભૂલ દેખાઈ અને તેણે આ હરકત બદલ વારંવાર માફી માગી.
વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે તે ખાલી માફી માગીને છટકી શકતો નથી, પણ તેમાંથી એક વ્યક્તિએ પોતાની પાણીની બોટલ કાઢી અને રોડ પર પડેલા ગુટખાના લાલ નિશાનને ખુદ ધોઈને સાફ કર્યા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
