<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

અજમેરના ધોબીને રૂા.૫૯૮ કરોડની આવકવેરાની નોટિસ મળી

નોટિસમાં મોટા પાયે હીરાના વ્‍યવહારનો ઉલ્‍લેખ

નવી દિલ્‍હી તા.૯: આવકવેરા વિભાગે અજમેરના એક ધોબીને નોટિસ ફટકારી છે. નોટિસમાં મોટા પાયે હીરાના વ્‍યવહારોનો આરોપ લગાવતા રૂા.૫૯૮ કરોડથી વધુના બેંક વ્‍યવહારો સમજાવવા કહેવામાં આવ્‍યું છે.

રામગંજ વિસ્‍તારમાં કપડાં ધોઈ અને ઇષી કરીને પોતાનું ગુજરાન ચલાવતા જીતેન્‍દ્ર કુમારે કહ્યું કે તાજેતરની નોટિસમાં ઉલ્‍લેખિત બેંક ખાતું તેમનું નથી. કુમારે જણાવ્‍યું કે બે વર્ષ પહેલા પાલીમાં એક કાર્યક્રમમાં હાજરી આપતી વખતે તેમણે પોતાનું પાન કાર્ડ ગુમાવી દીધું હતું.

આવકવેરા વિભાગે તે ખાનગી બેંકના મેનેજરને પણ નોટિસ ફટકારી છે જેમાંથી કરોડોના હીરા ખરીદવામાં આવ્‍યા હતા. કુમારના વકીલ રાકેશ થાહાએ જણાવ્‍યું હતું કે તેમણે બેંક અને ખાતું ચલાવનાર વ્‍યક્‍તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

તેમને શંકા છે કે પાલીના હીરા વેપારી શત્રુઘ્‍ન સિહે પોતાના પાન કાર્ડનો ઉપયોગ કરીને બેંકમાં ખાતું ખોલાવ્‍યું હતું. આ ખાતામાંથી રૂા.૫૯૮.૫ મિલિયનથી વધુના વ્‍યવહારો થયા હતા. જીતેન્‍દ્રએ વધુમાં જણાવ્‍યું હતું કે નોટિસ મળ્‍યા બાદથી તેમનું કામ ઠપ્‍પ થઈ ગયું છે. છેલ્‍લા અઠવાડિયાથી, તેઓ તેમના વકીલ અને પોલીસના ચક્કર લગાવી રહ્યા છે.

(10:45 AM IST)