<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

ગૌતમ અદાણીએ એક જ દિવસમાં રૂા.૫,૬૦,૬૯,૫૧,૩૭,૦૦૦ ની કમાણી કરી

ગૌતમ અદાણી ભારત અને એશિયાના બીજા સૌથી ધનિક વ્‍યક્‍તિ છે : બુધવારે સ્‍થાનિક શેરબજારમાં ભારે ઉછાળો જોવા મળ્‍યો. અદાણી ગ્રુપના શેરમાં ૧૩% નો ઉછાળો આવ્‍યો, જેના કારણે ગ્રુપની માર્કેટ કેપમાં લગભગ ૂરૂા.૯૬,૦૦૦ કરોડનો વધારો થયો

નવી દિલ્‍હી તા.૯: પશ્ચિમ  એશિયામાં યુદ્ધવિરામને કારણે બુધવારે શેરબજારમાં ભારે ઉછાળો જોવા મળ્‍યો. BSE સેન્‍સેક્‍સ ૨,૯૦૦ પોઈન્‍ટથી વધુ ઉછળ્‍યો, જેનાથી રોકાણકારોને રૂા.૧૭ લાખ કરોડનો ફાયદો થયો. દેશના ત્રીજા સૌથી મોટા ઔદ્યોગિક જૂથ, અદાણી ગ્રુપના શેરમાં ટ્રેડિગ દરમિયાન ૧૩% નો ઉછાળો આવ્‍યો, જેનાથી ગ્રુપની માર્કેટ કેપમાં રૂા.૯૬,૦૦૦ કરોડનો વધારો થયો. બ્‍લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્‍ડેક્‍સ અનુસાર, ગ્રુપ ચેરમેન ગૌતમ અદાણીની કુલ સંપત્તિમાં ઼૬.૦૬ બિલિયન એટલે કે આશરે રૂા.૫૬,૦૦૦ કરોડનો વધારો થયો છે.

આ સાથે, અદાણીની કુલ સંપત્તિ ડોલર ૮૪.૧ બિલિયન થઈ ગઈ છે. તેઓ વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ૨૧મા ક્રમે છે. અદાણી ગ્રુપના શેરમાં વધારાનું બીજું એક મોટું કારણ એ હતું કે અદાણીએ યુએસમાં સિક્‍યોરિટીઝ એન્‍ડ એક્‍સચેન્‍જ કમિશન (SEC) દ્વારા દાખલ કરાયેલા સિવિલ છેતરપિંડીના કેસને ફગાવી દેવા માટે કોર્ટમાં અરજી કરી હતી. યુએસ ડિસ્‍ટ્રિક્‍ટ કોર્ટે પ્રી-મોશન કોન્‍ફરન્‍સ માટે અદાણીની વિનંતી મંજૂર કરી. નવેમ્‍બર ૨૦૨૪ માં, લ્‍ચ્‍ઘ્‍ એ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી પર ભારતમાં સૌર ઉર્જા કરાર મેળવવા માટે ભારતીય અધિકારીઓને લાંચ આપવાનું કાવતરું ઘડવાનો આરોપ મૂક્‍યો.

આ દરમિયાન, દેશની સૌથી મૂલ્‍યવાન કંપની રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝના શેરમાં ૩.૩%નો વધારો થયો. આનાથી કંપનીના ચેરમેન મુકેશ અંબાણીની કુલ સંપત્તિ ડોલર ૩.૩૭ બિલિયન વધી, જેના કારણે તેમની કુલ સંપત્તિ ડોલર ૯૧.૯ બિલિયન થઈ ગઈ. તેઓ વિશ્વના સૌથી ધનિક વ્‍યક્‍તિઓની યાદીમાં ૧૮મા ક્રમે છે અને એશિયામાં પ્રથમ ક્રમે છે. આ વર્ષે તેમની કુલ સંપત્તિમાં ડોલર ૧૫.૮ બિલિયનનો ઘટાડો થયો છે.

બુધવારે અદાણી ગ્રુપના શેરમાં ૧૩ ટકાનો વધારો થયો. આનાથી ગ્રુપનું કુલ માર્કેટ કેપ લગભગ ૯૬,૦૦૦ કરોડ રૂપિયા થયું.

ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની કુલ સંપત્તિમાં ડોલર ૬ બિલિયનથી વધુનો વધારો થયો.

એલોન મસ્‍ક ડોલર ૬૨૩ બિલિયનની કુલ સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક વ્‍યક્‍તિઓની યાદીમાં ટોચ પર રહ્યા છે. લેરી પેજ (ડોલર ૨૭૦ બિલિયન) બીજા ક્રમે, સેર્ગેઈ બ્રિન (ડોઇર ૨૫૧ બિલિયન) ત્રીજા ક્રમે, જેફ બેઝોસ (ડોલર ૨૪૩ બિલિયન) ચોથા ક્રમે, માર્ક ઝુકરબર્ગ (ડોલર ૨૧૭ બિલિયન) પાંચમા ક્રમે, લેરી એલિસન (ડોલર ૧૯૨ બિલિયન) છઠ્ઠા ક્રમે, બર્નાર્ડ આર્નોલ્‍ટ (ડોલર ૧૬૫ બિલિયન) સાતમા ક્રમે, માઈકલ ડેલ (ડોલર ૧૫૭ બિલિયન) આઠમા ક્રમે, જેનસન હુઆંગ (ડોલર ૧૫૧ બિલિયન) નવમા ક્રમે અને જીમ વોલ્‍ટન (ડોલર ૧૫૦ બિલિયન) દસમા ક્રમે છે.

(10:46 AM IST)