<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

ધન અને ધ્‍યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૪૫

 

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૪૦ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ   ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ 

મો. ૯૪ર૭ર પ૪ર૭૬

હું તમને કહું છું: વાસના દુષ્‍પૂર છે!' હું તમને એમ નથી કહેતો કે રસ સમાપ્‍ત નહીં થાય. રસ, વિરસ થઈ જશે. રસનો અર્થ છે - હજુ આશા છે. વાસના દુષ્‍પૂર છે' તે વાત નિヘતિ છે. રસ, વિરસ થઈ જાય છે; તે વાત પણ નિヘતિ છે. પરંતુ રસ ત્‍યારે જ વિરસ થાય છે, જ્‍યારે તમે રસમાં સમગ્રતાથી ઉતરો છો; નહિ તો રસ વિરસ થતો નથી. જે રીતે કોઈ સંસારમાંથી અધવચ્‍ચે ભાગી જાય, અધૂરા અનુભવે ભાગી જાય, જંગલમાં જઈને બેસી જાય... તો મુશ્‍કેલી ઊભી થાય. તમે ભલે જંગલમાં, ગુફામાં બેસી જાઓ; પરંતુ તમારૂ મન તો બજારમાં જ ભટકશે, ધન અને તિજોરીની ચિંતા કર્યા કરશે,સ્ત્રી-પુરુષોનાં સ્‍વપ્નો જોયા કરશે. પદ-પ્રતિષ્ઠાના રસમાં તલ્લીન રહેશે.ગુફામાં બેસી જવાથી શો ફર્ક પડે છે? મનને ગુફામાં બેસાડી રાખવું એટલું સહેલું થોડું છે!  (૩.૩)

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:57 AM IST)