હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચાંદીમાં ૧૩,૦૦૦-સોનામાં ર૦૦૦ રૂા. તૂટયા
યુધ્ધ વિરામની અનિヘતિાને પગલે ભાવો તૂટયા : ચાંદીના ભાવ ઘટીને ર,૩૭,૦૦૦ અને સોનાના ભાવ ૧,પ૪,૦૦૦ રૂા. થયા

રાજકોટ, તા., ૯ : બુલીયન માર્કેટમાં ગઇકાલની જોરદાર તેજી બાદ યુધ્ધ વિરામની અનિヘતિાના પગલે આજે ફરી ભાવો તુંટયા હતા. ચાંદીમાં ૧૩,૦૦૦ અને સોનામાં ર,૦૦૦ રૂપીયાનું ગાબડુ પડયું હતું.
બુલીયન માર્કેટમાં સેન્ટમાં મંદીના કારણે સ્થાનીક બજારમાં આજે ચાંદીમાં ૧૩,૦૦૦ રૂપીયાનો કડાકો થયો હતો. ગઇકાલે ચાંદી ૧ કિલોનો ભાવ ર,પ૦,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે ર,૩૭,૦૦૦ રૂા. થઇ ગયા હતા. ગઇકાલે યુધ્ધ વિરામના પગલે ચાંદીમાં ૧૮,૦૦૦ રૂપીયાનો ઉછાળો થયો હતો. જો કે આજે અમેરીકા અને ઇરાન વચ્ચે યુધ્ધ વિરામની અનિヘતિાના પગલે ફરી ભાવ ઘટયા હતા.
ચાંદીની સાથે સોનામાં પણ ર૦૦૦ રૂા. ઘટયા હતા. બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં ર,૦૦૦ રૂા. તુટતા સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ગઇકાલે ૧,પ૬,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે ૧,પ૪,૦૦૦ રૂા. થઇ ગયા છે. સોનાના બિસ્કીટમાં ર૦,૦૦૦ રૂપીયાનું ગાબડું પડયું છે. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧પ,૬૦,૦૦૦ રૂપીયા હતા તે ઘટીને આજે ૧પ,૪૦,૦૦૦ રૂા. થયા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
