<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

ઈરાન-અમેરિકા-ઇઝરાયેલ યુદ્ધથી સૌથી વધુ કોણ બરબાદ?

ઈરાનમાં સૌથી વધુ વિનાશ માનવીય અને આર્થિક આંચકો

નવી દિલ્‍હી તા.૯: ઈરાન-અમેરિકા-ઇઝરાયેલ વચ્‍ચે ચાલેલા યુદ્ધે વિશ્વના અનેક દેશોને આર્થિક અને માનવીય સંકટની કગાર પર પહોંચાડી દીધા છે. મિસાઈલ અને ડ્રોન હુમલાઓથી માત્ર જાનહાનિ જ નહીં, પરંતુ વૈશ્વિક અર્થતંત્ર પર પણ ગંભીર અસર પડી છે. એક મહિનાથી વધુ સમય સુધી ચાલેલા આ સંઘર્ષે ભારે વિનાશ સર્જ્‍યો છે. હવે બંને પક્ષો વચ્‍ચે સીઝફાયર પર સહમતી બની છે. આ યુદ્ધને કારણે વિશ્વની ઞ્‍ઝભ્‍ને અંદાજે રૂ. ૫૪.૮૮ લાખ કરોડ જેટલું નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે. વોલ સ્‍ટ્રીટથી માંડીને દલાલ સ્‍ટ્રીટ સુધી બજારોમાં ભારે અસ્‍થિરતા જોવા મળી રહી છે.

યુદ્ધની સૌથી મોટી કિમત ઈરાન ચૂકવી રહ્યો છે. અમેરિકા અને ઇઝરાયેલના હવાઈ અને મિસાઈલ હુમલાઓથી દેશ ગંભીર રીતે પ્રભાવિત થયો છે. ૨૫,૦૦૦થી વધુ લોકો ઘાયલ શાળાઓ, હોસ્‍પિટલો અને ઐતિહાસિક ઇમારતો નષ્ટ  અમેરિકાને કેટલું નુકસાન?

યુદ્ધ ઈરાનની જમીન પર ચાલતું હોવા છતાં અમેરિકા પણ ભારે ખર્ચ ઉઠાવી રહ્યું છે. CSIS મુજબ અત્‍યાર સુધી લગભગ ડોલર ૮૦.૪ બિલિયન (રૂા. ૭.૪૯ લાખ કરોડ) ખર્ચાઈ ચૂક્‍યા

‘ફોર્ચ્‍યુન' વિશ્‍લેષણ મુજબ સંઘર્ષ ચાલુ રહ્યો તો નુકસાન ડોલર ૨૧૦ બિલિયન સુધી પહોંચી શકે વેપાર અને ઊર્જા બજારના વિક્ષેપથી અંદાજે ડોલર ૧૧૫ બિલિયનની આર્થિક અસર

 ખાડી દેશો પર યુદ્ધની અસર UAE અને સાઉદી અરેબિયા

સાઉદી GDPમાં ૩ ટકા ઘટાડાનો અંદાજ UAE GDPમાં ૫ ટકા ઘટાડાનો ખતરો UAE શેરબજારને રૂ. ૧૦ લાખ કરોડથી વધુ નુકસાન તેલ ઉત્‍પાદન ઘટ્‍યું

ભારત પર સીધી સૈનિક અસર નથી, પરંતુ આર્થિક અસર સામાન્‍ય લોકો સુધી પહોંચી રહી છે. શેરબજારમાં ભારે ઘટાડો  રોકાણકારોના રૂ. ૩૭ લાખ કરોડ ડૂબ્‍યા પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો (પેનિક બાયિગ) ખાનગી કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા સરકારે એક્‍સાઈઝ ડ્‍યૂટી રૂ. ૧૦ પ્રતિ લિટર ઘટાડી ક્રૂડ ઓઈલ ભાવ ડોલર૬૯થી વધીને ડોલર ૧૨૫.૮૮ પ્રતિ બેરલ.

 

(2:41 PM IST)