હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હોર્મુઝમાં ભારતનું મહા-ઓપરેશનઃ ૮ LPG જહાજોનું રેસ્કયુ
મધ્ય-પૂર્વના યુદ્ધના જોખમ વચ્ચે ૩.૪૦ લાખ ટન ગેસનો જથ્થો સુરક્ષિત લાવી ભારતે વૈશ્વિક ઉર્જા સંકટ સામે રક્ષણ મેળવ્યું

નવી દિલ્હી, તા.૯: મધ્ય-પૂર્વમાં વધતા યુદ્ધના જોખમ વચ્ચે ભારતે હોર્મુઝ સ્ટ્રેટમાંથી ૮ LPG જહાજોને સુરક્ષિત બહાર કાઢીને ઐતિહાસિક સફળતા મેળવી છે. આ ઓપરેશન દ્વારા ૩,૪૦,૦૦૦ ટન ગેસનો જથ્થો સુરક્ષિત કરાયો છે, જે અન્ય કોઈપણ દેશ દ્વારા કરવામાં આવેલી સૌથી મોટી બચાવ કામગીરી છે.
આ કામગીરીથી ભારતે દેશનો ૧૧ દિવસનો LPG પુરવઠો સુનિヘતિ કર્યો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં ગેસની કોઈ અછત નથી. વિતરણ પ્રણાલીમાં ફોર-લેવલ પ્રાયોરિટી લાગુ કરીને ઘરેલું ગ્રાહકો અને જાહેર પરિવહનને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, જ્યારે વાણિજ્યિક વપરાશમાં કાપ મૂકી સામાન્ય જનતાના રસોડાને સુરક્ષિત રખાયા છે.
સંકટ સમયે ભારતે સ્થાનિક ઉત્પાદનમાં પણ ૪૦% નો વધારો કર્યો છે, જેનાથી દરરોજ ૫૦ લાખથી વધુ સિલિન્ડરની સપ્લાય જળવાઈ રહી છે. હોર્મુઝ માર્ગ પરની નિર્ભરતા ઘટાડવા માટે હવે અમેરિકા, કેનેડા અને આર્જેન્ટિના જેવા નવાસ્ત્રોતો અને વૈકલ્પિક સમુદ્રી માર્ગો પર ઝડપથી કામ શરૂ કરવામાં આવ્યું છે.
ભવિષ્યના જોખમોને જોતા ભારત હવે માત્ર આયાત પર નિર્ભર રહેવાને બદલે ઊર્જા સુરક્ષામાં આત્મનિર્ભરતા તરફ વધી રહ્યું છે. નવા સપ્લાય રૂટ અને મજબૂત બેકઅપ પ્લાન તૈયાર હોવાથી, જો વૈશ્વિક સ્થિતિ વધુ વણસે તો પણ ભારત અગાઉ કરતાં વધુ સારી રીતે સજ્જ જોવા મળી રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
