હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકાનો માસ્ટરપ્લાન: ૫૦ વર્ષ જૂની લશ્કરી ભરતી પ્રણાલીમાં ધરખમ ફેરફાર : હવે દરેક યુવાનની નોંધણી થશે 'ઓટોમેટિક'
ઈરાન સાથેના વધતા તણાવ અને 'ઓપરેશન એપિક ફ્યુરી' બાદ વોશિંગ્ટનનો મોટો નિર્ણય : ૧૮ થી ૨૫ વર્ષના પુરુષોએ હવે લશ્કરી યાદીમાં નામ નોંધાવવા નહીં પડે કષ્ટ : સરકારી ડેટાના આધારે સીધું જ સિલેક્ટિવ સર્વિસ સિસ્ટમમાં થશે રજીસ્ટ્રેશન

વોશિંગટન : વૈશ્વિક યુદ્ધના ભણકારા વચ્ચે અમેરિકાએ પોતાની સંરક્ષણ નીતિમાં એક ઐતિહાસિક વળાંક લીધો છે. અત્યાર સુધી અમેરિકામાં ૧૮ થી ૨૫ વર્ષના દરેક યુવાન પુરુષ માટે લશ્કરી સેવા (સિલેક્ટિવ સર્વિસ સિસ્ટમ) માં મેન્યુઅલી નામ નોંધાવવું ફરજિયાત હતું, જેમાં નિષ્ફળ જનારને જેલ કે દંડની સજા થઈ શકતી હતી. પરંતુ હવે, ૨૦૨૬ ના અંત સુધીમાં આ પ્રક્રિયા સંપૂર્ણપણે 'સ્વયંસંચાલિત' કરી દેવામાં આવશે. આનો અર્થ એ છે કે પાસપોર્ટ કે ડ્રાઇવિંગ લાયસન્સના ડેટા પરથી સરકાર પોતે જ યુવાનોની યાદી તૈયાર કરશે. આ ફેરફાર માત્ર વહીવટી સરળતા નથી, પરંતુ બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓ સામે અમેરિકાની સજ્જતાનો પુરાવો છે.
આ મહત્વપૂર્ણ ફેરફાર પાછળનું મુખ્ય કારણ મધ્ય પૂર્વમાં ઈરાન સાથેની કટોકટી અને વધતો જતો સૈન્ય સંઘર્ષ છે. 'નેશનલ ડિફેન્સ ઓથોરાઈઝેશન એક્ટ ૨૦૨૬' હેઠળ લેવાયેલા આ નિર્ણયનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે જો ભવિષ્યમાં કોઈ મોટી કટોકટી આવે, તો દેશ પાસે લડવા માટે તૈયાર યુવાનોની સચોટ અને સંપૂર્ણ યાદી ઉપલબ્ધ હોય. અગાઉની સિસ્ટમમાં ઘણીવાર યુવાનો બેદરકારીને કારણે નામ નોંધાવતા ન હતા, જેનાથી યાદી અધૂરી રહેતી હતી. હવે સરકાર આ છટકબારીને કાયમી ધોરણે બંધ કરી રહી છે, જે સીધો સંકેત આપે છે કે અમેરિકા કોઈપણ મોટી લશ્કરી જરૂરિયાત માટે અગાઉથી 'બેકઅપ' તૈયાર રાખી રહ્યું છે.
જોકે, આ નિર્ણય બાદ અમેરિકી જનતા અને સોશિયલ મીડિયા પર એક ગંભીર ચર્ચા છેડાઈ છે: શું આ 'ડ્રાફ્ટ' (ફરજિયાત ભરતી) ની પુનઃવાપસી છે? સત્તાવાર રીતે અમેરિકી સેના હજુ પણ સ્વૈચ્છિક છે અને કોઈને બળજબરીથી જોડાવાની જરૂર નથી. વિયેતનામ યુદ્ધના ૫૦ વર્ષ બાદ પણ હજુ સુધી કોઈને ધરાર ભરતી કરવામાં આવ્યા નથી. પરંતુ, જે રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને દરેક યુવાનને લશ્કરી યાદીમાં સામેલ કરવામાં આવી રહ્યો છે, તે જોતા નિષ્ણાતો માને છે કે આ માત્ર 'તૈયારી' નથી પણ આવનારા મોટા યુદ્ધના સંકેત હોઈ શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
