<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

ઈરાનની ગંભીર ચેતવણી: યુદ્ધવિરામના ઉલ્લંઘનનો વળતો જવાબ આપવા ઈરાન સજ્જ:મધ્ય પૂર્વમાં યુદ્ધવિરામ પર ફરી જોખમ: ઈરાનના નાયબ વિદેશ મંત્રી સઈદ ખતીબઝાદેહનું આક્રમક નિવેદન

ઈરાને ગઈરાત્રે થયેલા યુદ્ધવિરામના ઉલ્લંઘન બદલ વળતો પ્રહાર કરવાની તૈયારી બતાવી છે. નાયબ વિદેશ મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈપણ સમયે આક્રમક જવાબ આપવા તૈયાર છે.

મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો વચ્ચે ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાનના નાયબ વિદેશ મંત્રી સઈદ ખતીબઝાદેહ દ્વારા કરવામાં આવેલા એક નિવેદને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે. પ્રેસ ટીવીના અહેવાલ મુજબ, ખતીબઝાદેહે જણાવ્યું છે કે ઈરાન ગઈરાત્રે થયેલા યુદ્ધવિરામના ઉલ્લંઘનનો વળતો જવાબ આપવાની અણી પર છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામને લઈને લાંબા સમયથી સસ્પેન્સ ચાલી રહ્યું છે.
ઈરાનનું માનવું છે કે સામે પક્ષે થયેલા હુમલાઓ શાંતિ કરારની શરતોનું સીધું ઉલ્લંઘન છે. જો ઈરાન દ્વારા લશ્કરી કાર્યવાહી કરવામાં આવે તો આ પ્રદેશમાં ફરીથી ભયાનક યુદ્ધ છેડાઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. સંયુક્ત રાષ્ટ્ર સહિતનો વૈશ્વિક સમુદાય આ ગંભીર પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યો છે, કારણ કે આ તણાવની સીધી અસર વિશ્વના અર્થતંત્ર પર પડી શકે છે.

 

(10:25 PM IST)