<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

ઇઝરાયલ દુષ્ટ છે અને માનવતા પર અભિશાપ છે. : પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફનું નિવેદન

તેમણે કહ્યું - જ્યારે ઇસ્લામાબાદમાં શાંતિ મંત્રણા ચાલી રહી છે, ત્યારે લેબનોનમાં નરસંહાર થઈ રહ્યો છે

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ઇઝરાયલ વિરુદ્ધ નિવેદન આપ્યું છે. ખ્વાજા આસિફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, "ઇઝરાયલ દુષ્ટ છે અને માનવતા પર અભિશાપ છે. જ્યારે ઇસ્લામાબાદમાં શાંતિ મંત્રણા ચાલી રહી છે, ત્યારે લેબનોનમાં નરસંહાર થઈ રહ્યો છે, ઇઝરાયલ દ્વારા નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી રહી છે. પહેલા ગાઝા, પછી ઈરાન અને હવે લેબનોનમાં રક્તપાત ચાલુ છે."

   અત્રે અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો માટે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ઈસ્લામાબાદ પહોંચ્યા છે. તેઓ ઈસ્લામાબાદમાં હોટેલ સેરેનામાં રોકાયા છે. અમેરિકન વાયુસેનાનું બોઈંગ સી-૧૭એ ગ્લોબમાસ્ટર ૩ વિમાન ભારતીય સમય મુજબ રાત્રે ૧૦:૦૯ વાગ્યે ઈસ્લામાબાદ પહોંચ્યું હતું .

(11:57 PM IST)