હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 10th April 2026
યુદ્ધવિરામમાં પાકિસ્તાનની બેવડી નીતિનો પર્દાફાશઃ પાકિસ્તાને અમેરિકા અને ઈરાનને શાંતિ કરારની અલગ અલગ નકલો આપી છેતરપિંડી કરી ?
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાવનાર પાકિસ્તાન પર ઈરાની મીડિયાએ ગંભીર આક્ષેપો લગાવ્યા છે કે પાકિસ્તાને બંને દેશોને કરારની અલગ અલગ વિગતો આપીને છેતરપિંડી કરી છે

નવી દિલ્હી તા.૧૦: તાજેતરમાં અમેરિકા અને ઈરાન વચ્ચે અસ્થાયી યુદ્ધવિરામ કરાવવાનો જશ ખાટનાર પાકિસ્તાન હવે શંકાના ઘેરામાં આવ્યું છે. ઈરાનના રાષ્ટ્રીય મીડિયાએ એક ચોંકાવનારો દાવો કર્યો છે કે શાંતિ વાટાઘાટો દરમિયાન પાકિસ્તાને બેવડી રમત રમી છે. અહેવાલો મુજબ, પાકિસ્તાને અમેરિકાને જે મુસદ્દો સોંપ્યો હતો તે ઈરાન પાસેથી મળેલા મુસદ્દા કરતા તદ્દન અલગ હતો. તેવી જ રીતે, વોશિગ્ટનથી મળેલા સંદેશાઓને પણ બદલીને ઈરાન સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ ગેરસમજને કારણે જ યુદ્ધવિરામ થોડા કલાકોમાં જ તૂટી ગયો અને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ફરી તણાવ શરૂ થઈ ગયો હતો. સોશિયલ મીડિયા પર નિષ્ણાતો અને લોકો આ ઘટનાને પાકિસ્તાનની ડીએનએ અને તેમની સ્વાભાવિક છેતરપિંડીની વૃત્તિ ગણાવી રહ્યા છે. આ નિષ્ફળતાથી પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય વિશ્વસનીયતા પર મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
