<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા ઓઇલ ટેન્કરો અને જહાજો પાસેથી ફી વસૂલવા અંગે ઈરાનને ટ્રમ્પની સીધી ચેતવણી: ઈરાને તાત્કાલિક આવી વસૂલાત બંધ કરવી જોઈએ': હજી એક દિવસ અગાઉ જ ટ્રમ્પે એવો સંકેત આપ્યો હતો કે ભવિષ્યમાં અમેરિકા અને ઈરાન વચ્ચે આવો કોઈ ટોલ વસૂલવાનો સંયુક્ત કરાર થઈ શકે છે !

તહેરાન: ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા ઓઇલ ટેન્કરો અને જહાજો પાસેથી ટોલ ફી વસૂલવાના અહેવાલો વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે કડક શબ્દોમાં ઈરાનને આ કાર્યવાહી તાત્કાલિક રોકવાની ચેતવણી આપી છે.

વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગોમાંના એક એવા હોર્મુઝ સ્ટ્રેટમાં નવો વિવાદ ઊભો થયો છે. 

 

નવા અહેવાલો અનુસાર, ઈરાન આ સામુદ્રધુનીમાંથી પસાર થતા આંતરરાષ્ટ્રીય જહાજો અને ઓઇલ ટેન્કરો પાસેથી પસાર થવા માટે ફી વસૂલવાનું શરૂ કરી રહ્યું છે. આ અહેવાલો સામે આવતા જ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે, "ઈરાને આ ફી વસૂલવી જોઈએ નહીં, અને જો તેઓ આમ કરી રહ્યા છે, તો તેમણે તાત્કાલિક આ બંધ કરવું જોઈએ!" 

 

રસપ્રદ વાત એ છે કે, આ નિવેદનના એક દિવસ અગાઉ જ ટ્રમ્પે એવો સંકેત આપ્યો હતો કે ભવિષ્યમાં અમેરિકા અને ઈરાન વચ્ચે આવો કોઈ ટોલ વસૂલવાનો સંયુક્ત કરાર થઈ શકે છે. પરંતુ હવે તેમણે પોતાનું વલણ કડક કરતા ઈરાનની એકતરફી કાર્યવાહીનો સખત વિરોધ નોંધાવી દીધો છે.

(9:36 AM IST)