News of Friday, 10th April 2026
અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રે આજે ઐતિહાસિક ક્ષણ: નાસાનું ઓરાયન ચંદ્રયાત્રા પૂર્ણ કરી આજે સાંજે ૫.૦૭ કલાકે પૃથ્વી પર પરત ફરશે, સાન ડિયેગો નજીક સમુદ્રમાં ઉતરશે: ૪૦,૦૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશશે ઓરાયન યાન: ચારેય અવકાશયાત્રીઓ સુરક્ષિત

સાન ડિયેગો:નાસાના ઐતિહાસિક ચંદ્ર મિશન અંતર્ગત ઓરાયન યાન આજે પોતાની સફળ યાત્રા પૂર્ણ કરીને પૃથ્વી પર પાછું આવી રહ્યું છે. ભારતીય સમય મુજબ સાંજે ૫:૦૭ કલાકે આ યાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશીને સાન ડિયેગો પાસેના સમુદ્રમાં લેન્ડ કરશે.
અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં આજે એક મહત્વની ઐતિહાસિક ક્ષણ જોવા મળશે. નાસા દ્વારા લોન્ચ કરવામાં આવેલું ઓરાયન યાન તેની રોમાંચક ચંદ્રયાત્રા પૂરી કરીને આજે પૃથ્વી પર પરત ફરી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અંતરિક્ષ યાન આશરે ૪૦,૦૦૦ કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરશે.
આ મિશનમાં સામેલ મહિલા અવકાશયાત્રી સહિત ચારેય અવકાશયાત્રીઓ કેપ્સ્યુલ મારફતે સાન ડિયેગો નજીક પેસિફિક મહાસાગરમાં સુરક્ષિત રીતે ઉતરાણ કરશે.
ભારતીય સમય અનુસાર સાંજે ૫:૦૭ વાગ્યે આ ઐતિહાસિક ઘટના બનવા જઈ રહી છે. નાસાના વૈજ્ઞાનિકોથી લઈને વિશ્વભરના લોકો આ અંતિમ તબક્કાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
