<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

ચગડોળમાં બાળકીની ચોટલી ફસાઈ ગઈઃ માથાની ચામડી સહિત વાળ ઊખડી ગયા

શામલી,તા.૧૦: ઉત્તર પ્રદેશના શામલી જિલ્‍લામાં રસૂલપુર ગામમાં મંગળવારે લાગેલા મેળામાં ૮ વર્ષની એક બાળકી સાથે રૂંવાડાં ખડાં કરી દેતો અકસ્‍માત થયો. તે એક ચગડોળમાં મજા માણી રહી હતી અને તેની લાંબી ચોટલી પણ હવામાં લહેરાઈ રહી હતી. જોકે એ જ વખતે તેના લાંબા વાળની ચોટલી ચગડોળની પાસેના એક ખાંચામાં ફસાઈ ગઈ. ચોટલી ફસાવાને કારણે બાળકી એની સાથે ખેંચાતી ગઈ. લોકો કંઈ સમજે અને ચગડોળ રોકવામાં આવે એ પહેલાં તો બાળકીના માથા પરના વાળ ત્‍વચા સાથે ઊખડી ગયા અને ખોપડી લોહીલુહાણ થઈ ગઈ. બાળકીની ચીસો સાંભળીને તરત ચગડોળ રોકવામાં આવ્‍યું, પરંતુ ત્‍યાં સુધીમાં બાળકીના વાળ ઊખડી ગયા હતા.

(10:09 AM IST)