હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઉત્તરાખંડના સીમાંત જિલ્લાઓમાં કુંવારાઓના ટોળેટોળાઃ લગ્ન માટે દુલ્હન નથી મળતીઃ રાહ જોઈ-જોઈને ઘરડાં થઈ ગયા
યુવાનોના લગ્નમાં આવી રહેલી અડચણનું સૌથી મોટું કારણ જનસંખ્યાનું અસંતુલન

દેહરાદૂન તા.૧૦: ઉત્તરાખંડ જેને દુનિયાનું એક શાનદાર વેડિગ ડેસ્ટિનેશન તરીકે જોવામાં આવે છે. ત્યાં રહેતા યુવાનો માટે ખુદ લગ્નની શરણાઈઓ વગાડવી એક મોટો પડકાર બની ગયો છે. પહાડોની આ સુંદર વાદીઓમાં હવે ઘર વસાવવું એટલું સરળ નથી રહ્યું. આ સૌની વચ્ચે એક ચોંકાવનારી વાત એ છે કે આ સમસ્યા હવે ખાલી દૂરના ગામડાઓ સુધી સીમિત નથી રહી, પણ રાજધાની દેહરાદૂનમાં પણ સ્થિતિ બેકાબૂ થઈ ચૂકી છે. તાજેતરના આંકડા અનુસાર, દેહરાદૂનમાં વિવાહ યોગ્ય છોકરાની તુલનામાં છોકરીઓની સંખ્યા એટલી ઓછી છે કે દર ત્રણ છોકરામાંથી બેને જીવનસાથી મળવી મુશ્કેલ છે.
ઉત્તરાખંડના સીમાંત જિલ્લાઓ જેવા કે પિથોરાગઢ અને ચમ્પાવતમાં છોકરીઓની કમીના સમાચાર હંમેશા આવતા રહે છે. ત્યાંની સ્થિતિ એવી છે કે લોકો પોતાના દીકરાના લગ્ન માટે પાડોશી દેશ નેપાળ તરફ જઈ રહ્યા છે. પણ સરકારી ખાતાના તાજેતરના રિપોર્ટે રાજધાની દેહરાદૂનની જે તસવીર રજૂ કરી છે, તેણે સૌને ચોંકાવી દીધા છે. રિપોર્ટ અનુસાર, ૨૫થી ૩૪ વર્ષની ઉંમરના યુવાનોની વચ્ચે લિગાનુપાતનું ભારે અંતર જોવા મળી રહ્યું છે.
ગોત્ર શું છે? ગોત્રનો શાબ્દિક અર્થ વંશ અથવા કુળ છે. પ્રાચીન સમયમાં, ઋષિઓ અને સંતોના વંશજો ગોત્રોમાં વિભાજિત હતા. દરેક ગોત્રમાં એક મૂળ ઋષિ હોય છે જેનું નામ તે ગોત્રને ઓળખે છે. ઉદાહરણ તરીકે, કશ્યપ ગોત્ર, ભારદ્વાજ ગોત્ર, ગૌતમ ગોત્ર. એવું માનવામાં આવે છે કે એક જ ગોત્રના લોકો એક સામાન્ય પૂર્વજના વંશજ છે, અને તેથી તેમની વચ્ચે લોહીનો સંબંધ થાય છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દેહરાદૂનમાં યુવાનોના લગ્નમાં આવી રહેલી અડચણનું સૌથી મોટું કારણ જનસંખ્યાનું અસંતુલન છે. રિપોર્ટના આંકડા જણાવે છે કે ૨૫થી ૨૯ વર્ષમાં ૩૫,૦૦૦થી વધારે યુવક લગ્નની રાહ જોઈ રહ્યા છે, જ્યારે છોકરીઓની સંખ્યા ખાલી ૧૧,૮૩૬ છે. ૩૦થી ૩૪ વર્ષની ઉંમરવાળા અહીં ૧૦,૧૦૩ યુવકો છે અને છોકરીઓ ખાલી ૩૦૩૧ છે. જ્યારે ૩૫થી ૪૦+ની ઉંમરવાળા લગભગ ૭૦૨૫ યુવક એવા છે, જેમણે ૩૫ વર્ષની ઉંમર પાર કરી લીધી છે અને તેમાંથી ૩૨૮૧ તો ૪૦ની ઉંમરે પહોંચવા આવ્યા છે, પણ હજુ સુધી કુંવારા છે.
આ સમસ્યા ખાલી યુવાનો સુધી મર્યાદિત નથી. રિપોર્ટનું બીજું એક પાસું એ પણ છે કે દેહરાદૂનમાં મોટી સંખ્યામાં વૃદ્ધો એકલા જીવન જીવવા મજબૂર છે. આંકડા અનુસાર, રાજધાનીમાં ૬૦થી ૮૦ વર્ષની વચ્ચે ૫૭૧૪ પુરુષ એકલા રહે છે. આ ઉંમર વર્ગમાં એકલી રહેતી મહિલાની સંખ્યા ૨૯૬૮ છે. રિટાયરમેન્ટની ઉંમર વીતી ગયા બાદ પણ સાથી ન મળવું સામાજિક અને માનસિક સ્વાસ્થ્યની દ્રષ્ટિથી એક ગંભીર ચિતાનો વિષય બની જાય છે.
હવે આ મુદ્દા પર રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. ઉત્તરાખંડ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ગણેશ ગોદિયાલનું કહેવું છે કે તેની પાછળ ખાલી લિગાનુપાત જ નહીં પણ બેરોજગારી પણ એક મોટું કારણ છે. તેમણે કહ્યું કે, આજે પહાડના ગામડાઓમાં ૩૦-૩૫ વર્ષના યુવાનો કુંવારા બેઠા છે, કેમ કે તેમની પાસે સ્થાયી રોજગાર નથી. આવક વગર ઘર વસાવવું મુશ્કેલ છે. સરકાર સમાધાનની જગ્યાએ ખાલી પ્રચારમાં લાગેલી છે. તેમણે વચન આપ્યું છે કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો રોજગારના અવસર પેદા કરવો તેમની પ્રાથમિકતા હશે, જેથી દરેક યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત થઈ શકે.
પહાડોમાં હંમેશા એવી ચર્ચા થતી રહે છે કે છોકરીઓ લગ્ન માટે એવા છોકરાને પસંદ કરે છે, જેમની પાસે દેહરાદૂન અથવા હલ્દ્વાની જેવા શહેરોમાં પોતાનું ઘર અથવા જમીન હોય. લોકો તર્ક આપે છે કે છોકરીઓ પહાડોમાં રહેવા નથી માગતી. એટલા માટે લગ્ન નથી થતાં. જો કે સરકારી વિભાગના રિપોર્ટ આ વાતને ફગાવે છે. રિપોર્ટ સ્પષ્ટ કહે છે કે, અસલી સમસ્યા છોકરીઓની માગ નથી, પણ લિગાનુપાતમાં ભારે ઘટાડો છે. એટલે કે છોકરીઓની સંખ્યા છોકરાની તુલનામાં ખૂબ જ ઓછી છે. કેટલાય લોકોએ તો હવે જીવનસાથીની આશા પણ છોડી દીધી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
