<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

આ અમારો કરાર નથી, ઈરાન શરમજનક વર્તન બંધ કરે નહિતર સૈન્‍ય કાર્યવાહી માટે તૈયાર રહે

ટ્રમ્‍પની ઈરાનને અંતિમ ચેતવણી હોર્મુઝની ટોલ ટેક્‍સ નીતિ પર અમેરિકા લાલઘુમ : ઈરાનની જોહુકમીઃ હોર્મુઝ સ્‍ટ્રેટમાં ટેન્‍કરો પાસેથી ફી વસૂલાત અને સમુદ્રમાં બિછાવેલી લેન્‍ડમાઈન્‍સને કારણે યુદ્ધવિરામ ભંગના આક્ષેપ

તેહરાન, તા.૧૦: અમેરિકા અને ઈરાન વચ્‍ચે થયેલો યુદ્ધવિરામ કરાર અમલના ગણતરીના કલાકોમાં જ જોખમમાં મુકાયો છે. રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ઈરાન પર આકરા પ્રહારો કરતા જણાવ્‍યું છે કે હોર્મુઝ સ્‍ટ્રેટમાં તેલ ટેન્‍કરો પાસેથી ગેરકાયદેસર ફી વસૂલીને ઈરાન કરારની શરતોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ટ્રમ્‍પે સોશિયલ મીડિયા પર ઈરાનના આ વલણને અપમાનજનક ગણાવ્‍યું છે. વ્‍હાઇટ હાઉસના મતે, ઈરાની સેના જળમાર્ગ પર પોતાનું વર્ચસ્‍વ જાળવી રાખીને આંતરરાષ્‍ટ્રીય જહાજો પાસેથી વસૂલાત કરી રહી છે, જે અમેરિકાને કોઈ પણ સંજોગોમાં મંજૂર નથી.

બીજી તરફ, ઈરાનની સૈન્‍ય ગતિવિધિઓએ આખા વિશ્વના અર્થતંત્રમાં ફફડાટ ફેલાવ્‍યો છે. અહેવાલો મુજબ, ઈરાને હોર્મુઝ સ્‍ટ્રેટ જેવા વ્‍યૂહાત્‍મક માર્ગ પર લેન્‍ડમાઈન્‍સ બિછાવી દીધી છે, જે તેલ પરિવહન માટે અત્‍યંત જોખમી સાબિત થઈ શકે છે. ટ્રમ્‍પે સ્‍પષ્ટ ચેતવણી આપી છે કે જો ઈરાન પોતાની આ દબાણની રાજનીતિ અને લશ્‍કરી હસ્‍તક્ષેપ તાત્‍કાલિક બંધ નહીં કરે, તો યુએસ આર્મી અગાઉ કરતા પણ વધુ ભયાનક તાકાત સાથે ઈરાન પર હુમલો કરશે. આ સ્‍થિતિને કારણે તેલના ભાવમાં મોટો ઉછાળો આવવાની ભીતિ સેવાઈ રહી છે.

માત્ર જળમાર્ગ જ નહીં, પરંતુ ઈરાનનો યુરેનિયમનો ભંડાર અને તેની મિસાઈલ ક્ષમતા પણ હજુ વિવાદના કેન્‍દ્રમાં છે. યુદ્ધવિરામ છતાં ઈરાન દ્વારા પ્રાદેશિક સશષા પ્રોક્‍સીઓને અપાતો ટેકો અને પરમાણુ સંવર્ધનના પ્રશ્‍નો ઉકેલાયા નથી. અમેરિકા ઈચ્‍છે છે કે હોર્મુઝ સ્‍ટ્રેટમાં સામાન્‍ય ટ્રાફિક કોઈપણ અવરોધ કે ટેક્‍સ વગર ફરી શરૂ થાય, પરંતુ ઈરાન અત્‍યારે આંતરરાષ્‍ટ્રીય જળમાર્ગને હથિયાર તરીકે વાપરી રહ્યું હોય તેમ જણાય છે. આગામી દિવસોમાં જો ઈરાન નમતું નહીં જોખે, તો પヘમિ એશિયામાં ફરી એકવાર લોહિયાળ જંગ છેડાઈ શકે છે. 

(11:06 AM IST)