હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 10th April 2026
ચાંદીમાં 12000નો ઉછાળો
ચાંદી ૧ કિલોના ભાવ વધીને ર,૪પ,૦૦૦ થયાઃ સોનાના ભાવ સ્થીર

રાજકોટ, તા. ૧૦: બુલીયન માર્કેટમાં ગઇકાલે સોના-ચાંદીના ઘટયા બાદ આજે ચાંદીમાં ફરી તેજી જોવા મળી હતી અને ૧ર હજાર રૂપિયાનો ઉછાળો થયો હતો. જયારે સોનાના ભાવ સ્થીર રહયા હતા.
બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીના પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં ૧ર હજાર રૂપિયાનો ઉછાળો થયો હતો ગઇકાલે ચાંદી ૧ કિલોના ભાવ ર,૩૩,૦૦૦ હતા તે વધીને આજે ર,૪પ,૦૦૦ ભાવ થયા હતા. બે દિ' પુર્વે અમેરીકા અને ઇરાનના યુધ્ધ વિરામના પગલે ચાંદીમાં તેજીના પગલે ભાવ ર,પ૦,૦૦૦ થઇ ગયા હતા. ગઇકાલે ફરી ચાંદીના ભાવ ઘટયા હતા અને આજે ફરી ઉછાળો જોવા મળ્યો છે.
જો કે સોનાના ભાવમાં કોઇ વધઘટ ન હતી સોનુ ૧૦ ગ્રામના ભાવ ૧,પપ,૦૦૦ ની સપાટીએ સ્થીર રહયા હતા. (૬
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
