<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

મહાસત્તા અમેરિકાના અર્થતંત્રને લાગ્‍યું ‘યુદ્ધનું ગ્રહણ': ભારતનો ‘ગોલ્‍ડન પીરિયડ' શરૂ!

પશ્ચિમ એશિયાના રણમેદાનમાં ખેલાતા જંગે અમેરિકાની આર્થિક રફ્‌તાર પર લગાવી બ્રેકઃ સુપરપાવરને ઘૂંટણિયે લાવી દીધું : જ્‍યારે એશિયન ડેવલપમેન્‍ટ બેંકના આંકડાઓએ ભારતને વિશ્વના ગ્રોથ એન્‍જિન તરીકે સ્‍થાપિત કર્યુઃ ભારતના જીડીપી અંદાજમાં જંગી વધારો કરીને ૨૦૨૭ સુધીમાં ૭.૩% એ પહોચશે

નવી દિલ્‍હી, તા.૧૦: ઈરાન અને પヘમિ એશિયામાં ભભૂકી રહેલી યુદ્ધની જ્‍વાળાઓએ માત્ર સરહદો જ નહીં, પણ વિશ્વના આર્થિક નકશાને પણ હચમચાવી દીધો છે. એક સમયે અજેય ગણાતું અમેરિકાનું અર્થતંત્ર અત્‍યારે આ સંઘર્ષના બોજ તળે દબાઈને અપંગ જેવી સ્‍થિતિમાં આવી ગયું છે. ૨૦૨૫ના છેલ્લા ક્‍વાર્ટરમાં યુએસનો વિકાસ દર માત્ર ૦.૫% સુધી સીમિત રહી ગયો છે, જે વૈશ્વિક બજાર માટે ચિંતાનો વિષય છે. યુદ્ધના ખર્ચ અને તેલના અનિヘતિ ભાવોએ સુપરપાવરની તિજોરી પર ભારે દબાણ લાવ્‍યું છે, જેના કારણે અમેરિકાનો વાર્ષિક જીડીપી ગ્રોથ પણ ૨૦૨૪ના ૨.૮% થી ઘટીને ૨.૧% પર આવી ગયો છે.

બીજી તરફ, આ વૈશ્વિક અસ્‍થિરતા વચ્‍ચે ભારત એક સુરક્ષિત ટાપુ અને આર્થિક શક્‍તિ તરીકે ઉભરી રહ્યું છે. એશિયન ડેવલપમેન્‍ટ બેંક એ ભારતના વિકાસ દરના અંદાજમાં વધારો કરીને આખી દુનિયાને ચોંકાવી દીધી છે. નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે ભારતનો વિકાસ દર ૬.૯% અને ૨૦૨૭ માટે ૭.૩% રહેવાની આગાહી કરવામાં આવી છે. ભારતની આ મજબૂત સ્‍થિતિ પાછળનું મુખ્‍ય કારણ ડોમેસ્‍ટિક ડિમાન્‍ડ એટલે કે દેશની આંતરિક વપરાશ શક્‍તિ છે. જ્‍યારે દુનિયામાં પુરવઠા શળંખલાઓ ખોરવાઈ રહી છે, ત્‍યારે ભારતની મજબૂત સ્‍થાનિક માંગ, સરકારી માળખાગત ખર્ચ અને ટેરિફમાં મળેલી છૂટછાટો અર્થતંત્રને બુસ્‍ટર ડોઝ આપી રહી છે.

જોકે, આ તેજ રફ્‌તાર વચ્‍ચે સાવચેતીના સંકેતો પણ છે. ADB એ ચેતવણી આપી છે કે જો પヘમિ એશિયાનું યુદ્ધ લાંબું ચાલશે તો તેલના ભાવમાં ઉછાળો અને મોંઘવારી ભારત માટે પડકાર બની શકે છે. તેમ છતાં, યુરોપિયન યુનિયન સાથેના સંભવિત વેપાર કરારો અને ખાનગી ક્ષેત્રમાં વધી રહેલા રોકાણને જોતા નિષ્‍ણાતો માને છે કે ભારત આગામી દાયકા સુધી વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહેશે. ટૂંકમાં, જ્‍યાં અમેરિકા યુદ્ધના વાદળોમાં અટવાયું છે, ત્‍યાં ભારત આર્થિક પ્રગતિના નવા સૂર્યોદય તરફ આગળ વધી રહ્યું છે. 

(3:34 PM IST)