હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૬ મહિનામાં UCC અને બેરોજગારોને ભથ્થું, યુવાનોને દર મહિને રૂ.૩,૦૦૦
બંગાળમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોકઃ ‘ભરોસા પત્ર' જાહેર કર્યુ : મહિલાઓ માટે રોકડ સહાય અને ભ્રષ્ટાચાર પર ત્રણ શ્વેતપત્રો સાથે પરિવર્તનનો સંકલ્પ

કોલકાતા, તા.૧૦: પશ્ચિમ બંગાળના ચૂંટણી જંગમાં કેન્દ્રીય ગળહમંત્રી અમિત શાહે ભાજપનો ચૂંટણી ઢંઢેરો ‘ભરોસા પત્ર' જાહેર કરીને રાજકીય ગરમાવો વધારી દીધો છે. આ ઢંઢેરામાં સૌથી મોટો દાવ યુનિફોર્મ સિવિલ કોડ પર ખેલવામાં આવ્યો છે, જે સત્તામાં આવ્યાના માત્ર ૬ મહિનામાં જ લાગુ કરવાનું વચન અપાયું છે. અમિત શાહે સ્પષ્ટ કર્યું કે આ મેનિફેસ્ટો બંગાળના નાગરિકોને તળણમૂલ કોંગ્રેસના ભયના શાસન અને નિરાશામાંથી મુક્ત કરાવી નવી આશા આપનારો રોડમેપ છે.
આર્થિક મોરચે ભાજપે બેરોજગાર યુવાનો માટે રૂ.૩,૦૦૦ માસિક ભથ્થું અને એક કરોડ નવી નોકરીઓનું આકર્ષક વચન આપ્યું છે. મહિલા સશક્તિકરણ પર ભાર મૂકતા ગરીબ મહિલાઓના ખાતામાં દર મહિને રૂ.૩,૦૦૦ જમા કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત, સરકારી કર્મચારીઓ માટે ૪૫ દિવસમાં મોંઘવારી ભથ્થું સુનિヘતિ કરવાની ખાતરી આપીને ભાજપે મધ્યમ વર્ગ અને નોકરિયાત વર્ગને પોતાની તરફ વાળવાનો મોટો પ્રયાસ કર્યો છે.
શાસન વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે ભાજપે મમતા સરકારના કાર્યકાળ દરમિયાન થયેલા ભ્રષ્ટાચાર, રાજકીય હિંસા અને કાયદો-વ્યવસ્થાની કથળેલી સ્થિતિ પર ત્રણ અલગ-અલગ શ્વેતપત્રો બહાર પાડવાનું એલાન કર્યું છે. અમિત શાહે ચાર્જશીટ દ્વારા મમતા બેનર્જીના શાસનને બંગાળ માટે કાળી રાત ગણાવ્યું હતું. હવે જોવાનું એ રહેશે કે ભરોસા પત્રઁના આ મોટા વચનો બંગાળી મતદારોમાં ભાજપ પ્રત્યે કેટલો વિશ્વાસ જગાડી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
