હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પાકિસ્તાનની 'શાંતિ'ની માંગ પર કે. કવિતાના આકરા પ્રહાર: "આતંકના આશ્રયદાતાઓ માટે નોબેલની માંગ એ વિશ્વની સૌથી મોટી મજાક"
શાહબાઝ શરીફ અને . મુનીરને નોબેલ શાંતિ પુરસ્કાર અપાવવાના પાકિસ્તાની મનસૂબા સામે પૂર્વ સાંસદનો રોષ : કહ્યું- "જો આમને પુરસ્કાર મળશે, તો શું હવે હાફિઝ સઈદ અને મસૂદ અઝહરનો વારો છે?"

નવી દિલ્હી: પાકિસ્તાન પોતાની આર્થિક કંગાળી અને આંતરિક અસ્થિરતા વચ્ચે હવે આંતરરાષ્ટ્રીય મંચ પર હાસ્યાસ્પદ હરકતો કરી રહ્યું છે. પાકિસ્તાની નેશનલ એસેમ્બલી દ્વારા વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીરને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવાની હિલચાલ પર ભારત તરફથી તીખી પ્રતિક્રિયા આવી છે. પૂર્વ સાંસદ કે. કવિતાએ આ પગલાને આડે હાથ લેતા તેને આંતરરાષ્ટ્રીય સ્તરની 'ક્રૂર મજાક' ગણાવી છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે જે દેશ વર્ષોથી સરહદ પાર આતંકવાદ ફેલાવી રહ્યો છે અને જેના નેતાઓ હિંસાને પ્રોત્સાહન આપે છે, તેઓ કયા મોઢે શાંતિના સર્વોચ્ચ સન્માનની અપેક્ષા રાખી શકે?
કે. કવિતાએ કટાક્ષ કરતા જણાવ્યું કે પાકિસ્તાનનો આતંકવાદ પરનો રેકોર્ડ આખી દુનિયા જાણે છે. તેમણે કહ્યું, "પહેલા તેઓએ ડોનાલ્ડ ટ્રમ્પ માટે માંગ કરી હતી અને હવે પોતાના લશ્કરી અને રાજકીય નેતાઓ માટે ત્રણ-ત્રણ નોબેલ પુરસ્કારોની લ્હાણી કરવા માંગે છે. જો આ સિલસિલો ચાલુ રહ્યો, તો નવાઈ નહીં કે આગામી દિવસોમાં પાકિસ્તાન હાફિઝ સઈદ અને મસૂદ અઝહર જેવા માનવતાના દુશ્મનો માટે પણ શાંતિ પુરસ્કારની ભલામણ કરે." આ નિવેદન દ્વારા તેમણે પાકિસ્તાનની બેવડી નીતિ અને આંતરરાષ્ટ્રીય સન્માનોના દુરુપયોગના પ્રયાસને ખુલ્લો પાડ્યો છે.
આ ગંભીર મુદ્દે તેમણે માત્ર ભારત જ નહીં, પરંતુ વિશ્વભરમાં વસતા ભારતીયોને એક થવા હાકલ કરી છે. તેમણે અપીલ કરી છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાનના આ ઢોંગનો સખત વિરોધ થવો જોઈએ જેથી નોબેલ સમિતિ સુધી સાચો સંદેશ પહોંચે. કવિતાના મતે, આ માત્ર રાજકીય નિવેદન નથી પણ રાષ્ટ્રીય સુરક્ષા અને આત્મસન્માનની વાત છે. ભારત દાયકાઓથી જે દેશના આતંકવાદનો ભોગ બન્યું છે, તે દેશના નેતાઓને શાંતિદૂત તરીકે ચીતરવાના કોઈપણ પ્રયાસને જડબાતોડ જવાબ આપવો એ દરેક ભારતીયની ફરજ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
