News of Saturday, 11th April 2026
સુપ્રિમે પાસની અરજી ફગાવીઃ ૨૭% OBC અનામતની સાથે જ સ્થાનિક ચૂંટણીઓ યોજાશે
અરજદાર બાંભણિયાને હાઈકોર્ટના કેસમાં પક્ષકાર તરીકે જોડવાનો આદેશ

નવી દિલ્હી તા.૧૧: સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં ૨૭ ટકા ઓબીસી અનામત સાથે યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી સ્થગિત રાખવાનો ઈન્કાર કર્યો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ-PAASI આગેવાન દિનેશ બાંભણિયાએ વર્ષ ૨૦૧૦ના સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે, ૧૨ વર્ષે ગુજરાત સરકારે ૨૭મી ઓગસ્ટ ૨૦૨૩ના રોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગોના રાજકીય પ્રતિનિધિત્વ મુદ્દે જાહેર કરેલા ૨૭ ટકા ઓબીસી અનામતને સુપ્રીમ કોર્ટમાં પડકાયું હતું. જોકે, ત્યારબાદ
ગામ પંચાયતો અને નગરપાલિકાઓની એક વખત ચૂંટણી યોજાઈ ચૂકી છે. હાલમાં ગુજરાતમાં વ્યાપકપણે પાલિકા-પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ૨૭ ટકા ઓબીસી વર્ગ માટે બેઠકો અનામત છે. તેને સ્થગિત રાખીને પહેલાની જેમ ૧૦ ટકા ઓબીસી અનામત સાથે ચૂંટણીઓ યોજવાની માંગણી થઈ છે. પાસના દિનેશ બાંભણિયાએ રિટાયર્ડ ચીફ જાસ્ટિસ કલ્પેશ ઝવેરી કમિશને સરકારને સોંપેલા અહેવાલ અને સરકારે લાગુ કરેલા ૨૭ટકા અનામત મુદ્દે ન્યાયિક વાંધો ઉઠાવ્યો છે. આ સંદર્ભે તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી પરંતુ તેને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. શુક્રવારે સુપ્રીમ કોર્ટે પણ અરજી ફગાવીને ગુજરાત હાઈકોર્ટમાં ઓબીસી અનામત સંદર્ભે ચાલતા કેસમાં પક્ષકાર તરીકે જોડવા હુકમ કર્યો છે. તેમણે કરેલા દાવા મુજબ, સુપ્રીમે ગુજરાત હાઈકોર્ટમાં ચાલતા કેસમાં સત્વરે સુનાવણી કરવા અને તેનો આદેશ હાલમાં ચાલી રહેલી ચૂંટણી પરિણામોને અસરકર્તા રહેશે તેમ કહ્યું છે', સાથે જ પોતાને હાઈકોર્ટના કેસમાં પક્ષકાર તરીકે જોડયા છે. બાંભણિયાને પક્ષકાર તરીકે જોડવા સુપ્રીમે કહ્યું છે. આ પિટિશનમાં સુનાવણી આગામી ઓગસ્ટ મહિનામાં યોજાનાર હોવાનું પથુજી ઠાકોરે જણાવ્યું છે.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
