<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

ચૂંટણી ખેસની ચમકમાં છુપાયેલા શોષણનું સત્‍ય

ખેસમાં નેતાઓનો ગર્વ પણ શ્રમિકોના નસીબમાં તો એક ખેસ પર માત્ર ૧.૭૫ રૂપિયાનું ચિલ્‍લર : રાજકારણીઓના સફેદ પોશાકો પર શોભતો ખેસ માત્ર ટેક્‍સટાઈલ સિટીના અર્થતંત્રનો ભાગ નથી, પરંતુ રાજકારણની જેમ જ એ માનવશ્રમ અને અસમાનતાનું દર્પણ છે રંગબેરંગી ખેસ પાછળ છુપાયેલા પરિશ્રમને ઓળખવું અને તેમને યોગ્‍ય મુલ્‍ય મળે તેવી દરકાર કરવાનું સુઝી નથી રહ્યું : સિલ્‍ક સિટીના લીરાં ઊડાવતી આર્થિક અસમાનતામજૂરનો આવકમાં ભાગઃ ૧૦-૧૫ ટકા, પીસ રેટ : પ્રતિ ખેસ રૂ. ૨૦થી ૫૦, દૈનિક આવકઃ રૂ. ૨૫૦થી ૪૦૦, માસિક આવકઃ ૮થી ૧૧ હજાર, વચેટિયાઓનો ગાળોઃ ૩૦-૪૦ ટકા, વેપારી-રિટેલરનો નફોઃ ૪૦-૫૦ ટકા : પરસેવો પાડી ધાગા કટિંગનું કામ કરતા શ્રમિક, મલાઈ ખાય વચેટિયા

મુ઼બઇ તા.૧૧: ચૂંટણીનો માહોલ જામતા જ રાજકીય પક્ષોના પ્રચાર-પ્રસારની સામગ્રીનું બજાર ગરમાયું છે. પરંતુ આ ઝાકઝમાળની પાછળ શ્રમિકોના શોષણની કડવી વાસ્‍તવિકતા છૂપાયેલી છે. જે રાજકીય ખેસ પહેરીને નેતાઓ ગર્વથી ફરે છે. તે તૈયાર કરનારા ધાગા કટિગના શ્રમિકોનું રીતસરનું શોષણ થઈ રહ્યું હોવાની બૂમ ઉઠી છે. ૨૦૦૦ મીટરના તાકાાંથી હજારો ખેસ તૈયાર કરવા માટે રાત-દિવસ એક કરતા શ્રમિકોને મજૂરી પેટે માંડ કોઢ-પોણા બે રૂપરડી પધરાવી દેવામાં આવે છે. મોંઘવારીના આ જમાનામાં કલાકોની સખત મહેનત બાદ પણ શ્રમિકોના હાયમાં માત્ર 'ચિલ્‍લર' આવે છે. જેથી શ્રમિકો આર્થિક શોષણનો ભોગ બની રહ્યા હોવાની લાગણી અનુભવી રહ્યા છે.

ખેસ તૈયાર કરવાની પ્રક્રિયા અત્‍યંત જાટિલ છે. ૨૦૦૦ પીસના એક આખા તાકામાંથી જ્‍યારે કામ શરૂ થાય છે. ત્‍યારે એક પીસનું કટિગ અને તેના પર ૧૬ સિલ્‍વર ડાયમંડ જડવા માટે માત્ર ૭૫ પૈસાની મજૂરી અપાય છે. આટલેથી જ કામ પતતું નથી. ત્‍યારબાદ આવા બે અલગ-અલગ પીસને જોડીને એક આખી બેસ બનાવવાની સિલાઈ કરવાના બીજા ૨૫ પૈસા ઉમેરાય છે. આમ દીઢપી બે મીટરની એક ખેસ તૈયાર થાય છે, ત્‍યારે શ્રમિકોના નસીબમાં માંડ પોણા (રૂ. ૧.૭૫) રૂપરડી આવે છે. આヘર્યની વાત એ છે કે, આ કામ કોઈ એક વ્‍યક્‍તિ દ્વારા મિનિટોમાં થતું નથી. ૨૦૦૦ મીટરના તાકામાંથી ૧૦૦૦ જેટલી ખેસ બનાવવા માટે ૩થી ૪ લોકોને સતત ૩થી ૪ કલાક સુધી પરસેવો પાડવો પડે છે. ખેસના તાકા મોટા કારખાનેદાર પાસેથી નાના વેપારી પાસે જાય છે અને ત્‍યાંથી શેરી-મહોલ્‍લામાં ધાગા કટિગનું કામ કરતા અસંગઠિત શ્રમિકો સુધી પહોંચે છે. વચેટિયાઓ પોતાની મલાઈ કાપી લે છે અને છેલ્‍લે કામ કરનારને સાડી કે ડ્રેસમાં મળે છે. તેમ નજીવી રકમ અપાય છે. શ્રમિકોના જણાવ્‍યા અનુસાર, અત્‍યારની મોંઘવારી જોતા બેસદીઠ ઓછામાં ઓછી ૩.૫૦થી ૩.૭૫ રૂપિયા મજૂરી મળવી જોઈએ. જોક તેઓ વિરોધ કરે તો કામ છીનવાઈ જવાનો ડર રહે છે. જેથી ‘કોને ફરિયાદ કરીએ ?' તેવા આકંઠ સાથે શ્રમિકો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે જે મળે તેમાં સંતોષ માની મૂંગા મોઢે સહન કરતા રહે છે

(10:14 AM IST)