News of Saturday, 11th April 2026
અમેરિકા અને ઈરાન વચ્ચે થનારી હાઈલેવલ મીટિંગ પહેલા ખનીજતેલ ના ભાવમા મોટો ઘટાડો :; રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આકરી ચેતવણી અને હોર્મુઝ ખુલવાની આશાઓ વચ્ચે બજારમાં હલચલ તેજ
શાંતિની આશાએ આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો છેલ્લા 6 વર્ષના નીચલા સ્તરે પહોંચવાની તૈયારીમાં : વિશ્વનો 20% તેલ પુરવઠો આ માર્ગ પર નિર્ભર છે, જેની સુરક્ષા તેલના ભાવ નક્કી કરવામાં નિર્ણાયક

નવી દિલ્હી તા.૧૧ : અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને શાંતિની કોશિસોની સીધી અસર ગ્લોબલ ઓઈલ માર્કેટપર જોવા મળી છે. આજે શનિવારે બંને દેશોના પ્રતિનિધિઓની વચ્ચે ઈસ્લામાબાદ (Islamabad) માં મહત્ત્વની વાતચીત પહેલા ખનીજતેલની કિંમતોમાં ફરીથી કડાકો જોવા મળ્યો છે. બજારની આશા છે કે હોર્મુઝ ખાડી ખુલવાથી ખનીજતેલની સપ્લાઈ સુચારું થઈ જશે, જેનાથી કિંમતોમાં રાહત મળવાની સંભાવના છે.
Crude Oil ની કિંમતોમાં થયો મોટો ઘટાડો
શનિવારે સવારે આંતરરાષ્ટ્રીય બજારમાં WTI ક્રૂડ 2 ડોલરથી વધુના ઘટાડા સાથે 95.630 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું. તો બ્રેંટ ક્રૂડ (Brent Crude) પણ 0.72 ડોલર ઘટીને 95.200 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યું છે. તેના પહેલા જ્યારે રાષ્ટ્ર્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામનું એલાન કર્યું હતું, ત્યારે ઓઈલની કિંમતોમાં 16 ટકા સુધીનો ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો હતો, જે ગત 6 વર્ષમાં સૌથી નીચલા સ્તરે હતો.
આ પણ વાંચો: "વાટાઘાટો માટે જ જીવતા છોડયા છે" : પાકિસ્તાનમાં વાતચીત વચ્ચે Trump ની Iran ને ધમકી
Trump ની ધમકી અને શાંતિની આશા
વાતચીતના મેજ પર બેસતા પહેલા ટ્રમ્પે કડક વલણ અખત્યાર કર્યું છે. મહત્ત્વપૂર્ણ છે કે તેમણે ઈરાનને ચેતવણી આપતા કહ્યુ છે કે ઈરાન માત્ર વાતચીત માટે જીવતું છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે જો ઈરાન સમજૂતી નહીં કરે, તો અમેરિકા વધુ ઘાતક હથિયારોથી હુમલા શરૂ કરી દેશે. તેમણે આને ઈરામ માટે એક સુવર્ણ તક ગણાવી છે. આ વાકયુદ્ધ વચ્ચે દુનિયાની નજર શનિવારે યોજાઈ રહેલી શાંતિની વાટાઘાટો પર મંડાયેલી છે.
આ પણ વાંચો: "વાટાઘાટો માટે જ જીવતા છોડયા છે" : પાકિસ્તાનમાં વાતચીત વચ્ચે Trump ની Iran ને ધમકી
ભારત પર અસર અને Hormuz નું મહત્ત્વ
દુનિયામાં 20 ટકા જેટલી ખનીજતેલની સપ્લાઈ હોર્મુઝ સ્ટ્રેટથી થાય છે. જાણકારો મુજબ, જો વાતચીત સફળ નહીં થાય, તો હોર્મુઝનો માર્ગ બંધ થશે, તો ખનીજતેલની કિંમતો ફરીથી 100 ડોલરની ઉપર જઈ શકે છે.
ભારત પોતાની ખનીજતેલની જરૂરિયાતોના 85 ટકા આયાત કરે છે, તેવામાં વૈશ્વિક બજારમાં અસ્થિરતાની સીધી અસર ભારત (India) માં પેટ્રોલ-ડીઝલ ની કિંમતો અને જનતાના ખિસ્સા પર પડશે.
(5:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
