<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

ધરતી છોડીને આપણા માટે ગીતોનું સ્વર્ગ મૂકી ગયા આશા ભોંસલે

ઓ સાથી રે... તેરે બિના ભી ક્યા જીના...... : આશાજીએ પરિવારની ઇચ્‍છા વિરુદ્ધ લતાજીના પી.એ. ગણપતરાવ ભોંસલે સાથે લગ્ન કર્યા હતા. પતિના પરિવારના ખરાબ વર્તનને કારણે તેણીને બે બાળકો અને ત્રીજા ગર્ભમા રહેલ બાળક (આનંદ) સાથે ઘર છોડવું પડ્‍યું. *લતા મંગેશકરે તેમની સાથેના બધા સંબંધો તોડી નાખ્‍યા હતા અને લગ્ન પછી ઘણા વર્ષો સુધી તેમની બોલવાનું પણ બંધ કરી દીધુ હતું.! *આશા ભોંસલેની એક સમસ્‍યા ‘મરાઠી-મિશ્રિત હિન્‍દી' અને ઉચ્‍ચારણની હતી. લતાજીએ જેટલી મહેનત કરી હતી તેટલી તેણીએ ઉર્દૂ સુધારવા માટે મહેનત કરી ન હતી. *રસોઇના શોખીન આશાજીની ‘આશા'સ નામની રેસ્‍ટોરન્‍ટ્‍સની ચેઈન દુબઈ, કુવૈત અને બર્મિગહામ જેવા શહેરોમાં ખૂબ પ્રખ્‍યાત છે. *બોલિવૂડમાં પણ અનેક કલાકારો તેમના હાથના ‘કઢાઈ ગોશ્‍ત' અને ‘બિરયાની' ના દીવાના છે. *અશાજી લતા મંગેશકર અને ગુલામ અલી જેવા ગાયકોની મિમિક્રી અદભૂત કરતા. *આશાજીએ ૭૯ વર્ષની ઉંમરે ફિલ્‍મ ‘માઈ' (૨૦૧૩) થી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો, જ્‍યાં તેમણે અલ્‍ઝાઈમરના દર્દીની ભૂમિકા ભજવી હતી. *આશાજી માટે ગુજરાત માત્ર એક રાજ્‍ય નહોતું, પણ તેમનું મોસાળ હતું. *તેણીએ ઓસ્‍ટ્રેલિયન ક્રિકેટર બ્રેટ લી સાથે યુ આર ધ વન ફોર મી ગીત પણ ગાયું હતું. આ ગીત આઇસીસી ચેમ્‍પિયન્‍સ ટ્રોફી દરમિયાન ખૂબ જ લોકપ્રિય થયું હતું. *આશાજીએ આશંકા વ્‍યક્‍ત કરી હતી કે AI સંગીતની સર્જનાત્‍મકતાને અવરોધી શકે છે અને ઉભરતી પ્રતિભા માટે ખતરો ઉભો કરી શકે છે. તેમણે કહેલું કે AI સાધનોથી ગાયકની ઓળખનું શોષણ થાય છે.

રાજકોટ, તા. ૧૩: શરીર જાય છે, પણ કેટલાક અવાજો કાયમ કાયમ અપણી સાથે રહે છે. ‘નયે દૌર' થી 'તીસરી મંઝિલ', ‘હરે રામા હરે કૃષ્‍ણ' થી ‘ઉમરાવ જાન' અને ‘ઇજાઝત' થી ‘રંગીલા'... સમય બદલાયો, દ્રશ્‍યો બદલાયા, પેઢીઓ બદલાઈ, પડદા પર નાયિકાઓ બદલાઈ પણ આશા ભોંસલેનો અવાજ હંમેશા યુવાન રહ્યો. પરંતુ જ્‍યારે તેના અવાજની રમતિયાળતા અને તેના ખુશમિજાજ ગીતો વિશે વાત કરવામાં આવે છે ત્‍યારે તેના લાંબા અને મુશ્‍કેલ સંઘર્ષનો ઉલ્‍લેખ ઓછો થાય છે. આશાજી વિશે કે તેમના જીવન વિશે લગભગ તેમના ચાહકો અને તેમના વિશે ઓછુ જાણતા લોકોને પણ ખબર હશેજ. આશાજીએ ગાયેલા ગીતો, તેમણે કરેલ સંઘર્ષ અને તેમના જીવનના પાસાઓથી મોટા ભાગે લોકો પરિચિત છેજ પણ તેમના જીવનના કેટલાક એવા પણ કિસ્‍સાઓ અને પાસાઓ છે જેનો બહુ ઓછા લોકોને ખ્‍યાલ હશે. હવે આશા ભોંસલે આપણી વચ્‍ચે નથી પણ તેમનો અવાજ સદાય હ્રદયસ્‍થ છે અને રહેશે.

આશા ભોંસલેએ ૧૯૪૮ માં હિન્‍દી ફિલ્‍મ પ્‍લેબેક કારકિર્દીની શરૂઆત માત્ર ૧૫ વર્ષની ઉંમરે કરી હતી. લોકપ્રિય માન્‍યતાથી વિપરીત તેમનું પહેલું ગીત વસંત દેસાઈ દ્વારા રચિત ફિલ્‍મ 'અંધો કી દુનિયા' માટે ત્રિપુટી હતું. આ ફિલ્‍મ જાન્‍યુઆરી ૧૯૪૮માં રિલીઝ થઈ હતી જ્‍યારે ‘ચુનરિયા' નવેમ્‍બર ૧૯૪૮માં રિલીઝ થઈ હતી. જેનાથી તેમનું વાસ્‍તવિક ડેબ્‍યૂ થયું હતું. બંને ગીતો ત્રિપુટી હતા. કદાચ તેમની હાજરીની નોંધ લેવામાં આવી ન હતી. બંને ગીતો હાલમાં યુટ્‍યુબ પર ઉપલબ્‍ધ નથી. પછીના વર્ષે તેમણે તેમના પરિવારની ઇચ્‍છા વિરુદ્ધ લતાજીના પી.એ. ગણપતરાવ ભોંસલે સાથે લગ્ન કર્યા હતા. એવું કહેવાય છે કે લતા મંગેશકરે તેમની સાથેના બધા સંબંધો તોડી નાખ્‍યા હતા અને લગ્ન પછી ઘણા વર્ષો સુધી તેમની બોલવાનું પણ બંધ કરી દીધુ હતું! કમનસીબે આશા ભોંસલેનું લગ્નજીવન સુખી નહોતું અને તેમને પ્‍લેબેક સિગિગ દ્વારા પોતાનું ગુજરાન ચલાવવું પડ્‍યું. તેણીનું પહેલું લગ્ન સફળ ન રહ્યું અને તેના પતિના પરિવારના ખરાબ વર્તનને કારણે, તેણીને બે બાળકો અને ત્રીજા ગર્ભમા રહેલ બાળક (આનંદ) સાથે ઘર છોડવું પડ્‍યું. શરૂઆતના સમયગાળામાં તેમણે તેમના માર્ગમાં આવતા બધા ગીતો સ્‍વીકાર્યા. મોટાભાગના ગીતો નર્તકો અને અન્‍ય સહાયક પાત્રો પર ચિત્રિત કરવામાં આવતા હતા. ફિલ્‍મો ઓછા બજેટ અથવા બી અને સી ગ્રેડની હતી. છતાં ધીમે ધીમે પરંતુ ચોક્કસ રીતે પોતાની ગાવાની શૈલી વિકસાવી અને શરૂઆતના સ્‍તરના સંગીતકારો માટે ગાવાનું શરૂ કર્યું. શંકર જયકિશન અને એસડી બર્મનથી લઈને નૌશાદ અને સી રામચંદ્ર સુધી આશાજીએ તમામ અગ્રણી સંગીતકારોના શિબિરમાં પ્રવેશ કર્યો.

 ૫૦ ના દાયકાના અંતમાં એક ખાસ સમયગાળા દરમિયાન તેમની કારકિર્દી ઉંચાઇ પર આવી. ૧૯૫૭-૫૮ દરમિયાનની તેમની કારકિર્દી પર પ્રકાશ પાડવા માંગુ છું. ત્‍યારે શરૂઆતના સંગીતકારો માટે પ્રથમ પસંદગી તેઓ બન્‍યા હતા તેના અનેક કારણો હોઈ શકે છે! પરંતુ તે સમયગાળા દરમિયાન તેમણે ગાયેલા ગીતોએ તેમની વૈવિધ્‍યતા દર્શાવી હતી અને મોટાભાગના ગીતો એ-ગ્રેડ ફિલ્‍મોના હતા. તેનાથી તેમની કારકિર્દીને ઘણી હદ સુધી વેગ મળ્‍યો હશે. તે સમયગાળા દરમિયાન લતા મંગેશકર અને એસડી બર્મન વચ્‍ચે ગેરસમજ અથવા મતભેદોને કારણે જોડાણ તૂટ્‍યું. આશા ભોંસલે ૧૯૫૨ માં રિલીઝ થયેલી ફિલ્‍મ લાલ કુંવરમાં તેમની સંગીત ટીમમાં હતા. બીજા વર્ષે તેમણે ફિલ્‍મ અરમાનમાં તેમના માટે ગાયું હતું. લતા મંગેશકરના ફિલ્‍મમાં કોઈ ગીત નહોતા. ત્‍યારબાદની મોટાભાગની ફિલ્‍મોમાં આશા ભોંસલે ગૌણ સ્‍થાને હતા. પરંતુ ૧૯૫૭-૫૮માં પરિસ્‍થિતિ બદલાઈ ગઈ. પેઇંગ ગેસ્‍ટ (૧૯૫૭) માં બે ગીતો અને મિસ ઇન્‍ડિયા (૧૯૫૭) માં ત્રણ ગીતો સિવાય લતા મંગેશકર બર્મન દાની ટીમમાંથી ગાયબ થઈ ગયા. ફરી એકવાર સિતારોં સે આગે (૧૯૫૮) માં ફક્‍ત બે ગીતો અને બસ... આશા ભોંસલેએ સંપૂર્ણપણે કબજો જમાવી લીધો અને થોડા વર્ષો માટે બર્મન દાનો મુખ્‍ય ષી અવાજ બની ગયા. એવું કહેવાય છે કે તેઓ ગીતા દત્ત વિશે વિચારી રહ્યા હતા પરંતુ તેમની વ્‍યક્‍તિગત સમસ્‍યાઓને કારણે તે રિહર્સલ માટે ઉપલબ્‍ધ ન હતા અને તેમણે આશા ભોંસલેનું નામ સૂચવ્‍યું અને તેમણે બધા ગીતો આશા ભોંસલેને આપવાનો સમજદારીભર્યો નિર્ણય લીધો અને ગીતા દત્તને ગૌણ ભૂમિકામાં ઉતારી દેવામાં આવ્‍યા. જ્‍યારે મતભેદો દૂર થયા ત્‍યારે ૧૯૬૨માં લતા મંગેશકર તેમની ટીમમાં પાછા આવ્‍યા અને કમનસીબે આશા ભોંસલે ફરી એકવાર બીજા સ્‍થાને ધકેલાઈ ગયા. પરંતુ તે ૪ થી ૫ વર્ષ દરમિયાન આશા ભોંસલેએ એસડી બર્મન માટે જાદુ સર્જ્‍યો જેના કારણે લતાજીની ગેરહાજરી છતાં એસડી બર્મન લોકપ્રિય અને હિટ ગીતો રચી શક્‍યા. ઘણા સંગીતકારો વિવિધ કારણોસર લતા મંગેશકર સાથે ગયા પછી લોકપ્રિય ગીતો બનાવી શક્‍યા નહીં. બર્મન દા એક અપવાદ હતા. અને અલબત્ત, આશા ભોંસલેને તેમની અપેક્ષાઓ પૂર્ણ કરવા બદલ સમાન શ્રેય આપવો જોઈએ.

 આશા ભોંસલેની એક સમસ્‍યા મરાઠી-મિશ્રિત હિન્‍દી અને ઉચ્‍ચારણની હતી. લતાજીએ જેટલી મહેનત કરી હતી તેટલી તેણીએ ઉર્દૂ સુધારવા માટે મહેનત કરી ન હતી. વધુમાં આશાજીનું અંગત અને લગ્ન જીવન પણ ઉતાર-ચઢાવ અને મુશ્‍કેલીઓથી ભરેલું હતું. આશાજીના કરિયરને શરૂઆતની તાકાત બિમલ રોયની પરિણીતા (૧૯૫૩) અને રાજ કપૂરની બૂટ પોલિશ (૧૯૫૪) ના ગીતોથી મળી. પરંતુ તેમના જીવનમાં એક મોટો વળાંક ત્‍યારે આવ્‍યો જ્‍યારે તેઓ સંગીતકાર ઓ.પી. નૈયરને મળ્‍યા જેમને વિશ્વાસ હતો કે તેઓ લતાજી વિના પણ સુપરહિટ સંગીત બનાવી શકે છે. નય્‍યરની શરૂઆતની પસંદગી ગીતા દત્ત હતા પરંતુ ફિલ્‍મ સી.આઈ.ડી. પછી આશા ભોંસલેને તેમના સંગીતમાં સ્‍થાન મળ્‍યું. તેમણે આશાના નીચલા સ્‍વરની ઊંડાઈને ઓળખી અને નયા દૌર (૧૯૫૭) સાથે ઇતિહાસ રચ્‍યો. ઉડે જબ જબ ઝુલ્‍ફેન તેરી અને માંગ કે સાથ તુમ્‍હારા જેવા ગીતોએ આશાજીને પહેલીવાર મુખ્‍ય અભિનેત્રીનો અવાજ આપ્‍યો અને તેમને મોટા બીઆર ચોપરા કેમ્‍પનો ભાગ બનાવ્‍યા. એસ.ડી. બર્મન, કિશોર કુમાર, આશા ભોંસલે અને ગીતકાર મજરૂહ સુલતાનપુરીની ચોકડીએ રોમેન્‍ટિક અને રમતિયાળ ગીતોનો એક નવો યુગ શરૂ કર્યો. આશા ભોંસલે વિશે કેટલીક અજાણી વાતો પણ જાણવા જેવી છે. આશા ભોંસલે એટલે કે આપણી લાડકી ‘આશાતાઈ'. તેમના અવાજમાં જેટલી વિવિધતા હતી એટલી જ રસપ્રદ તેમની જીવન સફર પણ રહી. લતા મંગેશકરના નાના બહેન હોવા છતાં તેમણે પોતાની એક અલગ જ ઓળખ બનાવી. ?વર્ષ ૨૦૧૧ માં ગિનિસ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડ્‍સ દ્વારા આશા ભોંસલેને સત્તાવાર રીતે સંગીતના ઈતિહાસમાં સૌથી વધુ ગીતો રેકોર્ડ કરનાર કલાકાર તરીકે માન્‍યતા આપવામાં આવી હતી. તેમણે ૨૦ થી વધુ ભારતીય ભાષાઓમાં ૧૧,૦૦૦ થી વધુ ગીતો ગાયા છે.? કરિયરની શરૂઆતમાં આશાજીને એવા ગીતો જ મળતા જે લતા મંગેશકર નકારતા અથવા જે ગીતો બીજા દરજ્‍જાના માનવામાં આવતા. પરંતુ તેમણે હાર માનવાને બદલે પોતાના અવાજમાં 'વર્સેટિલિટી' (વિવિધતા) લાવી અને ઓ.પી. નય્‍યર તથા આર.ડી. બર્મન જેવા સંગીતકારો સાથે મળીને કેબરે, ગઝલ અને પોપ ગીતોને એક નવી ઊંચાઈ આપી. ?ખૂબ ઓછા લોકો જાણે છે કે આશાજી ગીતોની જેમ રસોઈના પણ શોખીન હતા. જો તેઓ ગાયિકા ન હોત તો કદાચ એક મોટા શેફ હોત. તેમની પોતાની ‘આશા'સ' નામની રેસ્‍ટોરન્‍ટ્‍સની ચેઈન દુબઈ, કુવૈત અને બર્મિગહામ જેવા શહેરોમાં ખૂબ પ્રખ્‍યાત છે. બોલિવૂડમાં પણ અનેક કલાકારો તેમના હાથના ‘કઢાઈ ગોશ્‍ત' અને ‘બિરયાની' ના દીવાના છે. આશાજી માત્ર ભારતમાં જ નહીં, વિદેશમાં પણ જાણીતા છે. જાણીતી બ્રિટિશ બેન્‍ડ ‘કોર્નશોપ' એ ૧૯૯૭ માં તેમના માનમાં ‘બ્રિમફુલ ઓફ આશા' નામનું ગીત રિલીઝ કર્યું હતું, જે તે સમયે ઈન્‍ટરનેશનલ ચાર્ટ્‍સમાં ટોપ પર રહ્યું હતું. આ સિવાય તેમણે માઈકલ સ્‍ટેઈપ અને બોય જ્‍યોર્જ જેવા આંતરરાષ્ટ્રીય કલાકારો સાથે પણ કામ કર્યું છે. જ્‍યારે સંગીતકાર ખય્‍યામે તેમને ફિલ્‍મ ‘ઉમરાવ જાન' માટે ગઝલો ગાવા કહ્યું, ત્‍યારે તેમણે આશાજીને તેમની રેગ્‍યુલર પિચ કરતા એક નોટ નીચે લોઅર સ્‍કેલ ગાવા માટે સમજાવ્‍યા હતા. આશાજી પહેલા ગભરાયા હતા પણ જ્‍યારે ‘દિલ ચીઝ ક્‍યા હૈ' રેકોર્ડ થયું ત્‍યારે તે ઈતિહાસ બની ગયું અને તેમને નેશનલ એવોર્ડ મળ્‍યો. આશા ભોંસલે સ્‍ટેજ પર માત્ર ગાતા નહોતા પરંતુ તે અદભૂત મિમિક્રી પણ કરતા. તેઓ લતા મંગેશકર અને ગુલામ અલી જેવા ગાયકોની નકલ બહુ સરસ રીતે ઉતારી શકતા, જે તેમના રમૂજી સ્‍વભાવનો પરિચય આપે છે. આશા ભોસલેને હૃદય રોગનો હુમલો આવ્‍યો અને તેમનું અવસાન થયું બાણું વર્ષે પણ છેલ્‍લે સુધી તેમણે કામ કર્યું, સ્‍ટેજ શો પણ કર્યા.

 એસ. ડી. બર્મન સાથે કામ કરતી વખતે આશાજી તેમના પુત્ર આર. ડી. બર્મન (પંચમ) ને મળ્‍યા. એક તરફ 'ઓ મેરે સોના રે' ની રોમેન્‍ટિક મીઠાશ હતી, અને બીજી તરફ ‘ઓ હસીના ઝુલ્‍ફોં વાલી' ની તોફાની લય હતી, જેમાં આશાના સૂરોમાં તેના શ્વાસ પરના જાદુઈ નિયંત્રણે બધાને આヘર્યચકિત કરી દીધા હતા. બંને એકમેકના થયા. પંચમદાનું દ્રષ્ટિકોણ ફક્‍ત ઘોંઘાટ પૂરતું મર્યાદિત નહોતું તેણે આશાજીના અવાજના વિશાળતાને પણ ઓળખી લીધો જે અત્‍યાર સુધી દુનિયા દ્વારા સાંભળવામાં આવ્‍યો ન હતો. ખાસ કરીને 'મેરા કુછ સમાન' માં, આશાએ જે આધ્‍યાત્‍મિકતા સાથે ગદ્ય જેવી કવિતા કોઈપણ નિヘતિ લય વિના ગાયી હતી તેને હજુ પણ ગાયનની શાળા માનવામાં આવે છે. બહુ ઓછા લોકો જાણે છે કે આશાજીએ ૭૯ વર્ષની ઉંમરે ફિલ્‍મ ‘માઈ' (૨૦૧૩) થી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો, જ્‍યાં તેમણે અલ્‍ઝાઈમરના દર્દીની ભૂમિકા ભજવી હતી.

બહુ ઓછા લોકો જાણે છે કે આશા ભોસલે અને લતા મંગેશકરના માતા શેવંતીબેન (લગ્ન પછી સુધામતી) મૂળ ગુજરાતી પરિવારના હતા. આશાજીના નાના શેઠ હરિદાસ રામદાસ લાડ એક પ્રતિષ્ઠિત ગુજરાતી વેપારી અને બોમ્‍બે પ્રેસિડેન્‍સી વખતના થાલનેરના (હવે ઉત્તરપヘમિ મહારાષ્ટ્રમાં) જમીનદાર હતા. આ જ કારણ છે કે આશાજીના ઉચ્‍ચારણમાં જે ગુજરાતી લહેકો અને મીઠાશ હતી તે તેમને વારસામાં મળી હતી. બાળપણમાં તેમણે તેમની નાની અને મામા પાસેથી ગુજરાતી લોકગીતો અને હાલરડાં સાંભળ્‍યા અને શીખ્‍યા હતા. ગુજરાતી સુગમ સંગીત અને ફિલ્‍મોમાં આશાજીનો પ્રવેશ સંગીતકાર અવિનાશ વ્‍યાસ દ્વારા થયો હતો. અવિનાશભાઈ અને આશાજીની જોડીએ ગુજરાતી સંગીતને સુવર્ણકાળ આપ્‍યો. ‘માડી તારું કંકુ ખર્યું' હોય કે ‘છાનું રે છપનું', આ જોડીએ એક પછી એક હિટ ગીતોની હારમાળા સર્જી હતી. આશાજી અવિનાશભાઈને હંમેશા મોટાભાઈનું સન્‍માન આપતા. આશાજી ગર્વથી કહેતા કે તેમને ગુજરાતી સંસ્‍કૃતિ અને ખાણી-પીણી ખૂબ જ પ્રિય છે. મુંબઈમાં રહેતા હોવા છતાં તેમના ઘરે અવારનવાર ગુજરાતી વાનગીઓ બનતી. તેઓ જ્‍યારે પણ ગુજરાતમાં કાર્યક્રમ માટે આવતા ત્‍યારે ચાહકો સાથે ગુજરાતીમાં વાત કરવાનો આગ્રહ રાખતા અને ગુજરાતીઓની મહેમાનગતિના હંમેશા વખાણ કરતા. ગુજરાતનો પ્રાણ ગરબા છે, અને આશાજીએ તેને નવો આયામ આપ્‍યો. છેલાજી રે, મારે હાટું પાટણથી પટોળાં મોઘા લાવજો.., એકે લાલ દરવાજે તંબુ તોણીયા રે લોલ..સોના વાટકડી રે.., તારા ફળીયામાં પગ નહીં મેલુ..., ક્‍યાં રમી આવ્‍યા રાસ...જેવા ગરબા આજે પણ નવરાત્રીના ગ્રાઉન્‍ડ પર ગુંજે ત્‍યારે ખબર પડે છે કે આશાજીએ ગુજરાતી લોકસંગીતને કેટલું જીવંત રાખ્‍યું છે. આશાજી માટે ગુજરાત માત્ર એક રાજ્‍ય નહોતું, પણ તેમનું મોસાળ હતું. તેમણે અનેક સામાજિક કાર્યક્રમો અને ચેરિટી શો દ્વારા ગુજરાતની જનતા સાથે સીધો સંવાદ સાધ્‍યો હતો.

 કહેવાય છે કે, આશા ભોંસલેએ માત્ર ૧૦ વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું. ૧૯૪૩ માં તેમણે ફિલ્‍મ માઝા બાલ માટે મરાઠી ગીત ચલા ચલા નવ બાલા રેકોર્ડ કર્યું. તેમના પિતાના મૃત્‍યુ પછી તેમણે તેમના પરિવારને ટેકો આપવા માટે તેમની મોટી બહેન લતા મંગેશકર સાથે ગાવાનું શરૂ કર્યું. તેણીએ ઓસ્‍ટ્રેલિયન ક્રિકેટર બ્રેટ લી સાથે યુ આર ધ વન ફોર મી ગીત પણ ગાયું હતું. આ ગીત આઇસીસી ચેમ્‍પિયન્‍સ ટ્રોફી દરમિયાન ખૂબ જ લોકપ્રિય થયું હતું. તેમને ૨૦૦૦માં દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્‍યો હતો. ૨૦૦૮માં તેમને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્‍યા હતા. તેમનું મીણનું પૂતળું લંડનના મેડમ તુસાદ મ્‍યુઝિયમમાં સ્‍થાપિત છે. આ પ્રતિમા મ્‍યુઝિક ઝોનમાં સ્‍થિત છે જ્‍યાં ઘણી અગ્રણી આંતરરાષ્ટ્રીય હસ્‍તીઓ હાજર છે. તેને બનાવવા માટે ૧૫૦ થી વધુ માપ અને ફોટોગ્રાફસનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો. એક વખત આશા ભોંસલેને કિશોર કુમાર સાથે રેકોર્ડિગ સ્‍ટુડિયોમાંથી કાઢી મૂકવામાં આવ્‍યા હતા કારણ કે તેમનો અવાજ ખરાબ હતો. તે ૧૯૪૭ ની વાત છે. આશાજી રાજ કપૂર અને નરગીસ અભિનીત ફિલ્‍મ જાન પહેચાન માટે ગીત રેકોર્ડ કરવા કિશોર કુમાર સાથે ફેમસ સ્‍ટુડિયોમાં ગયા હતા. ફિલ્‍મના સંગીત નિર્દેશક ખેમચંદ પ્રકાશ હતા. તે સમયે સ્‍ટુડિયોમાં કોઈ ખાસ સુવિધાઓ નહોતી. ફક્‍ત એક જ માઇક્રોફોન હતો, અને ગાયકોએ તેની સામે ઊભા રહીને ગાવાનું હતું. આશાજી અને કિશોર દાએ ગાવાનું શરૂ કર્યું કે તરત જ રેકોર્ડિસ્‍ટ રોબિન ચેટર્જીએ સંગીત નિર્દેશક ખેમચંદ્રને બંગાળીમાં કહ્યું, આ બંને માઇક્રોફોન પર સારા નથી લાગતા. બીજા ગાયકને લાવો. નજીકમાં ઊભેલા કિશોર દાને આ વાતનો અહેસાસ થયો. તેમણે આશાને કહ્યું કે કંઈક ખોટું છે. તેમનું ગાવાનું બંધ કરી દેવામાં આવ્‍યું, અને થોડી વાર પછી, તેમને ત્‍યાંથી જવાનું કહેવામાં આવ્‍યું. રાતના ૨ વાગ્‍યા હતા. આ અપમાનથી બંને ખૂબ જ દુઃખી હતા.

 અત્‍યારની એઆઇ ટેક્રોલોજી વિશે આશાજીએ આશંકા વ્‍યક્‍ત કરી હતી કે AI સંગીતની સર્જનાત્‍મકતાને અવરોધી શકે છે અને ઉભરતી પ્રતિભા માટે ખતરો ઉભો કરી શકે છે. તેઓ પોતાના અવાજ અને છબીની નકલ કરવા માટે AI ના અનધિકૃત ઉપયોગ અંગે ચિંતિત હતા અને વોઇસ ક્‍લોનિગની આસપાસના નૈતિક મુદ્દાઓ પર પ્રકાશ પાડતા હતા. તેમના અવાજ, વ્‍યક્‍તિત્‍વ અને સમાનતાને તેમની સંમતિ વિના ઉપયોગમાં લેવાથી બચાવવા માટે કાનૂની કાર્યવાહીની માંગ કરી હતી, આખરે વ્‍યાપારી શોષણ અટકાવવા માટે AI પ્‍લેટફોર્મ અને ઓનલાઈન બજારો સામે રક્ષણ મેળવ્‍યું હતુ. આશાજીએ કહેલું કે, AI સાધનો સેલિબ્રિટીના અવાજના અનધિકૃત હેરફેરને સરળ બનાવે છે જે વ્‍યક્‍તિત્‍વના અધિકારોનું ઉલ્‍લંઘન કરે છે જેનાથી ગાયકની ઓળખનું શોષણ થાય છે.

સુપ્રસિદ્ધ ગાયિકા અને કરોડો દિલો પર રાજ કરનાર આશા ભોસલેએ ૯૨ વર્ષની જ્‍યારે અંતિમ શ્વાસ લીધા છે ત્‍યારે તેમના નિધનના સમાચારથી માત્ર ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રી જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્‍યું છે. સાત દાયકાથી વધુ સમય સુધી પોતાની મધુર અને દમદાર ગાયકીથી સંગીત પ્રેમીઓને ઘેલા કરનાર આશાતાઈનો અવાજ આજે હંમેશ માટે શાંત થઈ ગયો છે. આ અવાજને એટલુંજ કહેવું રહ્યું કે.. અભિ ન જાઓ છોડ કર કે દિલ અભિ ભરા નહીં...

 

આ....આ...આજા... ગીત માટે ૫૦૦ રૂપિયાની શરત લાગી અને...!

આ ગીત પાછળની એક નાનકડી કહાણી એક વાર ષણ્‍મુખાનંદ હોલમાં ‘લવ યુ પંચમ'ના કાર્યક્રમમાં આશા ભોસલેના મોઢે લોકોને સાંભળવા મળી હતી. આજા આજામાં રફીસા'બ અને એમણે પોતે આ...આ... આજા ગાતી વખતે શ્રવાસ પરની પક્કડ દેખાડવાની હતી. ગીતના રેકોર્ડિગના આગલા અઠવાડિયાથી આશાજી નર્વસ હતા. એ ૧૯૬૫-૬૬નો જમાનો હતો. બેઉ બહેનો પેડર રોડ પર મહાલક્ષ્મીના મંદિરની ડાયગ્નોલી અપોઝિટ આવેલા, આપણા સૌના માટે સરસ્‍વતી મંદિરસમા ‘પ્રભુ કુંજ' બિલ્‍ડિંગના પહેલા માળે રહે. એ વખતે આશાજી હજુ ઓ.પી. નૈય્‍યર સાથે રહેવા માટે નેપિયન્‍સી રોડ પરના ‘મીરામાર' બિલ્‍ડિંગમાં શિફટ નહોતા થયા. આશાજી નર્વસ થઈને આ રૂમમાંથી પેલા રૂમમાં આંટાફેરા કરતા હતા. દીદી (લતા મંગેશકર) એ પૂછ્‍યું શું થયું, આશા? આટલી નર્વસ કેમ છે? તેમણે કહ્યું, આ ગીતમાં હું અને રફી'સાબ ગાવાના છીએ. શરત લાગી છે કે કોણ વધારે સારું ગાશે. નસિર હુસૈનએ રફી સાહેબ પર પાંચસો રૂપિયા લગાવ્‍યા છે અને પંચમદાને એમ છે કે હું સારું ગાઈશ એટલે એણે મારા પર ૫૦૦ની બેટ લગાવી છે... આ સાંભળીને દીદીએ કહેલું, તું ભૂલી ગઈ છે કે તું ભોસલે બની તે પહેલાં મંગેશકર હતી! જા, સારું જ ગાવાની છે તું... અને ગીત રેકોર્ડિગ થયું. સૌએ કહ્યું કે આશાજીએ વધારે સારું ગાયું.' આ કિસ્‍સો કહેવામાં આશાજીની કોઈ આપવડાઈ નહોતી કે નહોતો રફીસા'બને ઉતારી પાડવાનો કોઈ આશય. આજે પણ તમે આ ગીત સાંભળો તો ‘આ... આ... આજા'ના રેન્‍ડિશનમાં રફી-આશા વચ્‍ચેનો ભેદ તમને ઊડીને કાને વળગે છે. બે ‘આ...'ની વચ્‍ચેનો આશાજીનો શ્વાસ આ ફરકને ખુલ્‍લો પાડે છે. યુ ટ્‍યુબ પર જોઈ લેજો...

 આર.ડી. બર્મને આશાજીને જ્‍યારે સાવરણી ભેટમાં આપી...!

પ્રખ્‍યાત ગાયિકા આશા ભોંસલે અને સુપ્રસિદ્ધ સંગીતકાર આર.ડી. બર્મનની પ્રેમકથા એક કાલાતીત ગાથા છે. બર્મનના પ્રેમને સ્‍વીકારવાથી લઈને પરંપરાગત પતિ તરીકે સમાજની અપેક્ષાઓ પર ખરા ઉતરવાની તેમની અસમર્થતા સાથે સમાધાન કરવા સુધીની ભોંસલેની સફર તેમના ઊંડા બંધનનો પુરાવો છે. એક મુલાકાતમાં આશાજીએ એક માધ્‍યમને જણાવેલ કે, એક છોકરાએ મારો ઓટોગ્રાફ માંગ્‍યો અને કહ્યું કે તેણે રેડિયો પર મારું મરાઠી થિયેટર સંગીત સાંભળ્‍યું છે. તે છોકરો એટલે પંચમદા. જેમ જેમ તેમની મિત્રતા ગાઢ થતી ગઈ, તેમ તેમ આશાજીએ જોયું કે બર્મને કોલકાતાની કોલેજ છોડી દીધી છે. પોતાના ભવિષ્‍યની ચિતામાં, આશાજીએ તેને ગ્રેજ્‍યુએશન પૂર્ણ કરવા માટે પ્રોત્‍સાહિત કર્યા, જેના કારણે રેકોર્ડિગ સત્ર દરમિયાન થોડી વાર ઝઘડો થયો હતો. જોકે બર્મને ૧૯૬૬માં રીટા પટેલ સાથે લગ્ન કર્યા હતા પરંતુ તેમના લગ્ન ૧૯૭૧માં સમાપ્ત થયા. તેમણે ૧૯૮૦માં આશા ભોંસલે સાથે લગ્ન કર્યા. આશાજીએ એક ઘટનાનું વર્ણન કર્યું જેમાં પંચમદાએ તેમને એક લપેટેલું સાવરણી અને ગુલાબ ભેટમાં આપ્‍યું હતું. તેણીએ કહ્યું કે તેમની બુદ્ધિ અને મિમિક્રી માટેની પ્રતિભાએ પણ તેમના પર કાયમી છાપ છોડી હતી.

આ છે આશાતાઇનો પરિવાર...

આશા ભોંસલેનો જન્‍મ ૦૮ સપ્‍ટેમ્‍બર, ૧૯૩૩ના રોજ સાંગલી મહારાષ્ટ્ર, ભારતમાં થયો હતો. તેણીના પિતા દીનાનાથ મંગેશકર, શાષીય ગાયક અને થિયેટર અભિનેતા હતા. તેની માતા શેવંતી મંગેશકર હતા. તેઓ તે લતા મંગેશકર, મીના ખડીકર, ઉષા મંગેશકર અને હૃદયનાથ મંગેશકરના બહેન હતા. તેણીના લગ્ન ગણપતરાવ ભોસલે અને બાદમાં આરડી બર્મન સાથે થયા હતા. તેણીને ત્રણ બાળકો છે હેમંત ભોસલે, વર્ષા ભોસલે અને આનંદ ભોસલે. આશા ભોસલે અને ગણપતરાવ ભોંસલેની પુત્રી વર્ષા ભોસલે (૧૯૫૬-૨૦૧૨) પ્રતિભાશાળી કટારલેખક, પત્રકાર અને ગાયિકા હતી. તેણીએ જાણીતા પ્રકાશનો માટે કામ કર્યું હતું પરંતુ તેમનું જીવન છૂટાછેડા અને ગંભીર હતાશાથી ભરેલું હતું. જેના પરિણામે વર્ષાએ ૮ ઓક્‍ટોબર, ૨૦૧૨ ના રોજ ૫૬ વર્ષની વયે આત્‍મહત્‍યા કરી હતી. જ્‍યારે આશા ભોંસલેના પુત્રો, હેમંત ભોંસલે (એક સંગીતકાર, જેનું ૨૦૧૫માં અવસાન થયું) અને આનંદ ભોંસલે (જેઓ તેમની કારકિર્દીનું સંચાલન કરે છે) તેમની પુત્રી વર્ષા સાથે તેમના જીવનમાં મુખ્‍ય વ્‍યક્‍તિઓ હતા. હેમંતનો જન્‍મ ૧૯૪૯ માં થયો હતો. તેઓ એક સંગીતકાર હતા જેમણે થોડા સમય માટે ઉદ્યોગમાં કામ કર્યું હતું. તેઓ ભૂતપૂર્વ પાઇલટ હતા અને દામાદ અને અનપઢ જેવી ફિલ્‍મો માટે સંગીત આપવા માટે જાણીતા છે. તેમનું ૨૦૧૫ માં કેન્‍સરથી અવસાન થયું.

 નાનો પુત્ર આનંદ ભોંસલે તેની માતાના વ્‍યવસાયિક બાબતો, કારકિર્દી અને મીડિયા હાજરીનું સક્રિયપણે સંચાલન કરતા. તેણીના સ્‍વાસ્‍થ્‍ય સંબંધિત અહેવાલોમાં ઘણીવાર તેનો ઉલ્‍લેખ કરવામાં આવે છે અને તેણીના વ્‍યાવસાયિક જીવનમાં સક્રિય રીતે સામેલ છે. જ્‍યારે આશા ભોંસલેની પૌત્રી, ઝાનઈ ભોંસલે ગાયિકા, ઉદ્યોગસાહસિક અને ઉભરતી અભિનેત્રી તરીકે સંગીતના વારસાને સક્રિય રીતે આગળ ધપાવી રહી છે. તે આનંદ ભોંસલેની પુત્રી છે. તે એક શાષીય રીતે તાલીમ પામેલી ગાયિકા અને કથક નૃત્‍યાંગના છે. એજ રીતે કૌટુંબિક પહેલમાં ઉલ્‍લેખિત અન્‍ય એક પૌત્ર ચિન્‍ટુ ભોંસલે છે. તે લોકપ્રિય સંગીત જૂથ 'બેન્‍ડ ઓફ બોયઝ' ના ગાયક છે અને મુંબઈના ખાર ખાતે બોમ્‍બે ટાઇમ્‍સ માટે પોઝ આપે છે.

(11:00 AM IST)