તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
જીવન રહ્યું સંઘર્ષમય પરંતુ મહેનત અને ઈચ્છાશક્તિએ તેમને દેશના સૌથી ઊંચા પદ સુધી પહોંચાડયા
રાજકોટના અતિથી બનતા રાષ્ટ્રપતિ દ્રોૈપદી મુર્મૂજી : નગરપાલિકાના કોર્પોરેટર થી રાષ્ટ્રપતિ પદ સુધીની સફરઃ રાષ્ટ્રપતિ બન્યા બાદ કર્યા લીધા દેશહિતના નિર્ણયોઃ મહિલા આરક્ષણ બિલને મંજૂરી, નવા સંસદ ભવનના ઉદઘાટનમાં થયા સહભાગી, વિવિધ બિલોને મંજૂરી, દયા અરજી પર લીધા નિર્ણય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કર્યું પ્રતિનિધિત્વઃ દ્રૌપદી મુર્મુજીના ગુજરાત પ્રવાસ મુખ્યત્વે વિકાસ, શિક્ષણ અને રાષ્ટ્રીય એકતા પર રહયો કેન્દ્રિત

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મૂ જી આજે ફરી રાજકોટ ના અતિથી બની રહ્યા છે, Aimes ખાતે પહેલા દીક્ષાંત સમારોહ માં હાજર રહી ૪૯ વિદ્યાર્થીઓને એમબીબીએસ ની ડિગ્રી આપશે.
આ વેળા આવો આપણે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ વિશે જોઈએ તો ૨૦ જૂન ૧૯૫૮ ના રોજ મયુરભંજ ખાતે જન્મ , પિતાનું નામ બીરાંચી નારાયણ ટુડુ અને માતાનું નામ સિંગો ટુડુ તેઓ સંથાલ આદિવાસી પરિવારમાંથી આવે છે, તેમણે રામા દેવી વિમેન્સ કોલેજ માંથી બીએ સુધી અભ્યાસ કર્યો, ગરીબ અને સામાન્ય પરિવારમાં જન્મ ગામડામાં ઉછેર થયો, બાળપણમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો સીમિત સાધનો હોવા છતાં શિક્ષણ પ્રત્યે લગાવ રાખ્યો, બાળપણથી જ મહેનતુ અને સંઘર્ષશીલ સ્વભાવ, પ્રારંભિક કારકિર્દીમાં તેમણે શિક્ષિકા તરીકે કામ કર્યું, અને આગળ જતા સામાજિક સેવા સાથે જોડાયા.
હવે જો માનનીય દ્રોપદી મૂર્મુજીની રાજકીય કારકીર્દી વિશે જોઈએ તો તેઓ ૧૯૯૭માં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા, આગળ વધીને ઓડિશાના રાય રંગપુર નગરપાલિકા માં કાઉન્સિલર બન્યા, ત્યાર બાદ વિધાનસભ્ય બન્યા, ઓડિશા ના રાયરંગપુરમાં થી બે વખત MLA ધારાસભ્ય તરીકે ચૂંટાયા, વર્ષ ૨૦૦૦ થી ૨૦૦૪ ઓડિશા સરકારમાં મંત્રી તરીકે સેવા આપી અને
* પરિવહન (Transport)
* વાણિજ્ય (Commerce)
* પશુપાલન અને માછીમારી
જેવા અગત્યના વિભાગો સંભાળ્યા એટલુ જ નહીં પક્ષમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા સંભાળી,આદિવાસી વિસ્તારોમાં પાર્ટી મજબૂત બનાવવામાં મોટું યોગદાન આપ્યું, ત્યાર બાદ વર્ષ ૨૦૧૫થી ૨૦૨૧ સુધી તેવો ઝારખંડના રાજ્યપાલ તરીકે સેવા આપી,ઝારખંડના પ્રથમ મહિલા રાજ્યપાલ બન્યા.
જ્યારે ૨૫ મી જુલાઈ ૨૦૨૨ ના રોજ ભારત ના ૧૫ માં રાષ્ટ્રપતિ બન્યા, તેમણે પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બની ઇતિહાસ રચ્યો, અને દેશ ની બીજા મહિલા રાષ્ટ્રપતિ ( પ્રતિભા પાટિલ જી પછી ) બન્યા.
રાષ્ટ્રપતિ તરીકે સિદ્ધિ જોઈએ તો દેશના સૌથી ઊંચા પદ સુધી પહોંચનાર સામાન્ય પરિવાર માંથી આવતા મહિલા, મહિલાઓ અને આદિવાસી સમાજ માટે પ્રેરણારૂપ, તેઓ ના વ્યક્તિગત જીવન માં ઘણી મુશ્કેલીઓ આવી, પતિ અને બે પુત્રોના અવસાન છતાં તેમણે હિંમતથી જીવન આગળ વધાર્યું, અને એટલે જ દ્રૌપદી મુર્મુજીનું જીવન સંઘર્ષ અને સફળતાનો અનેરું ઉદાહરણ છે, તેઓ ભારતના તંત્રમાં સમાનતાનો સંદેશ આપે છે.
દ્રોપદી મૂર્મુજી રાષ્ટ્રપતિ બન્યા બાદ લીધેલા અગત્ય ના નિર્ણયો વિશે જોઈએ તો, ‘‘મહિલા આરક્ષણ બિલને મંજૂરી'' તેમણે નારી શક્તિ વંદન અધિનિયમ ને મંજૂરી આપી, લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને ૩૩ ટકા આરક્ષણનો માર્ગ ખુલ્લો કર્યો.
‘‘નવા સંસદ ભવનના ઉદ્ધાટનમાં સહભાગી'' નવા સંસદ ભવન શરૂ થવા સમયે મહત્વપૂર્ણ સંવિધાનિક ભૂમિકા નિભાવી, લોકશાહી પ્રણાલી મજબૂત કરવાની દિશામાં સહકાર આપ્યો.
‘‘વિવિધ બિલોને મંજૂરી'' સરકાર દ્વારા પસાર કરાયેલા અનેક મહત્વપૂર્ણ બિલોને મંજૂરી આપી, તેમાં આર્થિક અને સામાજિક સુધારાના કાયદાઓ સામેલ હતા.
‘‘દયા અરજી '' પર નિર્ણય લઈને,કેટલાક કેદીઓ ની દયા અરજીઓ પર સંવિધાનિક અધિકારનો ઉપયોગ કરી, ઘટતું કર્યું.
‘‘રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ'' વિવિધ દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું એટલું જ નહીં ભારતના સંબંધો ને મજબૂત બનાવ્યા.
રાષ્ટ્રપતિ બન્યા પછી તેઓ એ અનેક દેશોની મુલાકાત લીધી છે, જેમાં વર્ષ ૨૦૨૨માં સપ્ટેમ્બર ૨૦૨૨, ૧.યુનાઇટેડ કિંગડમ, રાણી એલિઝાબેથ બીજા ના અંતિમ સંસ્કારમાં હાજરી, વર્ષ ૨૦૨૩ માં, જૂન ૨૦૨૩, ૨. સુરીનામ, ૩. સર્બિયા, પ્રથમ સ્ટેટ મુલાકાત, વર્ષ ૨૦૨૪ માં, એપ્રિલ ૨૦૨૪, ૪. પોર્ટુગલ, ૫. સ્લોવાકિયા, ઓગસ્ટ ૨૦૨૪, ૬. અલ્જીરિયા, ૭. મોરિટાનિયા, ૮. માલાવી, સપ્ટેમ્બર ૨૦૨૪, ૯. વેટિકન સિટી, ૨૦૨૫, શરૂઆત ૨૦૨૫ અંદાજિત, અંગોલા, ૧૧. બોટ્સવાના આમ લગભગ ૧૧ થી વધુ દેશોની સત્તાવાર મુલાકાત લીધી, આ ઉપરાંત નાના કે અન્ય કાર્યક્રમો માં હાજરી આપી હતી, જ્યારે રાષ્ટ્રપતિ તરીકે તેઓ એ ભારતના વિવિધ રાજ્યો માં પણ પ્રવાસ કર્યા છે જેમાં ઉત્તર-પૂર્વના રાજ્ય .. આસામ, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કીમ, ઓડિશા, ઉપરાંત કર્ણાટક, ઉત્તર પ્રદેશ જેમ વળંદાવન ની ધાર્મિક મુલાકાત નો સમાવેશ થાય છે તેમજ કેરાલા જ્યાં મંદિર અને નૌકાદળ કાર્યક્રમો માં હાજર રહ્યા હતા આ પ્રવાસોમાં તેઓ વિકાસ પ્રોજેક્ટ, સંસ્કળતિ અને ધાર્મિક કાર્યક્રમોમાં જોડાયા હતા.
તેમના પ્રવાસના મુખ્ય ઉદેશ્ય હોય છે ભારતના વિદેશી સંબંધો મજબૂત બનાવવા, ભારતીય સંસ્કળતિનો પ્રચાર કરવો,વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરવું અને ભારતીય સમુદાય સાથે જોડાવું, એક વાકય માં કહીએતો દ્રૌપદી મુર્મુજીના પ્રવાસો ભારતની રાજનૈતિક, સાંસ્કળતિક અને વૈશ્વિક ઓળખ વધારવામાં મહત્વપૂર્ણ છે.
રાષ્ટ્રપતિ બન્યા પછી દ્રૌપદી મુર્મુજીએ અનેક વખત ગુજરાત ની મુલાકાત પણ લીધી છે, જેમાં ગાંધીનગર પ્રવાસ દરમ્યાન તેવો અહીં વિવિધ સરકારી અને શૈક્ષણિક કાર્યક્રમોમાં હાજરી આપી, વિકાસ અને શિક્ષણ સંબંધિત કાર્યક્રમોનું ઉદ્ધાટન કર્યું હતું, તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાત લઈ રાષ્ટ્રીય એકતા અને વિકાસનો સંદેશ આપ્યો, શિક્ષણ અને યુનિવર્સિટી ના કાર્યક્રમો, વિવિધ યુનિવર્સિટીના સમારંભોમાં હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રેરણા આપી અને શિક્ષણનું મહત્વ સમજાવ્યું, તેમજ સાંસ્કળતિક કાર્યક્રમો, ગુજરાતની સંસ્કળતિ અને પરંપરા સાથે જોડાયેલા કાર્યક્રમોમાં ભાગ લીધો, સ્થાનિક કલાકારો અને પરંપરાઓને પ્રોત્સાહન આપ્યું, થોડા સમય પહેલા જ ૯ મી ઓક્ટોબર ૨૦૨૫ના રોજ તેઓ ગુજરાતના ૩ દિવસના પ્રવાસ દરમિયાન રાજકોટ આવ્યા હતા, અહીં થી તેમણે આગળ સોમનાથ મંદિર અને ગીર વિસ્તારની મુલાકાત લીધી હતી , અને હવે આજે એટલે કે ૧૩ મી એપ્રિલ ૨૦૨૬ ના રોજ AIIMS રાજકોટના પ્રથમ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે, તેમજ વિદ્યાર્થીઓને ડિગ્રી અને મેડલ ટૂંકમાં દ્રૌપદી મુર્મુ જીના ગુજરાત પ્રવાસ મુખ્યત્વે વિકાસ, શિક્ષણ અને રાષ્ટ્રીય એકતા પર કેન્દ્રિત રહ્યો છે, અને તેમણે ગુજરાતના લોકો સાથે સીધો સંપર્ક પણ સાધ્યો છે.
તેઓ આધ્યાત્મિક જીવનમાં વિશ્વાસ રાખે છે, મોટા પદ પર હોવા છતાં પોતાના ગામ સાથે જોડાયેલા રહે છે, ગ્રામ વિકાસ માટે ખાસ ધ્યાન આપે છે, શાંતિપ્રિય અને નમ્ર સ્વભાવ તેઓ ખૂબ શાંત અને વિનમ્ર સ્વભાવ ધરાવે છે વિવાદોથી દૂર રહે છે,આદિવાસી સંસ્કળતિ પર ગર્વ, તેઓ પોતાની સંથાલ સંસ્કળતિ પર ગર્વ અનુભવે છે પરંપરા અને સંસ્કળતિને પ્રોત્સાહન આપે છે.
દ્રૌપદી મુર્મુ માત્ર એક રાજનેતા નહીં,પણ સંઘર્ષ, સાદગી અને પ્રેરણાનું પ્રતિક છે. કહેવાય છે કે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુજીને પુસ્તક વાંચનનો ખુબ જ શોખ છે, ખાસ કરીને આધ્યાત્મિક અને પ્રેરણાદાયક પુસ્તકો વાંચે છે, તેમજ તેઓ, આધ્યાત્મિકતા પ્રવળત્તિઓમાં પણ રસ ધરાવે છે, ધ્યાન અને યોગમાં પણ જોડાયેલા રહે છે, તેમને પ્રકળતિ અને શાંતિપૂર્ણ વાતાવરણ ગમે છે, ગામડાં અને કુદરત સાથે સમય પસાર કરવો વધુ પસંદ છે, તેમણે, શિક્ષિકા તરીકે કામ કર્યું હોવાથી, વિદ્યાર્થીઓ સાથે જોડાવું અને શિક્ષણ ક્ષેત્રમાં રસ રાખે છે, આ ઉપરાંત સામાજિક સેવા અને લોકોની મદદ કરવી તેમને ગમે છે, ખાસ કરીને આદિવાસી સમાજ માટે કાર્યઆમ સરળ અને સહજ એવા આપણા રાષ્ટ્રપતિ શ્રી દ્રોપદી મૂર્મુજી આજે આપણા રાજકોટના અતિથી બની રહ્યા છે ત્યારે, આપણા રાજકોટ વાસી ઓ તેમને સાચા દિલ થી આવકારી રહ્યા છે.... Welcome...(૪









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
