<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

આયુષ્‍યમાન વય વંદના યોજના હેઠળ દેશમાં ૯૬ લાખથી વધુ કાર્ડ વિતરણ

રાજયસભામાં ડો. જશવંતસિંહ પરમારના પ્રશ્નનો જવાબ આપતા મંત્રી

રાજકોટ, તા. રાજયસભાના સભ્‍ય ડો. જશવંતસિંહ પરમાર દ્વારા નવી દિલ્‍હી ખાતે રાજયસભામાં પછાયેલા પ્રશ્‍નના લેખિત જવાબમાં કેન્‍દ્રીય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી પ્રતાપરાવ જાદવ દ્વારા આયુષ્‍યમાન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્‍ય યોજના હેઠળ ચાલી રહેલી આયુષ્‍માન વય વંદના યોજનાની વિગતવાર માહિતી રજુ કરવામાં આવી હતી.

ઓકટોબર ર૦ર૪ માં યોજનાઓ વિસ્‍તાર કરીને ૭૦ વર્ષ કે તેથી વધુ વયના વરિષ્‍ઠ નાગરિકોને આયુષ્‍યમાન વયવંદના દ્વારા સામાજિક -આર્થિક સ્‍થિતિની પરવા કર્યા વગર આવરી લેવામાં આવ્‍યા છે. આ પહેલનો હેતુ વરિષ્‍ઠ નાગરિકોને ગુણવત્તાયુકત અને નાણાંકીય સુરક્ષા સાથેની આરોગ્‍ય સેવાઓ પુરી પાડવાનો છે. ભારત સરકાર દ્વાર આપવામાં આવેલી માહિતી અનુસાર, ૩૧ ડિસેમ્‍બર ર૦રપ સુધીમાં દેશભરમાં કુલ ૯૬.૭૩ લાખતી વધુ આષ્‍યુમાન વય વંદના કાર્ડ જારી કરવામાં આવ્‍યા છે.

યોજનાના લાભોના ઉપયોગ અંગે માહિતી આપતા જણાવાયું છે કે અત્‍યાર સુધી ધુલ ૧૦.૩૩ લાખ હોસ્‍પીટલ દાખલઓ મંજુર કરવામાં આવ્‍યા છે. અને કુલ રૂા. ર,૧પ૪.૩૭ કરોડનો ખર્ચ નોંધાયો છે.

સત્તાવાર આંકડાઓ મુજબ, મહિલાઓ માટે ૩.૯૩ લાખ દાખલાઓ (રૂા. ૮ર૦.૪ર કરોડ) અને પુરૂષો માટે ૬.૪૦ લાખ દાખલાઓ (રૂ. ૧,૩૩૩.૯૪ કરોડ) નોંધાયા છે.

આ ઉપરાંત, દેશભરમાં કુલ ૩૩,ર૭૦ હોસ્‍પિટલો યોજનામાં જોડાયેલ છે, જેમાં ૧૭,પ૩૭ સરકારી હોસ્‍પિટલો અને ૧પ,૭૩૩ ખાનગી હોસ્‍પિટલોનો સમાવેશ થાય છે. આયુષ્‍માન વય વંદના કાર્ડ ધરાવતા લાભાર્થીઓ આ તમામ હોસ્‍પિટલો ખાતે કેશલેસ સારવાર મેળવી શકે છે. તેમ જશવંતસિંહ પરમાર જણાવે છે. 

(3:50 PM IST)