હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગૃહિણીથી ઉદ્યોગ-સાહસિક સુધીની સફર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કર્યો મહિલા ઉત્થાનનો રોડમેપ
નવી યોજનાઓથી નારી શક્તિનો ઉદય, ₹10 હજારથી ₹2 લાખ સુધીની સહાય, લખપતિ દીદી અભિયાનને મળશે વેગ

નવી દિલ્હી તા.૧૩ : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે "ગૃહિણીથી ઉદ્યોગ-સાહસિક" સુધીની સફરને વેગ આપતો વ્યાપક રોડમેપ જાહેર કર્યો છે. બિહારમાં મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના લોન્ચ કરતા પીએમ મોદીએ જણાવ્યું કે આ યોજના હેઠળ દરેક પરિવારમાં ઓછામાં ઓછી એક મહિલાને લાભ મળશે. શરૂઆતમાં ₹10,000 ની આર્થિક મદદ મળશે અને ઉદ્યોગની સફળતાના આધારે ₹2 લાખ સુધીની સહાય આપવામાં આવશે. મહિલાઓ કરિયાણા, વાસણ, કોસ્મેટિક્સ, રમકડાં, સ્ટેશનરીની દુકાનોથી લઈને પશુપાલન, મરઘાંપાલન જેવા વ્યવસાયો શરૂ કરી શકશે, જેના માટે સરકાર દ્વારા જરૂરી તાલીમ પણ આપવામાં આવશે.
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાથી કેન્દ્ર સરકારના લખપતિ દીદી અભિયાનને વધુ મજબૂતી મળશે. કેન્દ્ર સરકારે દેશભરમાં 3 કરોડ લખપતિ દીદી બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જેમાંથી 2 કરોડથી વધુ મહિલાઓ પહેલેથી જ આ સીમાચિહ્ન હાંસલ કરી ચૂકી છે. બિહારમાં હાલ 11 લાખ સ્વ-સહાય જૂથો કાર્યરત છે અને જીવિકા નિધિ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની તાકાતને આ યોજના સાથે જોડવામાં આવશે. આ ઉપરાંત મુદ્રા યોજના હેઠળ મહિલા ઉદ્યોગસાહસિકોને ₹10 લાખ સુધીની કોલેટરલ-ફ્રી લોન અને વ્યાજદરમાં છૂટ, મહિલા ઉદ્યમ નિધિ યોજના હેઠળ પ્રોજેક્ટ ખર્ચના 25% સુધી લોન તેમજ PMEGP યોજના હેઠળ મહિલાઓને 35% સુધી સબસિડી મળવાપાત્ર છે. પીએમ મોદીએ કહ્યું કે જે ગતિએ કામ ચાલી રહ્યું છે તે જોતા બિહારમાં સૌથી વધુ લખપતિ દીદી હશે એ દિવસ દૂર નથી. ગૃહિણીના હાથમાં જ્યારે ઉદ્યોગની ધુરા આવે ત્યારે માત્ર કુટુંબ નહીં, સમાજ અને દેશની તસવીર બદલાય છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
