<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

કે. સી. વેણુગોપાલને અલકા લાંબાના 'બૉયફ્રેન્ડ' ગણાવીને હઝીના સૈયદએ સનસનાટી ફેલાવી

તમિલનાડુ મહિલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ હઝીના સૈયદે ચેતવણી આપી કે તેમની પાસે કાયદાકીય પ્રમાણ ઉપલબ્ધ છે અને આ અવૈદ્ય નાણાંકીય લેણદેણ તથા સદસ્યતા સાથે જોડાયેલા કથિત ગોટાળાને લઈને એફઆઈઆર કરાવી શકે

તમિલનાડુ મહિલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ હઝીના સૈયદ અને અખિલ ભારતીય મહિલા કોંગ્રેસ અધ્યક્ષ અલકા લાંબા વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. હઝીના સૈયદે અલકા લાંબા પર નાણાકીય ગેરરીતિ અને ઉત્પીડનનો આરોપ લગાવતા રાજીનામું આપ્યું છે. આ દરમિયાન તેમણે કે. સી. વેણુગોપાલને અલકા લાંબાના 'બોયફ્રેન્ડ' ગણાવીને ગંભીર વ્યક્તિગત આક્ષેપો કર્યા છે, જેનાથી કોંગ્રેસમાં આંતરિક ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે.

 કૉંગ્રેસના વરિષ્ઠ નેતા કે. સી. વેણુગોપાલ  મોટાભાગે કોઈને કોઈ વિવાદને લઈને ચર્ચામાં બનેલા હોય છે. તાજેતરનો મામલો તમિલનાડુ કૉંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિવાદમાં સામે આવ્યો છે. આ વખતે વિવાદમાં કેન્દ્રમાં અખિલ ભારતીય મહિલા કૉંગ્રેસના અધ્યક્ષ અલકા લાંબા અને તમિલનાડુ મહિલા કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ હઝીના સૈયદ વચ્ચેના ટકરાવને કારણે સપાટી પર આવ્યો છે. બંને વચ્ચેના આરોપ-પ્રત્યારોપથી માત્ર કોંગ્રેસ જ નહીં, પણ સમગ્ર રાજકીય વર્તુળોમાં હલચલ મચી છે.

 

આખો મામલો 10 એપ્રિલે એ સમયે શરૂ થયો , જ્યારે અલકા લાંબાએ હઝીના સૈયદને તાત્કાલિક અસરથી પાર્ટીમાંથી બરતરફ કરવાનો આદેશ આપ્યો. પત્રમાં હઝીના સૈયદ પર પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ થવાનો આરોપ લગાવવામાં આવ્યો અને તેને સંગઠનની શિસ્ત વ્યવસ્થા જાળવી રાખવા માટે જરૂરી પગલું ગણાવવામાં આવ્યું. પરંતુ આ કાર્યવાહીના કેટલાક કલાકોમાં જ ઘટનાક્રમે નાટકીય વળાંક લીધો.

હઝીના સૈયદે સામે આવીને દાવો કર્યો કે તે પહેલા જ તે દિવસે બપોરે એક વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં પોતાના પદ પરથી રાજીનામું આપી ચુક્યા હતા. તેવામાં બરતરફીનો આદેશ માત્ર બિનજરૂરી નથી, પણ અપમાનજનક પણ છે.

 

હઝીના સૈયદે બાદમાં તીખા અંદાજમાં પ્રતિક્રિયા આપતા જે દાવા કર્યા તેનાથી વિવાદ વધુ ઘેરો બન્યો છે.

અલકા લાંબા પર હઝીના સૈયદે સીધો આરોપ લગાવ્યો કે મહિલા કૉંગ્રેસની અંદર તેમને સતત હેરાન કરાતા હતા. તેમણે દાવો કર્યો કે સદસ્યતાના નામે નાણાંની વસૂલી થાય છે અને પદાધિકારીઓની સાથે અપમાનજનક વ્યવહાર કરાય છે. પોતાના આરોપોને મજબૂત કરવા માટે સૈયદે દસ્તાવેજ પણ શેયર કર્યા, જેમાં એક ઈમેલ પણ સામેલ છે. આ ઈમેલમાં તેમણે અલકા લાંબા પર ગંભીર નાણાંકીય અનિયમિતતા અને વ્યક્તિગત આચરણને લઈને આરોપો લગાવ્યા છે.

તેમણે સવાલ ઉઠાવ્યો કે સદસ્યતાથી મળનારા નાણાંનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે અને શું સંગઠનના ખાતાઓનું યોગ્ય રીતે ઓડિટ થાય છે?

 

 

આ ઈમેલમાં હઝીના સૈયદે એક વિવાદાસ્પદ આરોપ લગાવતા કૉંગ્રેસના સંગઠન મહામંત્રી કે. સી. વેણુગોપાલનો ઉલ્લેખ કર્યો છે. તેમણે અલકા લાંબા પર વ્યક્તિગત ટીપ્પણી કરતા દાવો કર્યો છે કે વેણુગોપાલ તેમના બૉયફ્રેન્ડ છે અને આ પ્રકારના સંબંધોના આધારે સંગઠન પર પ્રભાવનો ઉપયોગ કરાય રહ્યો છે. આ આરોપ સામે આવતા જ વિવાદ વધુ સંવેદનશીલ થઈ ગયો, કારણ કે તેનાથી પાર્ટીના ટોચના નેતૃત્વની છબી પર પણ અસર પડવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.

તેની સાથે જ હઝીના સૈયદે ચેતવણી આપી છે કે તેમની પાસે કાયદાકીય પ્રમાણ ઉપલબ્ધ છે અને આ અવૈદ્ય નાણાંકીય લેણદેણ તથા સદસ્યતા સાથે જોડાયેલા કથિત ગોટાળાને લઈને એફઆઈઆર કરાવી શકે છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેમના રાજીનામાનું મુખ્ય કારણ સતત થતા ઉત્પીડન અને આત્મસમ્માનને ઠેસ પહોંચવાનું છે. પોતાના રાજીનામામાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે જ્યારે ખુદ તેમણે જ ન્યાય નહીં મળી રહ્યો છે, તો તે પોતાના પદ પર રહેતા અન્ય મહિલાઓના હકોની સુરક્ષા કેવી રીતે કરી શકે છે? તેમણે પાર્ટી નેતૃત્વ પર પણ સવાલ ઉઠાવ્યો અને આરોપ લગાવ્યો કે તેમની ફરિયાદો પર ધ્યાન આપવામાં આવ્યું નહીં.

 

હઝીના સૈયદે તમિલનાડુ કૉંગ્રેસની અંદર કથિત ભ્રષ્ટ વ્યવસ્થાની પણ ટીકા કરીને કહ્યુ કે આ કારણે પાર્ટીના સમર્પિત કાર્યકર્તાઓ નિરાશ થઈ રહ્યા છે. તેમણે એ પણ આરોપ લગાવ્યો કે તેમની વિધાનસભા ચૂંટણીની ટિકિટ પક્ષપાતપૂર્ણ રીતે કાપવામાં આવી, જે આંતરિક રાજકારણનું પરિણામ હતું.

 

અલકા લાંબાએ હઝીના સૈયદના આરોપો પર કહ્યું છે કે દરેકને ટિકિટ આપી શકાય નહીં અને ટિકિટ નહીં મળવા પર આ પ્રકારના આરોપ લગાવવા ખોટું છે. તેમણે કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે હઝીના સૈયદ આરોપ લગાવવામાં આટલા નીચલા સ્તરે પહોંચી ગયા.

આ આખા વિવાદે કૉંગ્રેસની અંદર નેતૃત્વ, પારદર્શકતા અને આંતરિક સંવાદને લઈને ગંભીર સવાલ પેદા કર્યા છે. અલકા લાંબા અને હઝીના સૈયદ વચ્ચે આ ટકરાવ હવે માત્ર વ્યક્તિગત વિવાદ રહી ગયો નથી, પણ સંગઠનાત્મક સંકટના પણ સંકેત આપે છે.

 

મહત્ત્વપૂર્ણ છે કે કૉંગ્રેસના સંગઠન મહાસચિવ કે. સી. વેણુગોપાલ પર તાજેતરમાં આરોપ લગાવાયો હતો કે તેમણે હરિયાણા માં વિધાનસભા ચૂંટણી દરમિયાન ટિકિટ વિતરણમાં અનિયમિતતાઓ દાખવી હતી. આ મામલામાં તેમણે કેરલની અલપ્પુઝા કોર્ટમાં બદનક્ષીનો મામલો દાખલ કર્યો છે. વેણુગોપાલનું કહેવું છે કે હરિયાણાના એક વ્યક્તિ દ્વારા લગાવાયેલા આરોપ સંપૂર્ણપણે ખોટા અને રાજકીય રીતે પ્રેરિતી છે, જેનો ઉદેશ્ય આગામી કેરળ વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમની છબીને નુકશાન પહોંચાડવાનો છે.

કૉંગ્રેસ પાર્ટી બેતરફી દબાણમાં દેખાઈ રહી છે. એક તરફ તમિલનાડુમાં અલકા લાંબા અને હઝીના સૈયદના વિવાદને કારણે ખુલીને ટકરાવ સંગઠનના આંતરિક પડકારોને ઉજાગર કરી રહ્યો છે. તો બીજી તરફ કે. સી. વેણુગોપાલ સાથે જોડાયેલો વિવાદ પાર્ટીની સાર્વજનિક છબીને પણ અસર પાડી શકે છે.

આગામી સમયમાં ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ ઘટનાઓ કૉંગ્રેસ માટે ગંભીર રાજકી યસંકેત આપે છે, જેનો સામનો કરવો પાર્ટી નેતૃત્વ માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે.

 

 

(8:35 PM IST)