તા. ૨૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૨ સોમવાર
જો હું અમેરિકન રાષ્ટ્રપતિ ન હોત તો પોપ લીઓ વેટિકનમાં ન હોત- ડોનાલ્ડ ટ્રમ્પ : પોપ લીઓ દ્વારા અમેરિકાની વિદેશ નીતિની ટીકા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આકરો પ્રહાર
ટ્રમ્પે પૂણે સલાહ આપી હતી કે પોપે રાજકારણી બનવાને બદલે માત્ર એક મહાન ધાર્મિક વડા તરીકેની પોતાની ફરજો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ

વોશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેથોલિક ચર્ચના વડા પોપ લીઓ ૧૪મા પર સીધો શાબ્દિક હુમલો કરતા કહ્યું છે કે તેઓ એક રાજકારણી જેવું વર્તન કરી રહ્યા છે અને કટ્ટરપંથી ડાબેરીઓને પ્રોત્સાહન આપી રહ્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કેથોલિક ચર્ચના સર્વોચ્ચ વડા પોપ લીઓ ૧૪મા વચ્ચે મોટો વિવાદ સર્જાયો છે. પોપ લીઓ દ્વારા અમેરિકા અને ઇઝરાયેલની નીતિઓની કરવામાં આવેલી ટીકાના જવાબમાં ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયા આપી હતી.
ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે પોપ લીઓ પોતાનું કામ યોગ્ય રીતે કરી રહ્યા નથી અને તેઓ ખૂબ જ ઉદારવાદી વ્યક્તિ છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે પોપ અમેરિકન છે અને તેમને માત્ર એટલા માટે જ આ પદ મળ્યું છે કારણ કે લોકોને લાગતું હતું કે ટ્રમ્પનો સામનો કરવા માટે તે યોગ્ય રહેશે.
ટ્રમ્પે લખ્યું, "જો હું વ્હાઇટ હાઉસમાં ન હોત, તો લીઓ વેટિકનમાં ન હોત." ટ્રમ્પે વેનેઝુએલા સામેની અમેરિકન કાર્યવાહીની પોપ દ્વારા કરાયેલી ટીકાને પણ વખોડી કાઢી હતી અને સલાહ આપી હતી કે પોપે રાજકારણી બનવાને બદલે માત્ર એક મહાન ધાર્મિક વડા તરીકેની પોતાની ફરજો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
