હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હવે નોકરી શોધવી બનશે આસાન: NCS પોર્ટલ પર રોજગારનો મહાકુંભ, લાખો નવી તકોના દ્વાર ખુલ્યા!
મોદી સરકારના શ્રમ મંત્રાલયે પોર્ટર અને ગિગિન સાથે કર્યા ઐતિહાસિક કરાર: ૨૦૩૦ સુધીમાં ૩૦ લાખથી વધુ નોકરીઓનું સર્જન કરવાનો લક્ષ્યાંક : હવે ડ્રાઈવિંગથી લઈને ટેક્નોલોજી સુધીના ક્ષેત્રોમાં યુવાનોને મળશે ચકાસાયેલ રોજગારી

નવી દિલ્હી : ભારતના બેરોજગાર યુવાનો માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે નેશનલ કેરિયર સર્વિસ (NCS) પોર્ટલને વધુ પાવરફુલ બનાવવા માટે બે દિગ્ગજ ખાનગી કંપનીઓ, 'પોર્ટર' અને 'ગિગિન ટેક્નોલોજીસ' સાથે સમજૂતી પત્ર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની હાજરીમાં થયેલા આ કરાર મુજબ, લોજિસ્ટિક્સ ક્ષેત્રની જાણીતી કંપની 'પોર્ટર' વર્ષ ૨૦૩૦ સુધીમાં અંદાજે ૩૦ લાખ જેટલી નવી તકો ઉભી કરશે. આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય ડિજિટલ જોબ મેચિંગને મજબૂત બનાવવાનો છે, જેથી યોગ્ય લાયકાત ધરાવતા યુવાનને તેની મનપસંદ નોકરી ઘરબેઠા મળી રહે.
NCS પોર્ટલ હાલમાં યુવાનો માટે એક વન-સ્ટોપ સોલ્યુશન તરીકે ઉભરી આવ્યું છે, જેમાં અત્યારે પણ ૭ લાખથી વધુ સક્રિય નોકરીઓ ઉપલબ્ધ છે. ગિગિન ટેક્નોલોજીસ સાથેના કરારથી દર વર્ષે વધારાની ૨ થી ૩ લાખ ચકાસાયેલ (Verified) નોકરીઓ ઉમેરાશે. મંત્રી મનસુખ માંડવિયાએ આ પ્રસંગે ખાસ ભાર મૂક્યો હતો કે, આ પ્લેટફોર્મ માત્ર નોકરી જ નહીં આપે પરંતુ 'માય ભારત' અને 'SIDH' જેવા પ્લેટફોર્મ સાથે જોડાઈને યુવાનોના કૌશલ્ય વિકાસમાં પણ મદદરૂપ થશે. અત્યાર સુધીમાં આશરે ૫૯ લાખ સંસ્થાઓ આ પોર્ટલ સાથે જોડાઈ ચૂકી છે, જે ભારતની વધતી જતી રોજગારીની ક્ષમતા દર્શાવે છે.
મંત્રીશ્રીએ કંપનીઓને વિનંતી કરી છે કે તેઓ માત્ર નોકરી ન આપે, પરંતુ યુવાનોમાં રહેલા 'સ્કિલ ગેપ' ને દૂર કરવા માટે સોફ્ટ સ્કિલ અને ટૂંકા ગાળાના તાલીમ અભ્યાસક્રમો પણ શરૂ કરે. પોર્ટર જેવી ટેકનોલોજી આધારિત માલ પરિવહન એજન્સી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરતી ગિગિન ઇકોસિસ્ટમ સાથે મળીને સરકાર હવે દરેક ક્ષેત્રના કામદારોને માનનીય રોજગારી પૂરી પાડવા કટિબદ્ધ છે. આ નવી પહેલથી ખાસ કરીને ગિગ ઇકોનોમી અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં કરિયર બનાવવા માંગતા યુવાનો માટે સુવર્ણ તકો સર્જાશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
