હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટ્રાઈ દ્વારા ભારતમાં ડાયરેક્ટ સેટેલાઇટ-ટુ-મોબાઇલ કોમ્યુનિકેશન સેવાઓ માટે વિચારણા: મોબાઇલ ટાવર વગર સીધા સેટેલાઇટથી મોબાઇલ નેટવર્ક પહોંચાડવાની તૈયારી"
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા હવે ડાયરેક્ટ-ટુ-ડિવાઇસ એટલે કે ડીટુડી સેવાનો અમલ કરવા માટે સઘન પ્રયાસો કરી રહી છે.

નવી દિલ્હી: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ) દેશના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં કનેક્ટિવિટી વધારવા માટે મોબાઇલમાં સીધા સેટેલાઇટ સિગ્નલ આપવાની ટેકનોલોજીનું પરીક્ષણ કરી રહી છે.
ભારતીય ટેલિકોમ ક્ષેત્રમાં એક ક્રાંતિકારી પરિવર્તન આવી શકે છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ) હવે ડાયરેક્ટ-ટુ-ડિવાઇસ એટલે કે ડીટુડી સેવાનો અમલ કરવા માટે સઘન પ્રયાસો કરી રહી છે. આ ટેકનોલોજીની મદદથી ગ્રાહકોને તેમના સામાન્ય સ્માર્ટફોનમાં મોબાઇલ ટાવરની મદદ વગર સીધા સેટેલાઇટથી નેટવર્ક અને ઇન્ટરનેટ મળી શકશે.
ટ્રાઈ દ્વારા તાજેતરમાં એક કન્સલ્ટેશન પેપર બહાર પાડવામાં આવ્યું છે, જેમાં આ સેવા માટે કયા સ્પેક્ટ્રમનો ઉપયોગ કરવો તે અંગે નિષ્ણાતો અને કંપનીઓના મંતવ્યો મંગાવવામાં આવ્યા છે. જો આ સેવા શરૂ થાય તો તે ભારતના એવા અંતરિયાળ અને પહાડી વિસ્તારો માટે વરદાન સાબિત થશે જ્યાં અત્યાર સુધી મોબાઇલ નેટવર્ક પહોંચી શક્યું નથી.
ગ્લોબલ પ્રેક્ટિસને ધ્યાનમાં રાખીને ટ્રાઈ આ ડીટુડી સેવાને ભારતમાં વહેલી તકે સક્રિય કરવા માંગે છે, જેથી દેશના તમામ ખૂણે સીમલેસ કનેક્ટિવિટી આપી શકાય. આ પગલાથી સેટેલાઇટ સેવાઓ અને સામાન્ય મોબાઇલ નેટવર્ક સેવાઓ એક સમાન સ્તરે આવી જશે, જે આધુનિક ટેલિકોમ યુગમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
