<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

કેન્દ્ર સરકારના વહીવટી માળખામાં મોટો ફેરફાર : ગુજરાત કેડરના વિપુલ અગ્રવાલ, હાર્દિક શાહ, ઉદિત અગ્રવાલ અને પ્રદીપ સિંહની મહત્વના પદો પર વરણી : જુઓ સંપૂર્ણ યાદી

સંયુક્ત સચિવ કક્ષાના કુલ 48 અધિકારીઓની વિવિધ વિભાગોમાં નિમણૂક : ગુજરાત કેડરના અધિકારીઓનો કેન્દ્રમાં દબદબો : હાર્દિક શાહ વડાપ્રધાનના અંગત સચિવ તરીકે યથાવત : વિપુલ અગ્રવાલ ઉત્તર-પૂર્વીય ક્ષેત્ર વિકાસ મંત્રાલયમાં - ઉદિત અગ્રવાલ માર્ગ પરિવહન મંત્રાલયમાં અને પ્રદીપ સિંહની નીતિ આયોગમાં સલાહકાર તરીકે નિમણૂક

નવી દિલ્હી : આગામી સમય માટે કેન્દ્ર સરકાર દ્વારા વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. ભારત સરકારના કર્મચારી મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર આદેશ મુજબ, સંયુક્ત સચિવ (Joint Secretary) કક્ષાના કુલ 48 અધિકારીઓની વિવિધ વિભાગોમાં નિમણૂક કરવામાં આવી છે.

 

ગુજરાત કેડરના અધિકારીઓની નિમણૂક:

  હાર્દિક સતીશચંદ્ર શાહ (IAS GJ:2010): વડાપ્રધાન કાર્યાલય (PMO) માં વડાપ્રધાનના અંગત સચિવ (સંયુક્ત સચિવ સ્તર) તરીકે નિમણૂક.

  વિપુલ અગ્રવાલ (IPS GJ:2001): શાંતનુ (IAS TR:1997) ના સ્થાને ઉત્તર પૂર્વીય ક્ષેત્ર વિકાસ મંત્રાલયમાં સંયુક્ત સચિવ તરીકે નિમણૂક.

  ઉદિત અગ્રવાલ (IAS GJ:2008): લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન (LBSNAA) માંથી બદલી કરીને વિનય કુમાર (IAS BH:1999) ના સ્થાને માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયમાં સંયુક્ત સચિવ તરીકે મુકાયા.

  પ્રદીપ સિંહ (IFoS GJ:2005): જયંત સિંહ (IRTS 1993) ના સ્થાને નીતિ આયોગમાં સલાહકાર (સંયુક્ત સચિવ સ્તર) તરીકે નિમણૂક.

 

મહિલા અધિકારીઓની નિમણૂક:

  શ્રીમતી પ્રિયંકા દાસ (IAS MP:2009): શોભિત ગુપ્તાના સ્થાને નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં સંયુક્ત સચિવ.

  શ્રીમતી પ્રીતિ મીના (IAS TG:2010): મયંક તિવારીના સ્થાને સંરક્ષણ વિભાગમાં સંયુક્ત સચિવ.

  શ્રીમતી સાક્ષી મિત્તલ (IAS UT:2010): રાજીવ સક્સેનાના સ્થાને આર્થિક બાબતોના વિભાગમાં સંયુક્ત સચિવ.

  શ્રીમતી લયા મદુરી (IAS AM:2010): આર્થિક બાબતોના વિભાગમાં સંયુક્ત સચિવ.

  શ્રીમતી બંદના પ્રેયશી (IAS BH:2003): શ્રીમતી અનીતા સી. મેશ્રામના સ્થાને ફર્ટિલાઇઝર્સ વિભાગમાં સંયુક્ત સચિવ.

  શ્રીમતી શણમુગા પ્રિયા મિશ્રા (IAS MP:2010): LBSNAA માં સંયુક્ત નિયામક.

  શ્રીમતી કાજલ (IAS UP:2008): શ્રીમતી સંધ્યા ભુલ્લરના સ્થાને ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગમાં સંયુક્ત સચિવ.

  શ્રીમતી અલકનંદા દયાલ (IAS PB:2000): અજય ગુપ્તાના સ્થાને ટેક્સટાઇલ મંત્રાલયમાં સંયુક્ત સચિવ.

  શ્રીમતી પ્રતિમા સતીશ કુમાર વર્મા (IAS BH:2002): નેશનલ એજ્યુકેશન સોસાયટી ફોર ટ્રાઇબલ અફેર્સ (NESTS) માં કમિશનર.

  શ્રીમતી રાશિ શર્મા (IPoS 2003): સત્ય પ્રકાશ વશિષ્ઠના સ્થાને નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG) માં કાર્યકારી નિયામક (વહીવટ).

 

અન્ય મહત્વની નિમણૂકો:

  કપિલ મીના (IAS SK:2010): બી. શ્રીનિવાસના સ્થાને નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ (NHB) ના MD.

  જી વેંકટેશ (ICOAS 1997): કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ વિભાગમાં સંયુક્ત સચિવ.

  જવાહર પાકિરીસામી (IAS UT:2007): MPEDA ના ચેરમેન.

  શૈલેષ કુમાર ચૌરસિયા (IAS MN:2007): સંરક્ષણ વિભાગમાં સંયુક્ત સચિવ.

  વિનોદ કુમાર (IRSME 1998): સંરક્ષણ વિભાગમાં સંયુક્ત સચિવ.

  અજીત કુમાર શ્રીવાસ્તવ (IRAS 1999): સંરક્ષણ વિભાગમાં એડિશનલ FA અને સંયુક્ત સચિવ.

  વિકાસ સિંહ (IAS TR:2010): દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગમાં સંયુક્ત સચિવ.

  ગિરીશ ચંદ્રશેખર હોસુર (IFoS HP:1996): વિકાસ સિંહ બાદ દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગમાં સંયુક્ત સચિવ.

  ચૌધરી ઉદય ગૌરીશંકર (IAS MH:2010): પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયમાં સંયુક્ત સચિવ.

  વેંકટ નાગી રેડ્ડી કોવ્વુરી (IDES 1998): FCI માં કાર્યકારી નિયામક (જનરલ).

  મુથુકુમાર અલગુમુથુ (IAS JH:2009): આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં સંયુક્ત સચિવ.

  પ્રભાકર (IAS SK:2007): વિજય નેહરાના સ્થાને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં સંયુક્ત સચિવ.

  મહાત્મે સંદીપ નામદેવ (IAS TR:2010): ગૃહ મંત્રાલયમાં સંયુક્ત સચિવ.

  રાકેશ રાઠી (IPS BH:2002): ગૃહ મંત્રાલયમાં સંયુક્ત સચિવ.

  કર્મા આર બોનપો (IAS SK:2010): સિક્કિમમાં સેન્સસ ઓપરેશન/સિટિઝન રજીસ્ટ્રેશનના ડાયરેક્ટર.

  એસ તેજસ્વી નાઈક (IAS MP:2009): શ્રમ અને રોજગાર મંત્રાલયમાં સંયુક્ત સચિવ.

  શકીલ આલમ (IES 2001): EPFO માં એડિશનલ CPFC (Hq).

  પરિકીપંડલા નરહરિ (IAS MP:2001): જમીન સંસાધન વિભાગમાં સંયુક્ત સચિવ.

  રમેશ જી (IRS IT 2005): કાનૂની બાબતોના વિભાગમાં સેન્ટ્રલ એજન્સી સેક્શનના ઇનચાર્જ.

  કુલવીર સિંહ યાદવ (IOFS 2002): ખાણ મંત્રાલયમાં સંયુક્ત સચિવ.

  મોહમ્મદ અફઝલ (CPES 1995): લઘુમતી બાબતોના મંત્રાલયમાં સંયુક્ત સચિવ.

  અનુપમ કુમાર (IAS BH:2003): નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયમાં સંયુક્ત સચિવ.

  ગણેશ શંકર મિશ્રા (IAS MP:2010): ઉદિત અગ્રવાલના સ્થાને LBSNAA માં સંયુક્ત નિયામક.

  હરમીત સિંહ પાહુજા (IAS MN:2010): DoPT માં સંયુક્ત સચિવ.

  વેંકટેશપથી એસ (IAS KL:2009): બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયમાં સંયુક્ત સચિવ.

  પ્રવીણ પી નાયર (IAS TN:2010): આર. લક્ષ્મણના સ્થાને બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયમાં સંયુક્ત સચિવ.

  પંકજ કુમાર (IAS UP:2002): મોહમ્મદ અફઝલના સ્થાને ઉર્જા મંત્રાલયમાં સંયુક્ત સચિવ.

  સુમિત કુમાર જરંગલ (IAS PB:2009): ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગમાં સંયુક્ત સચિવ.

  રોહન ચંદ ઠાકુર (IAS HP:2009): વિકાસ આનંદના સ્થાને NLMC ના CEO.

  શંકર લાલ કુમાવત (IAS TN:2010): રેવન્યુ વિભાગમાં સંયુક્ત સચિવ (શૈલેષ બગૌલીની અગાઉની નિમણૂક રદ કરીને).

  સંજય ચિલવારવાર (IRSSE 1997): સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગમાં સંયુક્ત સચિવ.

  શરવણન એમ (IAS BH:2002): અવકાશ વિભાગ (Space Department) માં સંયુક્ત સચિવ.

  કે બાલાજી (IAS UP:2010): ટેલિકોમ્યુનિકેશન વિભાગમાં સંયુક્ત સચિવ.

  સુવાસિષ દાસ (IFoS AM:2005): પ્રવાસન મંત્રાલયમાં સંયુક્ત સચિવ.

 

આ તમામ નિમણૂકો અધિકારીઓ દ્વારા ચાર્જ સંભાળ્યાની તારીખથી અમલમાં આવશે. વિગતવાર લિસ્ટ જોવા માટે આ સાથે આપેલ pdf ફાઈલ ડાઉનલોડ કરો...

(10:40 PM IST)