હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વૃદ્ધા, દિવ્યાંગ મહિલા અને પ્રાણીઓ સાથે અશ્લીલ હરકત!
સનકી યુવકની કરતૂત સાંભળી તમારું લોહી ઉકળી જશેઃ માનવતાને શરમાવે તેવો કિસ્સો સામે આવ્યો : સૌ પ્રથમ એક મહિલાને પોતાની હવસનો શિકાર બનાવી અને છેડતી કરીઃત્યારબાદ પ્રાણીઓ સાથે પણ અશ્લીલતા કરીઃ ૭૦ વર્ષીય વૃદ્ધાને પોતાની હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો

ઉજ્જૈન,તા.૧૮: ઉજ્જૈન જિલ્લામાંથી માનવતાને શરમાવે તેવો કિસ્સો સામે આવ્યો છે. ઈન્દોર રોડ પર આવેલા નવાખેડા ગામમાં એક જંગલી યુવકથી આખું ગામ પરેશાન છે. આથી, સમાજ અને ગ્રામજનોએ પંચાયત ભરીને યુવકને ગામની બહાર કાઢી મૂક્યો છે. મળતી માહિતી અનુસાર, અહીં ૨૨ વર્ષીય યુવકે હેવાનિયતની તમામ હદો વટાવી દીધી છે. યુવકનું નામ સંદીપ નાથ જણાવવામાં આવી રહ્યું છે. તેણે સૌ પ્રથમ એક મહિલાને પોતાની હવસનો શિકાર બનાવી અને તેની સાથે અશ્લીલ હરકતો અને છેડતી કરી હતી. ત્યારબાદ પ્રાણીઓ સાથે પણ અશ્લીલતા કરી હતી. યુવક અહીં જ ન અટક્યો, તેણે ગઈકાલે રાત્રે એક ૭૦ વર્ષીય વૃદ્ધાને પોતાની હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. વૃદ્ધા જેમ-તેમ કરીને જીવ બચાવી પાડોશીના ઘરે પહોંચી હતી.
મહિલાએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પીડિત વૃદ્ધાએ પોલીસને જણાવ્યું કે, તે રાત્રે લગભગ ૧૨:૩૦ વાગ્યે ઘરની બહાર મચ્છરદાનીમાં સૂતી હતી. ત્યારે જ યુવક આવ્યો અને તેનું મોઢું તથા ગળું દબાવવા લાગ્યો અને કપડાં ફાડી નાખ્યા હતા. મહિલા કાલાવાલા કરતી રહી કે તે માતા સમાન છે આવું ન કર, પણ આ હેવાને એક ન સાંભળી અને અશ્લીલ હરકતો કરી હતી. વૃદ્ધા પલંગ પરથી નીચે ઉતરીને જેમ-તેમ કરીને પાડોશીના ઘરે પહોંચી અને બૂમાબૂમ કરી હતી. પાડોશીએ વૃદ્ધાને કપડાં પહેરાવ્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે, આ કરતૂત કરનાર યુવક ગામનો જ સંદીપ નાથ છે.
આ મામલામાં નાનાખેડા પોલીસ સ્ટેશને BNSની કલમ ૭૪, ૭૬ અને ૩૩૧ (૪) હેઠળ ગુનો નોંધી યુવકની ધરપકડ કરી લીધી છે. બીજી તરફ, યુવકની આ હેવાનિયત જોઈને સરપંચે પંચાયત બોલાવી હતી. આરોપી યુવકના સમાજના લોકો પણ પંચાયતમાં સામેલ થયા હતા. સમાજના લોકોએ પંચાયતમાં એવો નિર્ણય લીધો કે યુવકને ગામમાંથી બહાર કાઢવામાં આવે અને તેનું ખાવા-પીવાનું પણ બંધ કરવામાં આવે.
આ બાબતે SP પ્રદીપ શર્માએ જણાવ્યું કે, ફરિયાદના આધારે આરોપી સંદીપ નાથ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. દુષ્કર્મનો પ્રયાસ અને અશ્લીલ હરકતો કરવાની કલમો હેઠળ કેસ નોંધાયો છે. આરોપીનો ભૂતકાળનો ગુનાહિત રેકોર્ડ પણ છે, જેના આધારે હવે તેને તડીપાર કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
માહિતી મુજબ, આરોપી યુવક નાથ સંપ્રદાયનો છે. ગામમાં ભરાયેલી પંચાયતમાં નાથ સંપ્રદાયના પ્રમુખ રમેશ નાથ પણ હાજર હતા. તેમણે કહ્યું કે, યુવકે પ્રાણીઓ અને મહિલાઓ સાથે અશ્લીલતા કરી છે, તેથી તેનું ખાવા-પીવાનું બંધ કરી તેને સમાજમાંથી બહાર કાઢી દેવામાં આવ્યો છે. હવે તેને ગામમાં પણ રહેવા દેવામાં આવશે નહીં. સરપંચ નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું કે, આરોપી સંદીપ નાથ બદમાશ છે અને દારૂ પીને આવી ગંદી હરકતો કરે છે. પંચાયતમાં પંચોએ તેને ગામની બહાર કાઢવાનો નિર્ણય લીધો છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
