<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

નાના ઉદ્યોગકારોને એક્‍સપોર્ટ માટે વગર વ્‍યાજે સરકારી લોન આપવાની યોજના

વ્‍યાજમાં ૨.૭૫ ટકાની છૂટની સાથે ટર્નઓવર પર લોન અપાશે : એક્‍સપોર્ટરને લોન લેવા માટે ગેરંટી પણ આપવી નહીં પડે તેવું આયોજન

નવી દિલ્‍હી,તા.૧૪: એક્‍સપોર્ટરને એક્‍સપોર્ટ કરવામાં સરળતા રહે તે માટે કેન્‍દ્ર સરકાર દ્વારા અલગ અલગ યોજના સમયાંતરે જાહેર કરતી હોય છે. તે અંતર્ગત નાના ઉદ્યોગકારોને પણ તેનો લાભ આપવા માટે એક્‍સપોર્ટ પ્રમોશન મિશન (ઈ પીએમ) નામની યોજના લાવવામાં આવી છે. તેમાં નાના ઉદ્યોગકારોને કોઈ પણ પ્રકારની ગેરંટી વિના લોન મળશે.

તેમજ બેંક દ્વારા એક્‍સપોર્ટર પાસે વસૂલવામાં આવતા ૧૦ ટકા વ્‍યાજમાં ૨.૭૫ ટકાની સબસિડી પણ સરકાર દ્વારા આપવામાં આવશે. નાના વેપારીઓ પણ પોતાનો માલસામાન વિદેશમાં વેચાણ કરી શકે તેવા આશયથી કેન્‍દ્ર સરકાર દ્વારા ઈપીએમ યોજના લાગુ કરવામાં આવી છે. આ યોજનમાં વેપારી પાસે આઇઇસી કોડ, ઉધમ રજિસ્‍ટ્રેશન, સરકાર દ્વારા જાહેર કરાયેલા પોઝિટિવ લિસ્‍ટમાં તે વસ્‍તુનો સમાવેશ થયેલો હોવો જોઈએ. આ ત્રણ વસ્‍તુઓ વેપારી

પાસે હશે તો સરળતાથી આ યોજનાનો લાભ લઇ શકશે. આ યોજના કેન્‍દ્ર સરકાર અને આરબીઆઈ દ્વારા લાગુ કરવામાં આવનાર છે. જેથી એક્‍સપોર્ટરે તેનો લાભ લેવા માટે નજીકની બેંકનો સંપર્ક કરીને લોન મેળવી શકશે.

એક્‍સપોર્ટ ૩૦૦ બિલિયન લઇ જવા માટેનું લક્ષ્ય

એક્‍સપોર્ટ વધારવા માટે આ યોજના લાવવામાં આવી છે. કારણ કે હાલમાં ૨૦૦ બિલિયન ડોલરની આસપાસનું એક્‍સપોર્ટ ભારતથી થાય છે. જ્‍યારે આગામી દિવસોમાં તે એક્‍સપોર્ટને વધારવા માટેનો લક્ષ્યાંક કેન્‍દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્‍યો છે. આજ કારણોસર નાના વેપારીઓ પણ સરળતાથી એક્‍સપોર્ટ કરી શકે તેને ધ્‍યાને રાખીને આ યોજના લાગુ કરવામાં આવી છે. તેના કારણે ૨૦૦ બિલિયન ડોલરનું એક્‍સપોર્ટ વધીને ૩૦૦ બિલિયન ડોલર પર પહોંચે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 

(10:09 AM IST)