<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

૧૯ રાજ્‍ય, કેન્‍દ્ર સરકાર મને હરાવવા મેદાનમાં: મમતા

આ લોકો માટે હું એકલી જ પૂરતી છું, દિલ્‍હીની તાકાતથી બંગાળમાં ચૂંટણી નહીં જીતાયઃ બંગાળના મુખ્‍યમંત્રી

સુરી,તા.૧૪: દેશના ૧૯ રાજ્‍યોની અને કેન્‍દ્રની સરકાર મને હરાવવા મેદાને પડ્‍યાં હોવાનો દાવો કરતાં  પヘમિ બંગાળના મુખ્‍યમંત્રી મમતા બેનરજીએ જણાવ્‍યું હતું કે, હું એકલા હાથે સામાન્‍ય લોકો માટે લડી રહી છું. તેમના માટે હું એકલી જ પૂરતી હોવાની હુંકાર કરતાં અહીંના બિરભૂમ જિલ્‍લાના સુરી ગામે એક ચૂંટણી સભાને સંબોધતા બેનરજીએ જણાવ્‍યું હતું કે, દિલ્‍હીની તાકાતનો ઉપયોગ કરી ભાજપ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી નહીં જીતી શકે. પヘમિ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ટીએમસી ૨૨૬ બેઠકો જીતશે તેમ તેમણે ઉમેર્યું હતું.

ભાજપ પર આક્ષેપો કરતાં તેમણે જણાવ્‍યું હતું કે, ચૂંટણી જીતવા માટે ભાજપ લોકોમાં પૈસાં વહેંચી રહ્યું છે, અધિકારીઓ અને પોલીસકર્મીઓની બદલી કરી રહ્યું છે જેથી તેમને કોઈ પકડી ના શકે. પヘમિ બંગાળમાં પૈસા, ડ્રગ્‍સ, શષો અને મતદારોની દાણચોરી કરાઈ રહી છે. બિહારમાંથી મોટી સંખ્‍યામાં મતદારો રાજ્‍યમાં ઘૂસાડાઈ રહ્યાં છે. કુલ ૧૯ રાજ્‍યો અને અને કેન્‍દ્ર સરકાર મારી વિરુદ્ધ ચૂંટણી જંગમાં ઉતર્યાં છે. જોકે હું સામાન્‍ય લોકો માટેની મારી લડત ચાલુ રાખીશ, કારણકે હું એકલી છું તેવું મને નથી લાગતું. મારી પાસે લોકોના આશિર્વાદ છે.  ઉલ્‍લેખનીય છે કે, હાલમાં દેશના ૧૯ રાજ્‍યોમાં ભાજપની આગેવાનીવાળા એનડીએની સત્તા છે.

રાજ્‍યની તમામ ૨૯૪ બેઠકો પર પોતે ઉમેદવાર હોવા અંગેના વડાપ્રધાન મોદીએ કરેલા નિવેદન પર કટાક્ષ કરતાં મમતાએ સવાલ કર્યો હતો કે શું તેઓ પヘમિ બંગાળના મુખ્‍યમંત્રી બનવા માગે છે. જો તેમણે મુખ્‍યમંત્રી બનવું હોય તો તેમણે વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેવું જોઈએ તેમ તેમણે ઉમેર્યું હતું.

(10:12 AM IST)