હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સંભલમાં વહીવટી તંત્રનું 'બુલડોઝર' એક્શન: સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે નિર્માણ પામેલી મજાર પર ફેરવાયું જેસીબી
વહીવટી તંત્રની લાલ આંખ: દસ વર્ષથી ચાલી આવતા અતિક્રમણને દૂર કરવા માટે તૈનાત કરાયો ભારે પોલીસ બંદોબસ્ત; ગેરકાયદેસર બાંધકામો સામે અભિયાન તેજ

સંભલ : ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીનોને અતિક્રમણ મુક્ત કરવાની ઝુંબેશ અંતર્ગત એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શુક્રવારે બાબરાલા પોલીસ સ્ટેશન હેઠળના બાગુ ગામમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે નિર્માણ પામેલા એક ધાર્મિક બાંધકામને તોડી પાડવા માટે બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ અધિક્ષક કૃષ્ણ કુમાર વિશ્નોઈ અને એસડીએમ ગુન્નૌર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
દસ વર્ષથી ધીમે-ધીમે વિસ્તરતું હતું અતિક્રમણ
સ્થાનિક મહેસૂલ રેકોર્ડની તપાસ કર્યા બાદ વહીવટીતંત્રને જાણવા મળ્યું હતું કે આ જમીન સરકારી છે, જેના પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું. મંદિરના મહંત રામગીરીના જણાવ્યા અનુસાર, આ બાંધકામની શરૂઆત લગભગ એક દાયકા પહેલા નાની પાયે થઈ હતી. શરૂઆતમાં માત્ર થોડી ઈંટોથી શરૂ થયેલું આ બાંધકામ સમય જતાં લિન્ટલ અને અન્ય માળખાકીય સુવિધાઓ સાથે એક મોટા સ્વરૂપમાં ફેરવાઈ ગયું હતું. ધીમે-ધીમે સરકારી જમીન પરનો આ કબજો વધતો ગયો હતો, જેને લઈને વહીવટીતંત્રે અંતે કડક પગલાં લેવાનો નિર્ણય લીધો હતો.
ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કાર્યવાહી
કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ કાર્યવાહી દરમિયાન ચાર પોલીસ સ્ટેશનના જવાનોનો કાફલો ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યો હતો. સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. વહીવટીતંત્રના અધિકારીઓએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, સરકારી જમીન પર કોઈપણ પ્રકારના ગેરકાયદેસર કબજાને કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.
અતિક્રમણ મુક્ત અભિયાન ચાલુ રહેશે
વહીવટીતંત્રનું કહેવું છે કે જિલ્લામાં અતિક્રમણ વિરોધી ઝુંબેશ માત્ર બાગુ ગામ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર જિલ્લામાં આ અભિયાન તબક્કાવાર ચાલુ રહેશે. સરકારી જમીનો પર ગેરકાયદેસર કબજો જમાવીને બેઠેલા અન્ય લોકો માટે પણ આ એક કડક ચેતવણી છે. વહીવટી તંત્રની આ આક્રમક નીતિ હવે તે તમામ ગેરકાયદેસર બાંધકામો પર નજર રાખી રહી છે જે સરકારી રેકોર્ડમાં વિસંગતતા ધરાવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
